Home /News /entertainment /Video : એરપોર્ટ પર અચાનક જ સરકી ગયો ઉર્વશી રૌતેલાનો ડ્રેસ, ના દેખાવાનું બધુ દેખાઇ ગયું
Video : એરપોર્ટ પર અચાનક જ સરકી ગયો ઉર્વશી રૌતેલાનો ડ્રેસ, ના દેખાવાનું બધુ દેખાઇ ગયું
ઉર્વશી એક સુંદર બ્લેક બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી
ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) એરપોર્ટ પર બ્લેક કલરના બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી. તે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી, પરંતુ જ્યારે પાપારાઝી તેનો વીડિયો બનાવી રહ્યો હતો ત્યારે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મુંબઈઃ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) નવી પેઢીની સૌથી સ્ટાઇલિશ અને સુંદર એક્ટ્રેસ છે. નેટીઝન્સ તેની અદાઓ પર ફિદા થઇ જાય છે. તે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા અને વીડિયો શેર કરીને ફેન્સને ઈમ્પ્રેસ કરતી રહે છે. હાલમાં જ, એક્ટ્રેસ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાઇ ગયો છે.
ઉર્વશી એક સુંદર બ્લેક બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી, પરંતુ જ્યારે તે પોતાનો ડ્રેસ એડજસ્ટ કરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી. તેનો ડ્રેસ ખભાથી નીચે સરકી ગયો.
ઉર્વશીએ બ્લેક ડ્રેસ સાથે ગોલ્ડન ફ્રેમવાળા ચશ્મા અને હાઈ હીલ્સ પહેરી હતી. જણાવી દઇએ કે ઉર્વશી આ દિવસોમાં ઋષભ પંતને કારણે ચર્ચામાં છે, જે એક ભયાનક કાર એક્સિડેન્ટમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો.
ઉર્વશીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શેર કર્યો અને તેના માટે 'પ્રાર્થના' કરવાની ઈચ્છા વ્યક્ત કરી, જેના પછી નેટીઝન્સ તેને ટ્રોલ કરવા લાગ્યા.
ઉર્વશી મોટાભાગની એક્ટ્રેસીસની જેમ સોશિયલ મીડિયા પર સમય પસાર કરવાનું પસંદ કરે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 6 કરોડથી વધુ લોકો ફોલો કરે છે. તેણે બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં 'ભાગ જોની', 'સિંઘ સાહબ ધ ગ્રેટ' અને 'હેટ સ્ટોરી 4' સામેલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર