રિયા ચક્રવર્તી જોવા મળી શાકિબ સલિમ સાથે, યૂઝર્સે કહ્યું, 'અગલા બકરા, મરેગા બેટા તુ ભી'

શાકિબનાં બર્થ ડેમાં રેહા ચક્રવર્તી

હાલમાં જ રિયા ચક્રવર્તી શાકિબ સલીમનાં જન્મ દિવસ ઉજવવા માટે અલિબાગ ગઇ હતી. જ્યાં શાકિબ અને રિયા ઉપરાંત અન્ય ઘણાં સ્ટાર્સ હતાં જોકે આ પાર્ટીની તસવીરો સામે આવતાં રિયા અને શાકિબની ચર્ચા થવા લાગી

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક:સુશાંત સિંહ રાજપૂતનાં (Sushant Singh Rajput) મોત બાદ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ચર્ચામાં છે. એક તરફ જ્યાં રિયા હવે તેનાં જીવનમાં આગળ વધવાનો પ્રાયસ કરી રહી છે અને નોર્મલ થવા જઇ રહી છે ત્યાં સુશાંત સિંહ રાજપૂતનાં ચાહકોની રિયા પ્રત્યેની નફરત જોવા મળી રહી છે. જે હજુ સુધી શાંત થઇ નથી. એટલું જ નહીં તેઓ આજે પણ રિયાને ટ્રોલ કરી રહ્યાં છે.

    હાલમાં જ રિયા ચક્રવર્તી શાકિબ સલીમનાં (Saqib Salim) જન્મ દિવસ ઉજવવા માટે અલિબાગ ગઇ હતી. જ્યાં શાકિબ અને રિયા ઉપરાંત અન્ય ઘણાં સ્ટાર્સ હતાં જોકે આ પાર્ટીની તસવીરો સામે આવતાં રિયા અને શાકિબની ચર્ચા થવા લાગી અને લોકો રિયાને ટ્રોલ (Trolled) કરવાની સાથે શાકિબને પણ સલાહ આપવા લાગ્યાં.

    શાકિબને ટેગ કરીને યૂઝર્સ લખી રહ્યાં છે, દૂર રહે નહીંતર તારુ પણ પત્તુ કપાઇ જશે, તો એકે લખ્યું છે, આશા રાખુ, તને લાંબુ જીવન મળે.. તો અન્ય એક યુઝરે લખ્યું છે, અગલા બકરા.. મરેગા બેટા.. તુ ભી... તો અન્ય એકે લખ્યુ છે, હવે તારો નંબર છે.. શુભેચ્છાઓ..




    રિયા ચક્રવર્તીની વાત કરીએ તો, સુશાંત સિંહ રાજપૂત (SSR Case) અને ડ્રગ્સ કેસમાં  (Drugs Case) તે હાલમાં જામીન પર બહાર છે. આ કેસમાં જામીન પર બહાર આવ્યા બાદ તે પહેલાં રઘુ રાજન સાથે એક પાર્ટીમાં નજર આવી હતી અને હવે શાકિબ સલિમ સાથે..





    આપને જણાવી દઇએ કે 14 જૂન, 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત બાંદ્રા સ્થિત ઘરમાં મૃત મળી આવ્યો હતો. દોઢ મહિના બાદ તેના પિતા કે કે સિંહે પટનામાં રિયા વિરુદ્ધ FIR ફાઈલ કરી હતી. આ ઉપરાંત 15 કરોડ રૂપિયાની હેરાફેરી કરી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ કેસ CBIને આપ્યો હતો. ત્યારબાદ ડ્રગ્સ એન્ગલ સામે આવ્યો હતો, જેમાં રિયા 30 દિવસ સુધી જેલમાં રહી હતી. હાલમાં રિયા જામીન પર છે
    Published by:Margi Pandya
    First published: