Home /News /entertainment /

ઉર્વશી રૌતેલાએ મિસ યૂનિવર્સ 2021 જજ કરવા માટે ચાર્જ કરી હતી અધધ... રકમ

ઉર્વશી રૌતેલાએ મિસ યૂનિવર્સ 2021 જજ કરવા માટે ચાર્જ કરી હતી અધધ... રકમ

મિસ યુનિવર્સ 2021ની જજ બની ઉર્વશી રૌતેલાએ બનાવ્યો રેકોર્ડ

ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) એ નાની ઉંમરે જ 'યંગેસ્ટ મોસ્ટ બ્યુટિફુલ વુમન' (Youngest Most Beautiful Women) બનીને પોતાના જેવી લાખો છોકરીઓને મોટા સપના જોવાની પ્રેરણા આપી છે. ઉર્વશી રૌતેલાને 'મિસ યુનિવર્સ 2021' જજ કરવા માટે મોટી રકમ ચૂકવવામાં આવી હતી

વધુ જુઓ ...
  હરિદ્વારમાં જન્મેલી મૉડલ અને અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) એ નાની ઉંમરે જ 'યંગેસ્ટ મોસ્ટ બ્યુટિફુલ વુમન' (Youngest Most Beautiful Women) બનીને પોતાના જેવી લાખો છોકરીઓને મોટા સપના જોવાની પ્રેરણા આપી છે. ઉર્વશીને 15 વર્ષની નાની ઉંમરે વિલ્સ લાઈફસ્ટાઈલ ઈન્ડિયા ફેશન વીકમાં પહેલો બ્રેક મળ્યો હતો. તેણે 2013માં ફિલ્મ 'સિંઘ સાબ ધ ગ્રેટ'થી બોલિવૂડમાં પણ એન્ટ્રી કરી. જણાવી દઈએ કે તેને હની સિંહના મ્યુઝિક વીડિયો 'લવ ડોઝ'થી લોકપ્રિયતા મળી હતી.

  ઉર્વશીએ 'મિસ યુનિવર્સ'ના સૌથી નાની વયની જજ બનવાનો રેકોર્ડ બનાવ્યો

  ફિલ્મો સિવાય ઉર્વશી રૌતેલા ઘણીવાર પોતાની તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ ઉર્વશી ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ ઉર્વશીએ 'મિસ યુનિવર્સ'ના ઈતિહાસમાં સૌથી નાની વયની જજ બનવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ઇઝરાયેલમાં 'મિસ યુનિવર્સ 2021' સ્પર્ધાને જજ કરી હતી, જ્યાં ભારતે 21 વર્ષ પછી ખિતાબ જીત્યો હતો.

  ઉર્વશી રૌતેલાને 'મિસ યુનિવર્સ 2021' જજ કરવા માટે મોટી રકમ ચૂકવવામાં આવી

  મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઉર્વશી રૌતેલાને 'મિસ યુનિવર્સ 2021' જજ કરવા માટે મોટી રકમ ચૂકવવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ઉર્વશીએ આ ઈવેન્ટ માટે 1.2 મિલિયન ડોલર એટલે કે 8 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. જ્યારે ઉર્વશી આ બ્યૂટી પેજેંટને જજ કરવા ગઈ હતી ત્યારે તેણે ઈઝરાયલના પૂર્વ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને 'ભગવદ ગીતા'ની કોપી પણ આપી હતી. આ જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

  ભારત પરત ફરતા એરપોર્ટ પર તેનું ભવ્ય સ્વાગત કરાયું

  તાજેતરમાં જ ઉર્વશી રૌતેલા 'મિસ યુનિવર્સ 2021' સ્પર્ધાને જજ કરીને ભારત પરત ફરી છે. તે એરપોર્ટ પર 'પોર્ટિયા એન્ડ સ્કારલેટ'ના બેબી પિંક ડ્રેસમાં સ્પોટ થઈ હતી. જણાવી દઈએ કે આ ડ્રેસની કિંમત લગભગ 5 લાખ રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉર્વશીએ તેના કોલ્ડ શોલ્ડર ક્રોપ ટોપ અને મીની સ્કર્ટ ડ્રેસને ડાયમંડ ઇયરિંગ્સ અને બ્રેસલેટ સાથે પેયરઅપ કર્યા હતા. ભારત પરત ફરતા એરપોર્ટ પર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

  ઉર્વશીને અનેક કારણોસર ટ્રોલ કરવામાં આવી છે

  જો કે પછીથી ઉર્વશીને અનેક કારણોસર ટ્રોલ કરવામાં આવી હતી. કેટલાક લોકો એ વાતથી નારાજ છે કે ઉર્વશી કોઈ બ્યૂટી પેજેન્ટની વિનર નથી, તો શા માટે તેને રોયલ્ટી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. જ્યાં કેટલાક લોકોએ આને પી.આર બતાવ્યો. કેટલાક યુઝર્સે એરપોર્ટ લુક માટે તેના આઉટફિટ ચોઈસ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

  ઉર્વશી રૌતેલા પોતાના મોંઘા સ્ટાઈલ સ્ટેટમેન્ટને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. નવેમ્બર 2021માં ઉર્વશીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે 'ફિલ્મફેર રેડ કાર્પેટ ઇવેન્ટ' માટે સિલ્વર અને બ્લુ બોડીકોન ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. ઉર્વશીએ તેના બેકલેસ ડ્રેસને ખૂબસુરતીથી ફ્લોન્ટ કર્યો હતો. તેણે પોતાના વાળ પોનીટેલમાં બાંધ્યા હતા. સાથે જ ડાયમંડ ઈયરરિંગ, બ્રેસલેટ અને વીંટી સાથે પોતાનો લૂક કમ્પ્લિટ કર્યો હતો.

  આ પણ વાંચોઅંદરની વાત! રણવીર સિંહ માટે ફિલ્મ '83'ના મેકર્સે પાણીની જેમ ખર્ચ્યા પૈસા, આટલા કરોડ આપ્યા

  ઉર્વશીના આ ડ્રેસની કિંમત તમને આશ્ચર્યમાં મકવા માટે પૂરતી છે. માઇકલ સેનો દ્વારા ડિઝાઇન કરાયેલ આ ડ્રેસની કિંમત રૂ. 60 લાખ છે. આ ડ્રેસની ખાસ વાત એ છે કે ડ્રેસ ચારેબાજુથી જટીલ સ્વારોવસ્કી ક્રિસ્ટલ્સથી ભરેલો છે. ડ્રેસ સાથે મેચિંગ બૂટ પર પણ સ્વારોવસ્કી ક્રિસ્ટલ વર્ક કરવામાં આવ્યું છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bollywood Latest News, Miss Universe 2021, Urvashi Rautela

  આગામી સમાચાર