કારમાંથી ઉતરતા જ ઉર્વશી રૌતેલાનો iPhone 13 પડી ગયો, અભિનેત્રીને પડ્યો ધ્રાસ્કો

ઉર્વશી રૌતેલા સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. (ફોટો-Instagram @urvashirautela)

તાજેતરમાં ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)ના હાથમાંથી એનો આઈફોન 13 પડી ગયો, જેને ઉપાડ્યા બાદ તેણે પેપરાઝીને જે રિએક્શન આપ્યું એ હવે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

 • Share this:
  બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) સોશ્યલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. પોતાની સ્ટાઈલ અને સુંદરતાથી તે લોકોને દીવાના બનાવી નાખે છે. અવારનવાર તે ગોર્જિયસ લુક્સ અને મોંઘા આઉટફિટને કારણે સમાચારોમાં છવાયેલી રહે છે, પણ તાજેતરમાં તે પોતાના ફોનને લીધે ચર્ચામાં છે. ઉર્વશીનું મોટું નુકસાન થઈ ગયું છે. તાજેતરમાં એક્ટ્રેસના હાથમાંથી એનો આઈફોન 13 પડી ગયો, જેને ઉપાડ્યા બાદ તેણે પેપરાઝીને જે રિએક્શન આપ્યું એ હવે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

  ઉર્વશી રૌતેલાની ફેન ફોલોઈંગ ઘણી છે અને આ જ કારણ છે કે લોકો તેના વિશે જાણવા માટે ઉત્સુક હોય છે. હાલમાં એક્ટ્રેસ જ્યારે પોતાની ગાડીમાંથી ઉતરી તો તેનો નવો આઈફોન (iPhone 13) રસ્તા પર પડી જાય છે. ફોન નીચે પડતાં જ એક્ટ્રેસના ફેશ્યલ એક્સપ્રેશન બદલાઈ જાય છે.

  આ પણ વાંચો: વ્હાઈટ આઉટફિટ અને હાઈ હીલ્સમાં શોભતી સુષ્મિતા સેનને જોતાં રહી જશો, જુઓ PHOTOS

  આ વિડીયોને વિરલ ભાયાણીએ શેર કર્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે જેવો એક્ટ્રેસનો ફોન પડે છે તેને ધ્રાસકો પડી જાય છે. રસ્તા પર પડેલા પોતાના ફોનને તે તરત ઉઠાવે છે અને પછી ફોન જુએ છે, તો તેના ચહેરાનો રંગ ઉડી જાય છે. ત્યાં ઊભા ફોટોગ્રાફર પણ કહે છે કે ‘અરે.. મેડમનો આઈફોન 13 પ્રો પડી ગયો.’ જોકે, ફોન ઉપાડ્યા બાદ તે કેમેરામેનને ઇગ્નોર કરીને આગળ વધી જાય છે.


  તમને જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલા વાસ્તવમાં એક પૂર્ણ ફેશનિસ્ટા છે. એક્ટ્રેસ દરેક લુકને ગ્રેસ કરી શકે છે. એ ચાહે કેઝ્યુઅલ હોય, ડિઝાઈનર હોય કે પછી એરપોર્ટ લુક. તાજેતરમાં તે જાણીતાં ડિઝાઈનર માઈકલ સિન્કો માટે રેમ્પ વોક કરતી વખતે બહુ સુંદર લગતી હતી. એક્ટ્રેસે પોતાના સોશ્યલ મીડિયા પર ડિઝાઈનર સાથે રેમ્પ વોકનો ફોટો શેર કર્યો હતો. ઉર્વશી રૌતેલાએ એક વિશાળ બોલગાઉન ડ્રેસ પહેર્યો હતો. તેના આ ડ્રેસની કિંમત 40 લાખ રૂપિયા છે. અગાઉ પણ ઉર્વશીએ મોંઘા બોડીકોન ડ્રેસમાં પોતાનો જલવો દેખાડીને ઇવેન્ટની શોભામાં વધારો કર્યો હતો. તે પોતાની ફિટનેસ માટે પણ ચર્ચામાં રહે છે. તેના વર્કઆઉટ વિડિયોઝ એટલા જ વાયરલ થાય છે.

  વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
  Published by:Nirali Dave
  First published: