Home /News /entertainment /Rishabh Pant: ઉર્વશી રૌતેલાના મમ્મી પણ આવ્યા મેદાનમાં, સંબંધ અને અકસ્માતને લઈને કરી દીધી મોટી વાત
Rishabh Pant: ઉર્વશી રૌતેલાના મમ્મી પણ આવ્યા મેદાનમાં, સંબંધ અને અકસ્માતને લઈને કરી દીધી મોટી વાત
urvashi rautela mother
Urvashi Rautela ની મમ્મી મીરા રૌતેલાએ હાલમાં જ અકસ્માતમાં ઘાયલ થયેલા ઋષભ પંતને લઈને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેના માટે કેટલાક યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.
Meera Rautela On Rishabh Pant: એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ઘણીવાર ક્રિકેટર રિષભ પંત માટે ટ્રોલ થાય છે. તેના અને ક્રિકેટર ઋષભ પંત વચ્ચે રિલેશનશીપ હોવાનું માનવમાં આવતું હતું. જો કે, આ વખતે અભિનેત્રીની માતા મીરા રૌતેલા ટ્રોલ થઈ છે, હવે તમે વિચારતા હશો કે હવે ફરીથી શું થયું? તો તમને જણાવી દઈએ કે મીરા રૌતેલાએ હાલમાં જ અકસ્માતમાં ઘાયલ થયેલા ઋષભ પંતને લઈને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેના માટે કેટલાક યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. ઋષભ પંતનો થોડા દિવસ પહેલા અકસ્માત થયો હતો જેમાં તે માંડ માંડ બચી ગયો હતો, હાલમાં ક્રિકેટર દેહરાદૂનની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મીરા રૌતેલાએ ઇન્સ્ટા પર શું લખ્યું?
ઉર્વશી અને ઋષભ પંતનું રિલેશન હોવાની અફવા અને ઉર્વશી દ્વારા મૂકવામાં આવતી પોસ્ટના કારણે ઘણી વખત તેને ટ્રોલ કવરમાં આવતી હોય છે. મીરાની આ પોસ્ટ વિશે વાત કરીએ જે તેમણે ખાસ ઋષભ માટે લખી છે. મીરાએ આ પોસ્ટમાં લખ્યું છે કે, 'એક તરફ સોશિયલ મીડિયાની અફવા અને બીજી તરફ સ્વસ્થ રહીને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્તરાખંડનું નામ રોશન કરવું. સિદ્ધબલીબાબા તમારા પર વિશેષ આશીર્વાદ વરસાવે. તમે બધા પણ પ્રાર્થના કરો'.
મીરાએ આ પોસ્ટ કરતાની સાથે જ ઘણા યુઝર્સે કમેન્ટ કરી અને તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું, એક યુઝરે લખ્યું- 'હવે મમ્મી પોતે ફિલ્ડમાં આવી ગઈ છે, રિષભ અને ઉર્વશીના રિલેશનમાં'. તો આ મુદ્દે અન્ય એક યુઝરે લખ્યું છે કે, 'સાસુ-વહુની પ્રાર્થના હંમેશા કામ આવે છે' અને કેટલાક લોકોએ એક ડગલું આગળ વધીને લખ્યું છે કે, 'જમાઈ સાજા થઈ જશે, ટેન્શન ન લો'.
ઉર્વશી અને ઋષભ પંતનું રિલેશન હોવાની અફવા અને ઉર્વશી દ્વારા મૂકવામાં આવતી પોસ્ટના કારણે ઘણી વખત તેને ટ્રોલ કવરમાં આવતી હોય છે. ક્રિકેટર ઋષભ પંતના કારણે ઉર્વશી પણ સોશિયલ મીડિયા પર ઘણી વખત ટ્રોલ થાય છે. તાજેતરમાં, જ્યારે ઋષભનો અકસ્માત થયો, તે પછી પણ, અભિનેત્રીએ કેપ્શન સાથે એક પોસ્ટ પોસ્ટ કરી - 'પ્રાર્થના કરી રહી છું', જેના પછી અભિનેત્રીને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર