સોનૂ સૂદથી બળે છે કંગના રનૌટ! સોશિયલ મીડિયા પર થવા લાગી છે વાતો...

સોનૂ સૂદ પર કોઇએ કરી ભદ્દી ટ્વિટ તો કંગનાએ કરી લાઇક

એક યૂઝરની ટ્વિટ બાદ લોકોએ મસીહા બનેલા સોનૂ સૂદ (Sonu Sood) અને બોલિવૂડની 'પંગા ક્વિન' કંગના રનૌટ (Kangana Ranaut) વચ્ચે નથી સારા સંબંધો તેવી ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ સેલિબ્રિટીઝ (Bollywood Celebrities) લાઇમ લાઇટમાં રહેવા માટે કંઇને કંઇ કામ કરતાં રહે છે અને નિવેદન આપતા રહે છે. બોલિવૂડનાં ઘણાં સેલિબ્રિટીઝ આ મહામારીથી દેશને બચાવવા માટે આગળ આવી રહ્યાં છે. દેશમાં લોકો કોરોના સામે જંગ લડી રહ્યાં છે. જ્યાં સોશિયલ મીડિયા (Social Media) પર લોકો બેડ, હોસ્પિટલ અને ઓક્સીજન માટે મદદ માંગી રહ્યાં છે. એવામાં એક યૂઝરે ટ્વિટ બાદ લોકોને મસીહા બનેલાં સોનૂ સૂદ (Son Sood) અને બોલિવૂડની પંગા ક્વિન (Kangana Ranaut) ચર્ચામાં આવી ગઇ છે. ગત એક વર્ષથી સતત લોકોની મદદ કરી રહેલાં સોનૂ સૂદ પર એક યૂઝરે નિશાન સાધ્યું તો કંગનાએ યૂઝરની કમેન્ટ પર લાઇક કર્યું હતું. જે બાદથી સોશિયલ મીડિયા પર વાતો શરૂ થઇ ગઇ છે.

  ખરેખર, એક સોશિયલ મીડિયા (Social Media) યૂઝરે ટ્વિટર પર સોનૂ સૂદ (Sonu Sood)ને એક એડવર્ટાઇઝમેન્ટ શેર કરતાં તેને આ આપદાનાં સમયમાં પૈસા માટે લાલચી અને ફ્રોડ ગણાવ્યો હતો. યૂઝરે તેની પોસ્ટમાં લખ્યું છે, 'તુ લોકોને છેતરે છે. જેમનાં પોતાનાં મરી રહ્યાં છે. 10 લીટરનાં ઓક્સિજન કંસંટ્રેટરનો ભવ 1 લાખ રૂપિયા પણ નથી હોતો. અને તુ પાંચ લીટર માટે બે લાખ રૂપિયા લે છે. આવાં ફ્રોડ કરી તને રાત્રે ઉંઘ કેમની આવે છે?'  આ ટ્વિટ થોડા જ સમયમાં વાયરલ થવા લાગી હતી. ઘણાં કમેન્ટ કરી તેનાં પર પ્રતિક્રિયાઓ આપી રહ્યાં હતાં. તો કેટલાંક તેને રિટ્વિટ કરી રહ્યાં હતાં. આ પોસ્ટને 'પંગા ક્વિન' કંગના રનૌટે પણ લાઇક કરી છે. જે બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થવા લાગી છએ કે, કંગના રનૌટ સોનૂ સૂદની લોકપ્રિયતાથી બળે છે.  જે સોશિયલ મીડિયા યૂઝરે આ પોસ્ટ મૂકી છે કંગના રનૌટ તેને ફોલો પણ કરે છે. ટ્વિટ વાયરલ થયા બાદ ફેન્સનું કહેવું છે કે, સોનૂને તો માલૂમ પણ નહીં હોય કે, તેનાં નામે લોકો પોતાની પ્રોડક્ટ વેચી રહ્યાં છે. ઘણાં લોકોએ કહ્યું કે, લોકોએ પોતે આ માટે સચેત રહેવું પડે. સોનૂ સૂદનાં નામે ક્યાંય તેઓ ઠગાઇ ન જાય. આપને જણાવી દઇએ કે, સોનૂ સૂદે ઘણી વખત કહ્યું છે કે, તે કોઇની મદદ માટે એક પણ રૂપિયો લેતો નથી. તેથી એનાં ઠગીઓથી સાવધાન રહો.
  Published by:Margi Pandya
  First published: