અજીબોગરીબ ડ્રેસ માટે રણવીર સિંહને ટ્રોલ કરી રહ્યા છે યુઝર્સ, ડ્રેસની કિંમત જાણી ચોંકી જશો
અજીબોગરીબ ડ્રેસ માટે રણવીર સિંહને ટ્રોલ કરી રહ્યા છે યુઝર્સ, ડ્રેસની કિંમત જાણી ચોંકી જશો
અજીબોગરીબ ડ્રેસ માટે રણવીર સિંહને ટ્રોલ કરી રહ્યા છે યુઝર્સ, ડ્રેસની કિંમત જાણી ચોંકી જશો
રણવીર સિંહ (Ranveer Singh) નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે પિંક શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળ્યો હતો. અભિનેતાએ આ અતરંગી આઉટ ફિટ સાથે શૂઝ અને ગળામાં સાંકળ પહેરીને તેને અજીબોગરીબ લુક અપનાવ્યો. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ તેણે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.
બોલિવૂડ (Bollywood) એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) ફિલ્મોમાં પોતાની સ્ટાઇલ અને ફેશન સેન્સના કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક તે પોતાના કપડાના કારણે તો ક્યારેક તેની હેરસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ રણવીર સમર મોડ (Summer Mode) માં જોવા મળ્યો હતો. તે પોતાની નવી સ્ટાઈલ અને રંગબેરંગી કપડાથી ફેશનની દુનિયામાં નવો ટ્રેન્ડ સેટ કરતો જોવા મળ્યો હતો, પરંતુ કેટલાક લોકોને તેની અતરંગી સ્ટાઈલ બિલકુલ પસંદ ન આવી અને રણવીર સિંહને ટ્રોલ (Troll) કરવા લાગ્યા. પરંતુ જો તમે રણવીર સિંહના આ રંગીન પ્રિન્ટેડ આઉટફિટની કિંમત જાણશો, તો તમને આશ્ચર્ય થશે અને તમે તમારી જાતને OMG બોલતા રોકી શકશો નહીં.
તાજેતરમાં જ રણવીર સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે પિંક શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળ્યો હતો. આ અતરંગી આઉટ ફિટ સાથે શૂઝ અને ગળામાં સાંકળ પહેરીને તેને અજીબોગરીબ લુક અપનાવ્યો. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ તેણે લોકોને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.
લોકો રણવીર સિંહની સરખામણી ઉર્ફી સાથે કરી
વીડિયોમાં રણવીર સિંહ તેના કપડાં બતાવતા 'ગુચી' વિશે વાત કરી રહ્યો છે. આ વાતે ફરી એકવાર સાબિત કર્યું કે રણવીર ગુચીનો પ્રેમી છે. વીડિયો જોયા બાદ લોકોએ કમેન્ટ કરીને એક્ટરને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. કોઈએ તેની અને ઉર્ફીની સરખામણી કરી તો કોઈએ કરણ કુન્દ્રાની ફેશન સેન્સ રણવીર કરતા સારી કહી.
એક યુઝરે લખ્યું, 'આ અમારા કિચનનું કપડું છે.' બીજાએ લખ્યું- 'છોકરાઓમાં આ રણવીર છે અને છોકરીઓમાં ઉર્ફી જાવેદ... બંનેની ફેશન સેન્સ ભગવાન જ જાણે....' બીજાએ લખ્યું- 'યે છિછોરા. 'ક્યારેય સુધરશે નહીં.' જ્યારે, અન્ય યુઝરે લખ્યું - 'ગઈકાલે મારા ઘરમાંથી પડદા ચોરાઈ ગયા છે... તેમની ડિઝાઇન પણ કઈક આવી જ છે.'
સિલ્કના શર્ટ અને શોર્ટ્સમાં તે સાવ અલગ જ લાગતો હતો. રણવીરનો આ લુક તેના કેટલાક ફેન્સને પસંદ આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સિમ્પલ દેખાતા ડ્રેસની કિંમત લગભગ 2 લાખ રૂપિયા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર