રિયાલિટી શૉ 'બિગ બૉસ 13' ને બૅન કરવાની માંગ, BJP ધારાસભ્યએ લખ્યો પત્ર

News18 Gujarati
Updated: October 10, 2019, 4:51 PM IST
રિયાલિટી શૉ 'બિગ બૉસ 13' ને બૅન કરવાની માંગ, BJP ધારાસભ્યએ લખ્યો પત્ર
શૉ- બિગ બૉસ

'બિગ બૉસ 13' માં અશ્લીલતાનું જાહેરમાં પ્રદર્શન કરવામાં આવે છે. આ શૉ ઘરેલૂ વાતાવરણમાં જોવો મુશ્કેલ છે. અને આપણા દેશના જૂના પારંપારિક સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું અપમાન થઈ રહ્યું છે.

  • Share this:
અભિનેતા સલમાન ખાન (Salman Khan) ની મેજબાની ધરાવતો રિયાલિટી શૉ 'બિગ બૉસ 13' (Bigg Boss 13) ની તકલીફો વધતી દેખાઈ રહી છે. ગાઝિયાબાદના BJP ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે કેન્દ્રીય સૂચના તેમજ પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખી તેને બંધ કરવાની માંગ કરી છે. તેમણે પોતાના પત્રમાં લખ્યું છે કે 'બિગ બૉસ 13' (Bigg Boss 13) માં અશ્લીલતાનું જાહેરમાં પ્રદર્શન કરવામાં આવે છે. આ શૉ ઘરેલૂ વાતાવરણમાં જોવો મુશ્કેલ છે. અને આપણા દેશના જૂના પારંપારિક સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું અપમાન થઈ રહ્યું છે.

આપને જણાવી દઈએ યકે ગાઝિયાબાદમાં બ્રાહ્મણ મહાસભા એ શૉ ના હોસ્ટ સલમાન ખાન પર અશિલિલતાનો આરોપ લગાવતા તેના પૂતળાનું પણ દહન કર્યું હતું. બ્રાહ્મણ મહાસભાના પદાધિકારી આદિત્યનું કહેવું છે કે જે પ્રકારે બિગ બૉસ શૉ માં અશ્લિલતા બતાવવામાં આવી રહી છે, જેના કારણે સમાજ દૂષિત થઈ રહ્યું છે. આ શૉ ના કારણે નાના નાના બાળકો પર ખરાબ અસર પડી રહી છે. બાળકો ભણતર પર પોતાનું ધ્યાન નથી આપતા.

રિયાલિટી શૉ 'બિગ બૉસ 13' (Bigg Boss 13) ને બૅન કરવાની માંગ, BJP ધારાસભ્યએ લખ્યો પત્રઆ શૉ ના નિર્માતા હિન્દુસ્તાનની સંસ્કૃતિને વિકૃત બનાવવા ઈચ્છે છે.

આ છે કારણવાસ્તવમાં આ વખતે સલમાન ખાને પ્રતિસ્પર્ધીના ઘરમાં એન્ટ્રી કરતા પહેલા જ એ નક્કી કર્યું હતું કે તેમના BFF (બેસ્ટ ફ્રેન્ડ ફૉરઍવર) કોણ હશે. BFF વાળા કૉન્સેપ્ટમાં આ વખતે એક બૅડ પર 2 લોકો સાથે ઉંઘશે. ત્યાં શરૂઆતથી જ બિગ બૉસ 13 (Bigg Boss 13) માં એક છોકરી અને છોકરો સાથે બૅડ શૅયર કરી રહ્યા છે.

પોતાના ઘરેણાં વેચીને પેટ ભરી રહી છે સીરિયલની આ ઍક્ટ્રેસ, આ રીતે થઈ બરબાદ
First published: October 10, 2019
વધુ વાંચો
अगली ख़बर