વધ્યા ઉર્વશી રૌતેલાનાં નખરાં, પ્રોડ્યુસરને થયુ લાખોનું નુક્શાન

ખરેખરમાં ઉર્વશી હાલમાં 'વર્જિન ભાનુપ્રિયા' નામની ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. પણ અચાનક જ તેણે સવારનાં સમયમાં શૂટિંગ નહીં કરવાનું જણાવી દીધુ

ખરેખરમાં ઉર્વશી હાલમાં 'વર્જિન ભાનુપ્રિયા' નામની ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. પણ અચાનક જ તેણે સવારનાં સમયમાં શૂટિંગ નહીં કરવાનું જણાવી દીધુ

 • Share this:
  મુંબઇ: 'હેટ સ્ટોરી-4'ની રિલીઝ બાદ ઉર્વશી રૌતેલાનાં નખરાં ખુબ વધી ગયા છે. ફિલ્મોની ઓફર મળ્યા બાદ ન ફક્ત તેણે તેની ફીમાં વધારો કર્યો છે પણ હવે તેણે
  તેનાં નખરાથી પ્રોડ્યુસરને લાખોનું નુક્શાન કરાવી દીધુ છે.

  ઉર્વશી રૌતેલાએ ફિલ્મનું શૂટિંગ સવારનાં સમયે કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. આ વિશે જ્યારે પ્રોડ્યુસરે તેને કારણ પુછવા સવાલ કર્યો તો ઉર્વશીનો જવાબ સાંભળીને તેના હોશ ઉડી ગયા હતાં.

  ખરેખરમાં ઉર્વશી હાલમાં 'વર્જિન ભાનુપ્રિયા' નામની ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. પણ એક દિવસ તે શૂટિંગ કરવા આવી નહીં. ઉર્વશીની ટીમે ફિલ્મનાં પ્રોડ્યુસર મહેન્દ્ર ધારીવાલને કહ્યું કે, ફિલ્મનું શૂટિંગ સવારની જગ્યાએ રાત્રે કરવામાં આવે. જે માટે તેમણે દલીલ કરી કે.. મુંબઇની ભારે ગરમી અને ઉર્વશીએ જે પ્રકારનાં ભારે લહેંગો પહેરવાનો છે. તેને હેન્ડલ કરવું મુશ્કેલ છે.

  જ્યારે પ્રોડ્યુસરે ઉર્વશીની ટીમ પાસે આ જવાબ સાંભળ્યો તો તેમનાં હોશ ઉડી ગયા હતાં ફિલ્મની શૂટિંગને રાતમાં શિફ્ટ કરવા સીવાય તેમની પાસે કોઇ વિકલ્પ ન હતો. ફિલ્મનું શૂટિંગ શિફ્ટ કરવામાં પ્રોડ્યુસરને 2 લાખ રૂપિાયનું નુક્શાન થયુ છે.

  હવે ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ગયુ છે તેવામાં જો ઉર્વશીએ મુંબઇમાં જ શૂટિંગ કરવાની ના પાડી દીધી તો વિચારી લો કે પ્રોડ્યુસર મહેન્દ્ર ધારીવાલાને કેટલું નુક્શાન થઇ શકે છે.
  Published by:Margi Pandya
  First published: