Home /News /entertainment /ક્યા યહી પ્યાર હૈ? ઉર્વશી રૌતેલાએ ફરીથી કાંડ કર્યો! ઋષભ પંતને જે હોસ્પિટલમાં દાખલ છે ત્યાંનો ફોટો શેર કર્યો, ફેન્સ ભડક્યા

ક્યા યહી પ્યાર હૈ? ઉર્વશી રૌતેલાએ ફરીથી કાંડ કર્યો! ઋષભ પંતને જે હોસ્પિટલમાં દાખલ છે ત્યાંનો ફોટો શેર કર્યો, ફેન્સ ભડક્યા

urvashi rautela

RISHABH PANT CAR ACCIDENT: કાર અકસ્માત બાદ રિષભને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ગુરુવારે ઉર્વશીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલનો ફોટો શેર કર્યો હતો.

  ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)એ મુંબઈની એ હોસ્પિટલનો ફોટો પોસ્ટ કર્યો હતો, જ્યાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલો ઋષભ પંત (rishbh pant) દાખલ છે. આથી સોશ્યિલ મીડિયા પર લોકોએ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)એ રિષભને માનસિક ઉત્પીડનનો શિકાર કર્યો છે, તેમ સમજી ઉર્વશીને ખુબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. ઉર્વશી અવારનવાર ઋષભ સાથેની તેની ભૂતકાળની અફવાઓ માટે હેડલાઇન્સ બનાવે છે.

  તાજેતરમાં એક મોટા કાર અકસ્માત બાદ રિષભને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ગુરુવારે ઉર્વશીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દર્શાવતો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો જગ્યાનું નામ જીઓટેગ કરીને કોઈપણ કેપ્શન વિના શેર કર્યો હતો. ઉર્વશી અને ઋષભ ડેટિંગ કરી રહ્યા હોવાની અફવા હતી, પરંતુ એવું અનુમાન લગાવવામાં આવે છે કે બંનેએ સોશ્યલ મીડિયા પર એકબીજા વિરુદ્ધ પોસ્ટ્સ કર્યા બાદ અલગ થઈ ગયાં હતાં.

  ઉર્વશીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હોસ્પિટલનો ફોટો શેર કરતાની સાથે જ નેટીઝન્સ તેને ટ્રોલ કરવા લાગ્યા હતા. ટ્વિટર પર તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીનો સ્ક્રીનશોટ શેર કરતા એક યુઝરે લખ્યું, આ માનસિક ઉત્પીડન છે. જો કોઈ પુરુષ આવું કરે, તો તેને જેલમાં મોકલાય છે અથવા તેના નામે નેટફ્લિક્સ પર (Netflix) ક્રાઈમ ડોક્યુમેન્ટરી બનાવવામાં આવે છે.

  અન્ય એકે કટાક્ષભર્યું ટ્વીટ કર્યું કે, એવું લાગે છે ઉર્વશી એકદમ બીમાર છે અને તેને ગેટ વેલ સૂન કહી ટેગ કરવાની અત્યંત જરૂર છે.

  આ પણ વાંચો: ઋષભ પંત ICU માં અને ઉર્વશી પાર્ટીમાં! આ પ્રેમ છે? તને કંઇ પડી છે કે નહીં? PHOTOS વાયરલ થતા જુઓ કોણ બોલ્યુ?

  ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)એ એકવાર એક પોસ્ટમાં "આરપી" નો ઉલ્લેખ કર્યો હતો. જેના કારણે લોકોને લાગે છે કે તે ક્રિકેટર પંત તરફ નિર્દેશ કરી રહી છે. તેણીએ પ્રેમ અને હાર્ટબ્રેક પર પોસ્ટ પણ શેર કરી હતી અને તે જ સમયે તેણી ઓસ્ટ્રેલિયામાં પણ હતી, જ્યારે રિષભ પંત ટીમ ઈન્ડિયાની મેચ માટે ત્યાં હતી. જોકે, થોડા મહિના પહેલા તેણીએ સ્પષ્ટતા કરી હતી કે તેના જીવનમાં આરપી તેના કો-સ્ટાર રામ પોથિનેની હતા.

  " isDesktop="true" id="1314473" >
  ઋષભના દેશમાં આગમન પછી જ્યારે તેણી ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ, ત્યારે સતત તેનો પીછો કરતી હોય તેમ તેણીને એક સ્ટોકર તરીકે પણ ઓળખવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર જાહેરમાં ઝપાઝપી થયા બાદ રિષભ પંતે અભિનેત્રીથી પોતાને દૂર કરી લીધા હતા. જો કે, ઉર્વશી રૌતેલાએ પંત સાથેના બ્રેકઅપ પછી પણ તેણી કેવી રીતે તેનો પીછો કરે છે અને હેરાન કરે છે, આ બાબતે લોકોમાં તે ચર્ચાનો વિષય બની છે.
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन