Home /News /entertainment /

Uttarakhand tourist destination : રજાઓમાં ઉત્તરાખંડના આ બહુ ઓછા લોકોએ જોયેલા સુંદર સ્થળોએ પહોંચો, મજા આવી જશે

Uttarakhand tourist destination : રજાઓમાં ઉત્તરાખંડના આ બહુ ઓછા લોકોએ જોયેલા સુંદર સ્થળોએ પહોંચો, મજા આવી જશે

ઉત્તરાખંડના શાંત અને સુંદર પ્રવાસન સ્થળ

Uttarakhand tourist destination : ઉત્તરાખંડ (Uttarakhand) ફરવા જવાનું દરેક વ્યક્તિને ગમે છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા દરેક પ્રવાસી (tourist Place) ને આકર્ષે છે. અમે તમને કેટલાક એવા સ્થળ વિશે જણાવીએ જે બહુ ઓછા લોકોએ જોયા હશે, અહીં પરવા જવાથી તમને શાંતી અને સુંદરતા બંને જોવા મળશે

વધુ જુઓ ...
  Uttarakhand tourist destination : ઉત્તરાખંડ (Uttarakhand) ભારતના સૌથી સુંદર રાજ્યોમાંનું એક છે. લીલાછમ પહાડો, દેવદારના જંગલો, વિવિધ પ્રકારના પશુ-પક્ષીઓ અને અહીં હાજર અસંખ્ય મંદિરો તેની સુંદરતામાં વધારો કરે છે. આ સ્થળની સુંદરતા જોવા માટે દુનિયાભરમાંથી લોકો આવે છે. ઉત્તરાખંડને દેવભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે મિત્રો, કુટુંબીજનો અને જીવનસાથી સાથે ઉત્તરાખંડમાં કેટલીક સુંદર અને બહુ ઓછા લોકોએ જોયેલી આ જગ્યાઓનો આનંદ માણી શકો છો. જો તમે ઓછી ભીડવાળી જગ્યાએ થોડી ક્ષણો શાંતિથી પસાર કરવા માંગતા હોવ તો તમે ઉત્તરાખંડના કેટલાક ખાસ સ્થળોએ વીકએન્ડની રજાઓ ગાળી શકો છો. આવો અમે તમને આ ખાસ જગ્યાઓ વિશે જણાવીએ.

  લેન્સડાઉન

  લેન્સડાઉન ઉત્તરાખંડની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે. તેની સ્થાપના બ્રિટિશ રાજ દરમિયાન કરવામાં આવી હતી. આ હિલ સ્ટેશનની ગણતરી રાજ્યના ટોપ ઓફબીટ ડેસ્ટિનેશનમાં થાય છે. અદ્ભુત રજાનો આનંદ માણવા માટે તમે સરળતાથી લેન્સડાઉન પહોંચી શકો છો. અહીંનું હવામાન આખું વર્ષ ખૂબ જ ખુશનુમા રહે છે. ઉપરાંત, ચારે બાજુ કુદરતી નજારો તમારા હૃદયને ખુશ કરી દેશે. પર્વતોની વચ્ચે વસેલા ગાઢ જંગલો તમને શાંતિ આપશે. તમે અહીં ટ્રેકિંગ, બોટિંગ, બર્ડ વોચિંગ, કેમ્પિંગ કરી શકો છો. લેન્સડાઉન પહોંચવા માટે સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન કોટદ્વાર છે, જ્યારે નજીકનું એરપોર્ટ દેહરાદૂનમાં છે.

  જાગેશ્વર

  દેવદારના જંગલોથી ઘેરાયેલા પહાડોની વચ્ચે વસેલું જાગેશ્વર ઉત્તરાખંડનું એક પવિત્ર શહેર છે. તે ભારતમાં ભગવાન શિવને સમર્પિત 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીં લગભગ 124 મંદિરો અને સેંકડો મૂર્તિઓ સ્થાપિત છે. ઉત્તરાખંડનું આ ઑફબીટ ડેસ્ટિનેશન રજાઓ ગાળવા માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. અહીં આવવાનો શ્રેષ્ઠ સમય એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચેનો છે. જાગેશ્વરથી સૌથી નજીકનું શહેર અલ્મોડા છે, જે રોડ દ્વારા સારી રીતે જોડાયેલું છે. તમારે અહીં 'મૃત્યુંજય મંદિર' અને ભગવાન શિવને સમર્પિત અન્ય મંદિરોની મુલાકાત લેવી જોઈએ.

  બિનસાર

  ઉત્તરાખંડના બિનસારમાં વધારે ભીડ ભાડ નથી રહેતી. આવી સ્થિતિમાં, તમે તમારા જીવનસાથી સાથે અહીં શાંતિથી રજાઓ પસાર કરી શકો છો. લગભગ 2400 મીટરની ઉંચાઈ પર સ્થિત આ સ્થળ વન્યજીવ અભયારણ્યની મધ્યમાં આવેલું છે. પરિવાર સાથે ફરવા માટે પણ બિન્સાર ખૂબ જ સારું સ્થળ છે. અહીં તમે નંદા દેવી, નંદા કોટ, કેદારનાથ અને ચૌખંબા જોવા જ જોઈએ. અહીં આવવાનો શ્રેષ્ઠ સમય એપ્રિલથી જૂન અને ઓક્ટોબર અને નવેમ્બર છે.

  લોહાગઢ

  લોહાવતી નદીના કિનારે વસેલું લોહાગઢ ઉત્તરાખંડનું એક સુંદર શહેર છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. જો તમને શાંતિ ગમે છે, તો લોહાગઢ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. તેના લીલાછમ દેવદાર જંગલો માટે પ્રખ્યાત, આ શહેર રજા માણવા માટે શ્રેષ્ઠ છે. અહીં તમે માયાવતી/અદ્વૈત આશ્રમ, બાનાસુરા કિલ્લો, દેવીધુરા મંદિર અને પંચેશ્વર મંદિરની મુલાકાત લઈ શકો છો. ફેબ્રુઆરીથી જૂન અને ઓક્ટોબરથી નવેમ્બર અહીં ફરવા માટે શ્રેષ્ઠ મહિનો માનવામાં આવે છે.

  ચૌકોરી

  ચૌકોરી હિમાલયની ગોદમાં આવેલું એક ખૂબ જ સુંદર શહેર છે. ઉત્તરાખંડનું આ હિલ સ્ટેશન મુલાકાત લેવા માટે ખુબ જ સારું છે. અહીં તમે કુમાઉના આકર્ષક શહેરથી નંદા દેવી અને પંચચુલી શિખરોના અદ્ભુત દૃશ્યો જોઈ શકો છો. અહીં ફરવાનો શ્રેષ્ઠ સમય માર્ચથી જૂન અને સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચેનો છે. ચૌકોરી જવા માટે અલમોડા સૌથી નજીકનું શહેર છે.

  આ પણ વાંચોFunny Video : Sapna Choudhary નું ગીત સાંભળીને કાકા થઈ ગયા બેકાબૂ, જમીન પર આળોટી-આળોટી કર્યો ડાન્સ!

  મુન્સિયારી

  મુન્સિયારી ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આવેલું એક મહાન હિલ સ્ટેશન છે. સુંદર પ્રાકૃતિક દ્રશ્યો સાથે, તમે અહીં વિવિધ પ્રકારના પક્ષીઓ અને પ્રાણીઓ પણ જોઈ શકો છો. તમે અહીં સ્કીઇંગ, ટ્રેકિંગ, હાઇકિંગ, પર્વતારોહણનો આનંદ માણી શકો છો. નવેમ્બરથી જૂન મુનશિયારીની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Tourist, Uttarakhand news, Uttarakhand Rains, ઉત્તરાખંડ

  આગામી સમાચાર