યે રિશ્તા ક્યા કહેલાતા હૈ!ની અભિનેત્રીના થયા છૂટાછેડા, પોતે સ્વીકારી આ વાત

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ!ની અભિનેત્રીના થયા છૂટાછેડા, પોતે સ્વીકારી આ વાત
સિમરન ખન્ના

સિમરન અભિનેત્રી ચાહત ખન્નાની નાની બહેન છે. જેમના પણ હાલમાં જ છેટાછેડા થયેલા છે.

 • Share this:
  બોલિવૂડમાં વધુ એક અભિનેત્રીના છૂટાછેડાની ખબર સામે આવી છે. યે રિશ્તા ક્યા કહેલાતા ફેમ અભિનેત્રી સિમરન ખન્નાએ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે તે તેના પતિ ભરત દુદાનીથી છૂટાછેડા લઇ ચૂકી છે. સિમરન અભિનેત્રી ચાહત ખન્નાની નાની બહેન છે. સિમરન અને તેના પતિ એકબીજાથી દૂર રહેવાની ખબર પર અભિનેત્રીએ આ સમાચાર કંન્ફર્મ કર્યા છે.

  સ્પોર્ટબોયમાં છપાયેલી ખબર મુજબ સિમરને કહ્યું કે તેના અને તેના પતિ વચ્ચે કોઇ કડવાશ નથી. વધુમાં સિમરત અને ભરતનો પુત્ર વિનીતની કસ્ટડી પણ હવે ભરત પાસે રહેશે.સિમરને કહ્યું કે તલાક પછી અમારી વચ્ચે કોઇ કડવાશ નથી. ભરતની પાસે જ વિનીતની કસ્ટડી છે. અને હું વિનીતને મળવા જતી રહી. ભલે હું અને ભરત અલગ થઇ ગયા હોઇએ પણ હવે અમને એકબીજાથી કોઇ ફરિયાદ નથી.
  સિમરને સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં ગાયત્રી ગોયંકા ઉર્ફ ગાયૂ પાત્ર ભજવ્યું છે. અને તેમના આ રોલને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.આ સિવાય તે કૃષ્ણાબેન ખાખરાવાલા, પરમાવતાર શ્રી કૃષ્ણા જેવી સીરિયલમાં પણ આવી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ચાહત ખન્ના જે સિમરનની મોટી બહેન છે, તે મીકા સિંહ સાથે રોમાન્ટિક પોઝ આપી ચર્ચામાં છવાઇ ગઇ હતી. જો કે પાછળથી આ તસવીરો તેમના એક મ્યુઝિક વીડિયોની છે તેમ જણાવા મળ્યું હતું.  ચાહત ખન્નાના પણ બે વાર લગ્ન અને પછી તલાક થઇ ચૂક્યા છે.  અને સિમરનના પણ હાલમાં જ છૂટાછેડા થયા છે.
  Published by:News18 Gujarati
  First published:April 13, 2020, 15:00 pm