Home /News /entertainment /Urvashi Rautela: 'મૃત્યુ પહેલા પણ એક મૃત્યુ હોય છે', ઉર્વશી રાઉતેલાની ઈમોશનલ પોસ્ટ વાયરલ

Urvashi Rautela: 'મૃત્યુ પહેલા પણ એક મૃત્યુ હોય છે', ઉર્વશી રાઉતેલાની ઈમોશનલ પોસ્ટ વાયરલ

ઉર્વશીની પોસ્ટ વાયરલ

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા (Urvashi Rautela) સતત ચર્ચામાં છે. અભિનેત્રી પોતાના કામની સાથે ક્રિકેટર રિષભ પંતને લઈને પણ ચર્ચામાં રહે છે. આ જ કારણ છે કે હંમેશાં તેણે ટ્રોલિંગનો પણ સામનો કરવો પડે છે.

    બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા (Urvashi Rautela) સતત ચર્ચામાં છે. અભિનેત્રી પોતાના કામની સાથે ક્રિકેટર રિષભ પંતને લઈને પણ ચર્ચામાં રહે છે. આ જ કારણ છે કે હંમેશાં તેણે ટ્રોલિંગનો પણ સામનો કરવો પડે છે. થોડા દિવસ પહેલા પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ સાથે પોતાનો એડિટેડ વીડિયોને લઈને પણ ઉર્વશી નેટિઝન્સના નિશાના પર હતી અને હવે તે પોતાની લેટેસ્ટ પોસ્ટના કારણે ચર્ચામાં આવી ગઈ છે. ઉર્વશીની આ પોસ્ટ જોયા પછી ફેન્સ તેને લઈને ચિંતિત છે તો બીજી તરફ કેટલાક યુઝર્સે તેની મજાક ઉડાવી છે. ઘણા લોકોને આ પોસ્ટ જોઈ ફરીથી રિષભ પંતની યાદ આવી ગઈ છે.

    આ પણ વાંચોઃ- રિષભ પંત સાથે પેચઅપ કરવા માગે છે ઉર્વશી રાઉતેલા? હાથ જોડીને ક્રિકેટરની માફી માગી

    ઉર્વશી રાઉતેલાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ફોટો શેર કર્યો છે. હંમેશાં ગ્લેમરસ લુકમાં દેખાતી ઉર્વશી આ ફોટોમાં સાડી પહેરેલી જોવા મળી રહી છે. તેનો આ લુક તેના અપકમિંગ પ્રોજેકટનો હોય તેવું લાગી રહ્યું છે. ફોટો સ્પષ્ટ નથી દેખાતો, પરંતુ તેના ગળામાં મંગળસૂત્ર અને સિંદુર, ખુલ્લાવાળ અને ઉદાસી જોવા મળી રહી છે. ઉર્વશીનો ફોટો લોકોને પસંદ આવી રહ્યો છે.




    પોતાનો આ ફોટો શેર કરતા ઉર્વશી રાઉતેલાએ કેપ્શનમાં લખ્યું-‘મોત સે પહેલે ભી એક ઔર મોત હોતી હૈ દેખો જરા અપની મોહબ્બત સે દૂર હોકર’ ઉર્વશીની તસવીરનું કેપ્શન વાંચ્યા પછી જ્યાં એક્ટ્રેસના કેટલાક ફેન્સ તેની હાલત પૂછી રહ્યા છે તો કેટલાકને એક વખત ફરીથી રિષભ પંત યાદ આવી ગયો છે. યુઝર્સનું પૂછવું છે કે શું તેણે આ પોસ્ટ રિષભ પંતની યાદમાં શેર કરી છે.

    થોડા દિવસ પહેલા ઉર્વશી પોતાની એક રોમેન્ટિક રીલના કારણે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી હતી જેમાં તેની સાથે પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ જોવા મળ્યો હતો. વીડિયોમાં ઉર્વશી ક્રિકેટ મેચ જોતી જોવા મળી, તેણે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં આ વીડિયો શેર કર્યો હતો, જેને પછી ડિલિટ કરી દીધો. આ વીડિયોને શેર કરી ઉર્વશી ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ. ઘણા યુઝર્સે તેના પર નિશાન સાધ્યું હતું.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Entertainemt News, Instagram, Urvashi Rautela

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन