Home /News /entertainment /ઋષભ પંત નહીં આ ખાસ વ્યક્તિ છે ઉર્વશી રૌતેલાનો 'RP', એક્ટ્રેસે ખુદ કર્યો ખુલાસો
ઋષભ પંત નહીં આ ખાસ વ્યક્તિ છે ઉર્વશી રૌતેલાનો 'RP', એક્ટ્રેસે ખુદ કર્યો ખુલાસો
ઉર્વશી રૌતેલા પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram: @urvashirautela)
Urvashi Rautela :ઉર્વશીની લવ લાઈફમાં રસ ધરાવનાર દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે તેના જીવનમાં RP કોણ છે. આ દરમિયાન એક્ટ્રેસે એક નવી પોસ્ટ શેર કરીને ફેન્સના સવાલોના જવાબ આપ્યા છે.
બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ઘણા સમયથી ચર્ચામાં છે. ખાસ કરીને એક્ટ્રેસની પોસ્ટ, એક મિસ્ટ્રી સમાન હોય છે. તેની તમામ પોસ્ટ ભારતીય ક્રિકેટર ઋષભ પંત સાથે જોડાયેલી જોવા મળે છે. ઉર્વશીની લવ લાઈફમાં રસ ધરાવનાર દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે તેના જીવનમાં RP કોણ છે. આ દરમિયાન એક્ટ્રેસે એક નવી પોસ્ટ શેર કરીને ફેન્સના સવાલોના જવાબ આપ્યા છે. એક્ટ્રેસે એક તસવીર શેર કરીને તેના જીવનના મિસ્ટર RP વિશે જણાવ્યું છે.
હકીકતમાં, ભૂતકાળમાં, ઉર્વશીને તેના મિસ્ટર આરપી વિશે વાત કરતી સાંભળવામાં આવી હતી, જેના વિશે સાંભળીને ફેન્સ અનુમાન લગાવવા લાગ્યા હતા કે આ RP બીજું કોઈ નહીં પણ ઋષભ પંત છે. ઉપરાંત, તે ટી20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયામાં ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમની સાથે જ ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ હતી. તે સોશિયલ મીડિયા પર સીક્રેટ તસવીરો અને વીડિયો દ્વારા સતત અટકળોને હવા આપી રહી હતી.
પરંતુ, હવે એક્ટ્રેસે આખરે ખુલાસો કર્યો છે કે તેનો 'RP' કોણ છે અને તે પંત નથી. ગુરુવારે, ભૂતપૂર્વ મિસ યુનિવર્સે ઇન્સ્ટાગ્રામ પર સાઉથ એક્ટર રામ પોથિનેની સાથેની એક તસવીર પોસ્ટ કરી અને ખુલાસો કર્યો કે તેના જીવનના મિસ્ટર આરપી રિષભ પંત નહીં પરંતુ રામ પોથિનેની છે. તેણે એક્ટર સાથે તસવીરો શેર કરતી વખતે #love #UrvashiRautela #UR1 #Rampothineni નો ઉપયોગ પણ કર્યો છે.
ઉર્વશી રૌતેલાની તસવીરો પર ઘણા યુઝર્સે રિએક્શન આપ્યા છે અને મજેદાર કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું- 'જોઇ રહ્યાં છો ઋષભ ભાઈ. ' બીજાએ લખ્યું - 'અચ્છા તો આ આરપી છે.' જ્યારે એકે પૂછ્યું- 'તમે કોણ છો?' ઉર્વશીની પોસ્ટથી ફેન્સ જરાં ચોંકી ઉઠ્યા છે, કારણ કે અત્યાર સુધી તેમને લાગતું હતું કે ઉર્વશીની આ પોસ્ટ કોઇ બીજા માટે નહીં પરંતુ ઋષભ પંત સાથે સંકળાયેલી છે. આ દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે બોયાપતિ શ્રીનુ દ્વારા નિર્દેશિત રામ પોથિનેની ફિલ્મ માટે ઉર્વશી રૌતેલાને સાઇન કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર