Home /News /entertainment /ખૂબસૂરત દેખાવાના ચક્કરમાં ઉર્વશી રૌતેલા સાથે ન થવાનું થઇ ગયું, આવી જગ્યાએથી ફાટી ગયા કપડાં
ખૂબસૂરત દેખાવાના ચક્કરમાં ઉર્વશી રૌતેલા સાથે ન થવાનું થઇ ગયું, આવી જગ્યાએથી ફાટી ગયા કપડાં
ઉર્વશીને જોરદાર ટ્રોલ કરવામાં આવી
Urvashi Rautela Torn Stockings: ઉર્વશી રૌતેલા (Urvashi Rautela Video) હવે ફરી એકવાર ચર્ચામાં આવી ગઇ છે. પરંતુ આ વખતે તે ઋષભ પંતને લઇને નહીં પરંતુ પોતાના કપડાના કારણે ચર્ચામાં આવી છે. તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ફાટેલા સ્ટોકિંગ્સમાં જોવા મળી રહી છે. વીડિયો સામે આવ્યા બાદ ફરી એકવાર તે ટ્રોલ થઇ રહી છે.
બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) સતત ચર્ચામાં છે. જ્યારથી ક્રિકેટર ઋષભ પંતનું (Rishabh Pant) એક્સિડેંટ થયું છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ્સ દ્વારા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. ક્યારેક ફોલ્ડેડ હેન્ડ ઇમોજી તો ક્યારેક પ્રાર્થનાની વાત લખીને તો ક્યારેક ઋષભ પંત જ્યાં દાખલ થયો છે તે હોસ્પિટલનો ફોટો શેર કરીને ઉર્વશી ચર્ચામાં રહે છે. આ કરીને ઉર્વશી ખૂબ જ ટ્રોલ પણ થઇ.
જોકે, ઉર્વશીનું ટ્રોલ થવું કોઇ નવી વાત નથી. તે ઘણીવાર ટ્રોલર્સના નિશાને આવી જાય છે અને ફરી એકવાર કંઇક એવુ જ થયું. આ વખતે ઉર્વશી પોતાના ફાટેલા સ્ટોકિંગ્સને લઇને ટ્રોલર્સના નિશાને આવી છે.
ઉર્વશીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એરપોર્ટ પર જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે પિંક ડ્રેસ અને બ્લેક સ્ટોકિંગ્સ પહેર્યા હતા, જેમાં તે ખૂબસૂરત લાગી રહી હતી. પરંતુ આ લુકના કારણે તે ઉફ્ફ મોમેન્ટનો શિકાર બની હતી. ઉર્વશીના આ વીડિયો પર ઘણા યુઝર્સે રિએક્શન આપ્યા અને એક્ટ્રેસ પર નિશાન સાધ્યું અને તેના લૂક પર સવાલ ઉઠાવ્યા.
સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ ઉર્વશીનો વીડિયો શેર કર્યો છે, જેમાં દરેકની નજર ઉર્વશીના ફાટેલા સ્ટોકિંગ્સ પર ટકેલી હતી. કેમેરા જોતાં જ ઉર્વશી ચતુરાઈથી તેના ફાટેલા સ્ટોકિંગ્સ છુપાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેના ફાટેલા સ્ટોકિંગ્સ કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ જોઈને યુઝર્સે પણ ફની રિએક્શન આપવાનું શરૂ કર્યું. ફાટેલા સ્ટોકિંગ્સ પહેરેલી એક્ટ્રેસ પર ઘણા લોકોએ ફની કમેન્ટ્સ કરી છે.
ઉર્વશીના વીડિયો પર રિએક્શન આપતા એક યુઝરે લખ્યું- 'તેના સ્ટોકિંગ્સ ફાટી ગયા છે. નીકળતા પહેલા શું ધ્યાન નહોતુ આપ્યું.’ એકે સવાલ કર્યો- ‘તેણે ફાટેલા સ્ટોકિંગ્સ કેમ પહેર્યા છે.’ અન્ય યુઝર્સે લખ્યું- ‘સ્ટોકિંગ્સ ફાટી ગયા. બની શકે કે તે તેની ફેવરિટ હોય, તેથી જ તેને ફેંકી નહીં હોય.' વીડિયોનું કોમેન્ટ બોક્સ પણ આવાં જ રિએક્શનથી ભરેલું છે.
ઉર્વશી રૌતેલાના ફાટેલા સ્ટોકિંગ્સ પર યુઝર્સ ફની રિએક્શન
ઉર્વશી તાજેતરમાં જ હોસ્પિટલનો ફોટો શેર કરીને ચર્ચામાં આવી હતી જેમાં ક્રિકેટર રિષભ પંત હાલમાં દાખલ છે. આ ફોટો શેર કરીને ઉર્વશીને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.
હકીકતમાં, એકવાર ઉર્વશી અને ઋષભના ડેટિંગની ચર્ચા શરૂ થઈ હતી, પરંતુ ક્રિકેટરે તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જે બાદ તેઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા હતા. પરંતુ, જ્યારે ઉર્વશીએ હોસ્પિટલનો ફોટો શેર કર્યો, ત્યારે ઘણા લોકો અનુમાન કરવા લાગ્યા કે તે ઋષભ પંતને મળવા હોસ્પિટલ પહોંચી હતી.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર