Home /News /entertainment /Vaishali Thakkar Last Video: વૈશાલીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી આપી હતી આપઘાતની હિન્ટ? જુઓ છેલ્લી પોસ્ટ
Vaishali Thakkar Last Video: વૈશાલીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી આપી હતી આપઘાતની હિન્ટ? જુઓ છેલ્લી પોસ્ટ
ફોટોઃ @misstakkar_15
ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરની આત્મહત્યાની ખબરથી સૌ કોઈ હેરાન છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી હતી. કહેવામાં આવી રહ્યુ છે કે તેણે છેલ્લી પોસ્ટથી લોકોને આ દર્દનાક ઘટનાની હિન્ટ આપી હતી.
નવી દિલ્હી: ટીવી જગતમાં આ સમયે સુનકાર ફેલાઈ ગયો છે. 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ફેમ વૈશાલી ઠક્કરની આત્મહત્યાની ખબરે સૌ કોઈને ચોંકાવી દીધાં છે. તેની નજીકનાં લોકો સમજી જ નથી શકતાં કે અચાનક વૈશાલીએ શા માટે આવું પગલું ભર્યુ. બીજી તરફ વૈશાલીની છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર એક ફની વીડિયો જોવા મળી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ વીડિયો દ્વારા તે હિન્ટ આપી રહી હતી.
વૈશાલી ઠક્કરે ઈન્સ્ટાગ્રામ પર 5 દિવસ પહેલા એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ ફની વીડિયોમાં તે એક ગીત ગાતી જોવા મળી રહી છે. 'દિલ જીગર નજર ક્યા હૈ, મેં તેરે લિયે જાન ભી દે દૂ' તેના પર બેકગ્રાઉન્ડમાંથી એક અવાજ આવે છે કે પહેલા '500 રુપિયા આપી દે' વૈશાલીના આ વીડિયોથી સૌ કોઈ ખૂબ હસ્યા હતાં.
ઈન્સ્ટાગ્રામ પર વૈશાલીનો આ એક ફની વીડિયો જોઈને તેના સંબંધી અને ફેન્સ સૌ કોઈને મોટો ઝટકો લાગ્યો છે. પરંતુ કોઈને ખબર નહીં હોય કે વૈશાલી દુઃખમાં પણ હસવાનો પ્રયત્ન કરી રહી છે. આ વીડિયોમાં વૈશાલી મરવાનું એક્શન કરતી પણ જોવા મળી રહી છે. એવામાં માનવામાં આવી રહ્યુ છે કે, વૈશાલીએ ઘણાં સમય પહેલા જ જીવન લીલા સમાપ્ત કરવાનો નિર્ણય લઈ લીધો હશે. ત્યારે, એ પણ કહેવામાં આવી રહ્યુ છે કે તેને પ્રેમમાં દગો મળ્યો હતો અને તેથી તેણે આ ફની અંદાજમાં વીડિયો અપલોડ કર્યો હતો.
જણાવી દઈએ કે વૈશાલી ગયા વર્ષથી ઈન્દોરમાં રહેતી હતી અને તેના ઘરેથી તેની લાશ મળી હતી. જાણકારી અનુસાર, પોલીસને તેની લાશની પાસેથી સુસાઇડ નોટ પણ મળી છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર