Home /News /entertainment /વૈશાલીને આત્મહત્યા માટે મજબૂર કરનારો રાહુલ પણ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, દબોચવા માટે પોલીસને આંખે આવી ગયા પાણી
વૈશાલીને આત્મહત્યા માટે મજબૂર કરનારો રાહુલ પણ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, દબોચવા માટે પોલીસને આંખે આવી ગયા પાણી
એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
Vaishali Takkar Suicide Case : ઇન્દોર પોલીસે ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરને આત્મહત્યા માટે ઉશ્કેરનારા આરોપી રાહુલ નવલાનીની ધરપકડ કરી લીધી છે. વૈશાલીની મોત બાદ રાહુલ ફરાર થઇ ગયો હતો. વૈશાલીએ પોતાની સુસાઇડ નોટમાં રાહુલનું નામ લખ્યું હતું.
Vaishali Takkar: ગત રવિવારે ટેલિવિઝનની ફેમસ એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. એક્ટ્રેસની માતાએ તેના એક્સ બોયફ્રેન્ડ રાહુલ નવલાની પણ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત વૈશાલીની સુસાઇડ નોટમાં પણ એક્ટ્રેસે રાહુલને પોતાની આત્મહત્યા માટે જવાબદાર ઠેરવ્યો હતો.
જે બાદ ગઇકાલે એટલે કે બુધવારે ઇંદોર પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. જણાવી દઇએ કે વૈશાલીના મોતાના સમાચાર સામે આવ્યા બાદ રાહુલ ફરાર થઇ ગયો હતો.
ઇન્દોર પોલીસે રાહુલની ધરપકડ કરીને તેના ગેજેટ્સ જપ્ત કરી લીધી છે. પોલીસે જણાવ્યા અનુસાર રાહુલ ઇન્દોર-દેવાસ વચ્ચે કોઇ ઢાબામાં છુપાયેલો હતો. વૈશાલીની મોતના દિવસે જ્યારે સુસાઇડ નોટ મળી ત્યારે ખુલાસો થયો કે એક્ટ્રેસની મોતનો આરોપી રાહુલ છે.
ત્યારે તરત જ પોલીસ તેને ઝડપી પાડવા માટે પાડોશમાં આવેલા ઘરે પહોંચી. પરંતુ તે ત્યાંથી ફરાર થઇ ચુક્યો હતો. જે બાદ પોલીસે રાહુલને ઝડપી પાડવા માટે જબરદસ્ત પ્લાનિંગ કરી હતી.
ફરાર પતિ-પત્નીની ધરપકડ માટે પોલીસે અલગ-અલગ ટીમોની રચના કરી હતી અને તેને અલગ અલગ રાજ્યોમાં ધરપકડ માટે મોકલી હતી. પોલીસને જ્યાં જ્યાં રાહુલના હોવાનો અંદાજો હતો, ત્યાં ટીમ મોકલીને શોધખોળ હાથ ધરી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ સર્ક્યુલર નોટિસ પણ જાહેર કરી હતી અને પાંચ હજાર રૂપિયાનું ઇનામ પણ રાખ્યું હતું.
પોલીસ સતત રાહુલ પર નજર રાખી રહી હતી. પરંતુ વારંવાર તે પોતાનું લોકેશન બદલી રહ્યો હતો. બુધવારે પોલીસને બાતમી મળી કે રાહુલ ઇન્દોર તરફ જઇ રહ્યો છે. પોલીસે તરત જ રાહુલને ચેક પોઇન્ટ પર દબોચી લીધો અને બંને વિરુદ્ધ કલમ 306 વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર