ઉર્વશી રૌતેલાએ ઋષભ પંતને બર્થ ડે વિશ કર્યું; વાયરલ થયા ફની memes

ઋષભ પંતે હાલમાં જ પોતાનો 24મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો. આ ખાસ પ્રસંગે ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)એ ટ્વીટ કરીને તેને બર્થ ડે વિશ કર્યું.

ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)એ ક્રિકેટર અને આઈપીએલ ટીમ દિલ્હીના કેપિટલ (Delhi Capitals)ના કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant)ને તેના જન્મદિવસે શુભેચ્છા આપી, જેના પછી તે સોશિયલ મીડિયા પર યૂઝર્સના નિશાના પર આવી ગઈ અને લોકોએ તેને ટ્રોલ (Urvashi Rautela troll) કરવાનું શરૂ કર્યું.

 • Share this:
  બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) હિન્દી ફિલ્મોની એ અભિનેત્રીઓમાં સ્થાન ધરાવે છે જે પોતાની ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તે હંમેશ પોતાના ગૉર્જિયસ લુક્સ અને મોંઘા આઉટફિટ્સના કારણે સમાચારોમાં આવતી રહે છે. સોશિયલ મીડિયા ઉપર ઉર્વશી ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે ક્રિકેટર અને આઈપીએલ ટીમ દિલ્હીના કેપિટલ (Delhi Capitals)ના કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant)ને તેના જન્મદિવસે શુભેચ્છા આપી, જેના પછી તે સોશિયલ મીડિયા પર યૂઝર્સના નિશાના પર આવી ગઈ અને લોકોએ તેને ટ્રોલ (Urvashi Rautela troll) કરવાનું શરૂ કર્યું.

  આ પણ વાંચો: બૉડીકૉન ડ્રેસમાં ઉર્વશી રૌતેલાએ શેર કર્યા Bold & Beautiful ફોટો, ડ્રેસની કિંમત જાણી ચોંકી ઉઠશો

  એકચ્યુલી, ઋષભ પંતે હાલમાં જ પોતાનો 24મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો. આ ખાસ પ્રસંગે ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)એ ટ્વીટ કરીને તેને બર્થ ડે વિશ કર્યું. તેણે ઋષભ પંતને ટેગ કરીને લખ્યું કે, હેપ્પી બર્થ ડે. આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર યૂઝર્સે અભિનેત્રીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

  આ પણ વાંચો: મુનમુન દત્તા સાથે ફલર્ટ કરે છે તેનો પરિણીત મિત્ર, ‘બબીતાજી’ આપે છે આવી પ્રતિક્રિયા

  વાત એમ છે કે, થોડા વર્ષો પહેલા બંનેના અફેરના સમાચારો છપાયા હતા. સમાચારો હતા કે ઋષભ આ અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે. જોકે, બાંદમાં બંને અલગ થઈ ગયા. રિપોર્ટ્સનું માનીએ તો ઋષભે ઉર્વશીને વોટ્સએપ પર બ્લૉક પણ કરી નાખી. ઋષભ અને ઉર્વશીનો ભૂતકાળ યાદ કરીને હવે યુઝર્સે અભિનેત્રીને ક્રિકેટરથી દૂર રહેવાની સલાહ આપી છે.

  સોશિયલ મીડિયા પર જુદા જુદા પ્રકારના મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. યૂઝર્સ કહી રહ્યા છે કે, દીદી મહેરબાની કરીને તમે ઋષભથી દૂર રહો, તો બીજા એક લખ્યું કે, ઋષભનું ધ્યાન ભટકાવવાની કોશિશ ન કરે કેમ કે ટી-20 નજીક આવી રહી છે. એક યુઝરે લખ્યું કે, પંત ભૈયાએ તેને વોટ્સએપ પર બ્લૉક કરી દીધી છે માટે તેણે ટ્વિટર પર વિશ કર્યું. મોડર્ન પ્રોબ્લેમ્સ માટે મોડર્ન સોલ્યૂશન જોઈએ.

  વર્કફ્રન્ટની વાત કરીએ ઉર્વશી રૌતેલા સરવના સાથે 200 કરોડની બીગ બજેટ ફિલ્મ ‘ધ લિજેન્ડ’ (The Legend) થકી તમિલ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. એક્ટ્રેસે જીઓ સ્ટુડિયો અને ટી સીરીઝ સાથે ત્રણ ફિલ્મોનો કૉન્ટ્રેક્ટ કર્યો છે. આ સાથે ઉર્વશી જલ્દી જ જીઓ સ્ટુડિયોઝની વેબ સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’ (Inspector Avinash)માં રણદીપ હુડ્ડા (Randeep Hooda) સાથે મુખ્ય પાત્ર ભજવતી જોવા મળશે.
  Published by:kuldipsinh barot
  First published: