Home /News /entertainment /Urvashi Rautela: રિષભ પંત સાથે પેચઅપ કરવા માગે છે ઉર્વશી રાઉતેલા? હાથ જોડીને ક્રિકેટરની માફી માગી

Urvashi Rautela: રિષભ પંત સાથે પેચઅપ કરવા માગે છે ઉર્વશી રાઉતેલા? હાથ જોડીને ક્રિકેટરની માફી માગી

ઉર્વશીએ હાથ જોડી રિષભ પંતની માગી માફી

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા અને ઈન્ડિયન ક્રિકેટર રિષભ પંતની વચ્ચે થયેલો વિવાદ બધા જાણે. પણ શું આ વિવાદનો હવે અંત આવશે, કેમ કે ઉર્વશીએ હાથ જોડીને રિષભ પંતની માફી માગી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે રિષભનું નામ આવતા હાથ જોડીને માફી માગે છે.

વધુ જુઓ ...
    બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા અને ઈન્ડિયન ક્રિકેટર રિષભ પંતની વચ્ચે થયેલો વિવાદ બધા જાણે. પણ શું આ વિવાદનો હવે અંત આવશે, કેમ કે ઉર્વશીએ હાથ જોડીને રિષભ પંતની માફી માગી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે રિષભનું નામ આવતા હાથ જોડીને માફી માગે છે.

    આ પણ વાંચોઃ- મલાઈકા અરોરાએ વરસાવ્યો બોલ્ડનેસનો કહેર, થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં આપ્યા કાતિલ પોઝ

    વાઇરલ વીડિયોમાં ઉર્વશીએ પંત અંગે વાત કરી હતી. ઉર્વશીને સવાલ કરવામાં આવ્યો હતો કે RP માટે તે કોઈ મેસેજ આપવા માગે છે? એક્ટ્રેસે કહ્યું હતું, 'સીધી બાત નો બકવાસ. આથી હું બકવાસ કરતી નથી.' તેને બીજીવાર પૂછવામાં આવ્યું હતું કે કોઈ મેસેજ? તમે માફ કરો ને ભૂલી જાવમાં માનો છો. તમે રિષભ પંતને કંઈક કહેવા માગશો? ઉર્વશીએ જવાબમાં કહ્યું હતું, 'હું બસ એટલું જ કહેવા માગીશ, હું શું કહેવા માગીશ...કંઈ નહીં, સોરી, આઇ એમ સોરી.' ઉર્વશીએ હાથ જોડીને આ વાત કહી હતી.



    ઉર્વશીએ ગયા મહિને શું કહ્યું હતું?


    ગયા મહિને ઉર્વશીનો એક ઇન્ટરવ્યૂ સો.મીડિયામાં વાઇરલ થયો હતો. આ વીડિયોમાં તેણે રિષભ પંતનું નામ 'મિસ્ટર RP' તરીકે લીધું હતું. તેણે કહ્યું હતું, 'જ્યારે હું બનારસથી દિલ્હી શૂટિંગ માટે ગઈ હતી, ત્યારે મિસ્ટર RP મળવા આવ્યા હતા. તે હોટલની લૉબીમાં મારી રાહ જોતા હતા, પરંતુ હું સૂઈ ગઈ હતી. જોકે, મને પછીથી આ અંગે માહિતી મળી હતી. મારા ફોનમાં 17 મિસ્ડકૉલ્સ હતા. પછી મેં તેમની સાથે વાત કરી અને કહ્યું હતું કે જ્યારે મુંબઈ આવશો ત્યારે મળીશું. પછી અમે મળ્યા પણ હતા. જોકે, ત્યાં સુધી મીડિયામાં આ વાત આવી ચૂકી હતી.'

    2018માં અફેર હોવાની ચર્ચા થઈ હતી


    ઉર્વશી તથ રિષભ વચ્ચે 2018માં અફેર હતું. જોકે, બંનેએ ક્યારેય પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નહોતો. બંને અવાર-નવાર સાથે જોવા મળતા હતા. આટલું જ નહીં IPLની મેચમાં ઉર્વશી ખાસ હાજર રહેતી અને રિષભને ચિયર પણ કરતી હતી. બંને પોતાના સંબંધો ઓફિશિયલ કરે તે પહેલાં જ બ્રેકઅપ થઈ ગયું હતું.

    વર્કફ્રન્ટની વાત કરીએ તો બોલિવૂડ પછી હવે ઉર્વશી સાઉથમાં ફિલ્મ ‘ધ લેજેન્ડ’થી ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે એક્ટર સરવાનન અરુલ ઉર્ફ લેજેન્ડ સરવાનનની સાથે જોવા મળશે. તમને જણાવી દઈએ કે ઉર્વશી સરવાનન કરતા ઉંમરમાં 24 વર્ષ નાની છે. તેમજ 52 વર્ષની ઉંમરમાં એક્ટર ફિલ્મોમા ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. આવામાં આ પહેલી ફિલ્મ છે જેની ઘણા ચર્ચામાં છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Rishabh pant, Urvashi Rautela, વિવાદ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन