Home /News /entertainment /URVASHI RAUTELA: ઉર્વશી અને ઋષભ ફિલ્મમાં એકસાથે દેખાશે? અભિનેત્રીના આ ફોટોએ સૌને ચોંકાવી દીધા
URVASHI RAUTELA: ઉર્વશી અને ઋષભ ફિલ્મમાં એકસાથે દેખાશે? અભિનેત્રીના આ ફોટોએ સૌને ચોંકાવી દીધા
urvashi rautela rushabh news
ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં ઋષભ સાથેની એક તસવીર શેર કરી હતી. શેર કરેલ આ ફોટામાં અભિનેત્રી પીળા રંગના આઉટફિટમાં ખૂબસૂરત લાગી રહી હતી, જ્યારે ઋષભ કૂલ લુકમાં જોવા મળ્યો હતો.
URVASHI RAUTELA RISHABH SHETTY: બોલિવૂડ અભિનેત્રી અને ફેશન આઈકોન તરીકે જાણીતી ખૂબસૂરત અભિનેત્રી ઉર્વશી રૌતેલા ક્યારેક તેની સુંદરતાથી લાઈમલાઈટ મેળવે છે તો ક્યારેક પોતે અફવાઓને વેગ આપીને લાઈમલાઈટમાં આવે છે. તાજેતરમાં ઉર્વશી રૌતેલાએ 'કંતારા' અભિનેતા ઋષભ શેટ્ટી સાથે એક પોસ્ટ શેર કરી હતી, જેનાથી અટકળો શરૂ થઈ હતી કે તે 'કંતારા 2' નો ભાગ હશે. જોકે આ અંગે હવે સ્પસ્ટતા થઈ ચૂકી છે,
ઉર્વશી નહીં બને કંતારા 2 ની હિરોઈન
ફિલ્મના પ્રોડક્શન હાઉસ સાથે સંકળાયેલા એક સૂત્રએ એક વેબસાઈટ ETimes ને જણાવ્યું કે ઉર્વશી 'કંતારા 2' નો ભાગ નથી. અથવા આ અંગે હજુ કોઈ નિશ્ચિતતા નથી. સૂત્રના જણાવ્યા અનુસાર, “ઉર્વશી રૌતેલાને 'કંતારા 2'મા કાસ્ટ કરવા અંગેની તમામ અફવાઓ ખોટી અને પાયાવિહોણી છે.
હાલમાં જ ઉર્વશી રૌતેલા પણ એ જ સ્થળે હાજર હતી જ્યાં રિષભ શેટ્ટી હતો. ઉર્વશીએ ત્યાં 'કંતારા' ફેમ સ્ટાર ડાયરેક્ટર અને અભિનેતાને મળવા માટે વિનંતી કરી અને અભિનેતાએ નમ્રતાપૂર્વક તેને મળવા માટે સંમતિ આપી હતી. તેણીએ ઋષભ સાથે ક્લિક કરેલ ફોટોને એક રહસ્યમય કેપ્શન સાથે પોસ્ટ કર્યો હતો અને આ ફોટોએ જ આ પ્રકારની અફવાઓને જન્મ આપ્યો હતો.
ઉર્વશી રૌતેલાએ પોતે જ અફવાઓને આપી હવા!
ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં ઋષભ શેટ્ટી સાથેની એક તસવીર શેર કરી હતી. શેર કરેલ આ ફોટામાં અભિનેત્રી પીળા રંગના આઉટફિટમાં ખૂબસૂરત લાગી રહી હતી, જ્યારે રિષભ કૂલ લુકમાં જોવા મળ્યો હતો. તેણે જીન્સ-ટીશર્ટ સાથે કેપ પહેરી હતી. આ ફોટો સાથે ઉર્વશી રૌટેલાનું કેપ્શન હતું, કે કંતારા 2 લોડીંગ. જેનાથી દરેકને લાગી શકે કે કદાચ તે 'કંતારા 2'નો ભાગ હશે. પણ સૂત્રો દ્વારા આ સમાચારને માત્ર અફવા જ ગણાવવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર