Home /News /entertainment /ફેસ માસ્ક પહેરીને રસ્તા પર નીકળી ઉર્વશી રૌતેલા, ટ્રોલર્સે કહ્યું- ‘હલદીની રસમમાંથી ભાગી કે શું?’

ફેસ માસ્ક પહેરીને રસ્તા પર નીકળી ઉર્વશી રૌતેલા, ટ્રોલર્સે કહ્યું- ‘હલદીની રસમમાંથી ભાગી કે શું?’

ઉર્વશીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ઉર્વશીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં ઉર્વશી રૌતેલા એક અલગ અંદાજમાં જોવા મળી રહી છે, વિડીયોમાં તે બ્યુટી માસ્ક (Urvashi Rautela in Beauty Mask) સાથે રસ્તા પર ચાલતી જોવા મળી રહી છે.

    બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautel Viral Video) ફિલ્મોમાં ઓછી અને સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ દેખાય છે અને ઘણીવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. હાલમાં જ ક્રિકેટર ઋષભ પંતના અકસ્માત (Rishabh Pant Accident) બાદ પણ અભિનેત્રી સતત કંઈક એવી પોસ્ટ કરી રહી હતી જેનાથી યૂઝર્સને આશ્ચર્ય થયું હતું. તો બીજી તરફ ઉર્વશી પણ પોતાના સ્ટાઈલિશ અંદાજ અને એરપોર્ટ લુક (Urvashi Rautela Viral Photos)ને લઈને ચર્ચામાં રહે છે. આ જ રીતે તે ઘણી વખત ટ્રોલ પણ થાય છે.

    આ દરમિયાન ઉર્વશીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં ઉર્વશી રૌતેલા એક અલગ અંદાજમાં જોવા મળી રહી છે, વિડીયોમાં તે બ્યુટી માસ્ક (Urvashi Rautela in Beauty Mask) સાથે રસ્તા પર ચાલતી જોવા મળી રહી છે.




    આ પણ વાંચો:  બોલ્ડનેસમાં મલાઇકા કરતાં પણ ચાર ડગલાં આગળ નીકળી તેની નણંદ, પહેલાં નહીં જોયો હોય અંશુલાનો આવો HOT અવતાર

    ઉર્વશી રૌતેલાના આ વિડીયો પર લોકો ખૂબ રિએક્શન આપી રહ્યા છે. ઉર્વશીનો આ વિડીયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે, જેમાં તે ચહેરા પર બ્યૂટી માસ્ક પહેરીને રસ્તાની વચ્ચે ફરી રહી છે. તેણે સનગ્લાસ પહેર્યા છે અને વાળ સરખા કરીને પોઝ પણ આપી રહી છે. અભિનેત્રીને તેની આ અતરંગી સ્ટાઇલ માટે ખૂબ જ ટ્રોલ પણ કરવામાં આવી રહી છે.

    એક્ટ્રેસ જે રીતે બ્યૂટી માસ્ક પહેરીને પોઝ આપી રહી છે, તે જોયા બાદ ઘણા યૂઝર્સ તેને કન્ફ્યુઝ્ડ કહી રહ્યા છે, તો ઘણા લોકોનું કહેવું છે કે તેમને સમજાતું નથી કે તે બ્યૂટી માસ્ક પહેરીને કેમ ફરી રહી છે. અને જો તેણે બ્યુટી માસ્ક પહેર્યું છે, તો પછી તે શા માટે પોઝ આપી રહી છે? ઉર્વશીના આ વિડીયો પર ઘણા લોકોએ પોતાના રીએક્શન આપ્યા છે. ઉર્વશીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.



    આ પણ વાંચો:  ના હોય! સલમાન ખાનને Kiss કરવાની આ એક્ટ્રેસે ચોખ્ખી ના પાડી, એક સીન માટે ડાયરેક્ટરે કરવો પડ્યો આવો જુગાડ

    અભિનેત્રીના આ વિડીયો પર પ્રતિક્રિયા આપતા એક યૂઝરે લખ્યું કે, - આ કન્ફ્યૂઝ સ્ત્રી છે. તો અન્ય એક યૂઝર લખે છે કે,- હલદીની રસમ ચાલી રહી છે કે શું? બિચારી વચ્ચે જ છોડીને બહાર આવી ગઇ. વધુ એક યુઝરે કમેન્ટ કરી કે,- લાગે છે દીદી પાસે પૈસા નહોતા, પાર્લરમાંથી ભાગીને આવી ગઇ છે. અન્ય ઘણા યુઝર અભિનેત્રીને ઋષભ પંતનું નામ લઇને પણ ટ્રોલ કરી રહ્યા છે.
    First published:

    Tags: Urvashi Rautela, Urvashi Rautela Bold Photos, Urvashi Rautela Instagram, Urvashi Rautela Photos