Home /News /entertainment /Video: રિષભ પંતનું નામ સાંભળતા જ ધુંઆપુંઆ થઇ ગઇ ઉર્વશી રૌતેલા, ગુસ્સામાં આવીને ન બોલવાનું બોલી ગઇ

Video: રિષભ પંતનું નામ સાંભળતા જ ધુંઆપુંઆ થઇ ગઇ ઉર્વશી રૌતેલા, ગુસ્સામાં આવીને ન બોલવાનું બોલી ગઇ

ઉર્વશી રૌતેલાનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ઇન્ટરનેટ પર ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)નો એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહી છે.

મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) પ્રોફેશનલ લાઈફ સિવાય પોતાની પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. આ એક્ટ્રેસનું નામ ક્રિકેટર રિષભ પંત (Rishabh Pant) સાથે જોડવામાં આવે છે. તે તેના લવ-હેટ રિલેશનશિપ માટે ચર્ચામાં રહે છે.

જ્યારે પણ એક્ટ્રેસ તેના સોશિયલ મીડિયા પર કંઈક પોસ્ટ કરે છે, નેટીઝન્સ તરત જ તેને રિષભ પંત સાથે જોડવા લાગે છે. ઈન્ટરવ્યુમાં ઉર્વશીને વારંવાર ક્રિકેટર વિશે પ્રશ્નો પૂછવામાં આવે છે. જો કે હવે આ બધી બાબતોને લઈને એક્ટ્રેસનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.

આ પણ વાંચો:  શ્વેતા તિવારીએ સાડીમાં બતાવ્યો અત્યાર સુધીનો સૌથી ખૂબસૂરત અવતાર, રૂપ રૂપના અંબાર પર અટકી જશે નજર

ઉર્વશી રૌતેલાનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં એક્ટ્રેસ ભયંકર ગુસ્સામાં જોઈ શકાય છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને ઈન્સ્ટન્ટ બોલિવૂડે શનિવારે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયોની શરૂઆતમાં પ્રેસ રિપોર્ટર ઉર્વશી રૌતેલા ક્રિકેટર રિષભ પંત વિશે સવાલ પૂછતી જોવા મળે છે. જો કે, આ વખતે એક્ટ્રેસે આ સવાલો પર એવું રિએક્શન આપ્યું, જેના વિશે કોઈએ વિચાર્યું પણ નહીં હોય.



એક્ટ્રેસે શું કહ્યું?


હકીકતમાં, દરેક સવાલનો ખૂબ જ બિંદાસ જવાબ આપનારી એક્ટ્રેસ આ વખતે થોડી નારાજ દેખાઈ. વીડિયોમાં જોઈ શકાય છે કે રિપોર્ટર ઉર્વશી સાથે પંત વિશે વાત કરવાનો પ્રયાસ કરે છે, એક્ટ્રેસ ગુસ્સે થઈ જાય છે. ઉર્વશી બૂમો પાડતા કહે છે, 'તમને શું જોઈએ છે તે જણાવો જરાં... તને માત્ર ટીઆરપી જોઈએ છે, માત્ર ટીઆરપી જોઈએ છે પણ હું એવું થવા નહીં દઉં.'

આ પણ વાંચો:  'તેણે મારી ગરદનને જીભ વડે ચાંટી અને લોકો...' પોતાની સાથે થયેલી ગંદી હરકત પર એક્ટ્રેસનો ગુસ્સો ફાટ્યો

અહીં, ઉર્વશીનો આ જવાબ સાંભળ્યા પછી, જ્યાં ફેન્સ તેના આ અંદાજની પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે કેટલાક લોકોએ આ માટે એક્ટ્રેસ પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું છે. આ કડીમાં વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'હવે ઉર્વશીજી સમજદાર બની ગઈ છે, તે સમજી ગઈ છે કે તેણે પંત વિશે ક્યારે અને ક્યાં બોલવાનું છે.' બીજાએ લખ્યું, 'સાચો જવાબ, આ વસ્તુઓને આ જ રીતે હેન્ડલ કરી શકાય છે.' તો એક યુઝરે લખ્યું કે, 'પહેલા તેણે પોતે બૂમો પાડીને રિષભ ભાઈનું નામ લીધું, હવે જ્યારે સવાલો પૂછાઈ રહ્યા છે તો ગુસ્સો કેમ આવી રહ્યો છે?'


શું છે સમગ્ર મામલો?


ખરેખર, એવું કહેવાય છે કે એક સમયે ઉર્વશી રૌતેલા અને રિષભ પંત રિલેશનશિપમાં હતા. આ રિલેશન લાંબો સમય ટકી શક્યો નહીં અને હવે રિષભ જીવનમાં આગળ વધી ગયો છે. જોકે, ઉર્વશી હજુ પણ તેની સાથે રહેવા માંગે છે. ભૂતકાળમાં ક્રિકેટરના એક્સિડેંટ દરમિયાન ઉર્વશી રૌતેલા ઘણી ચર્ચામાં આવી હતી. એક્ટ્રેસ મુંબઈમાં એડમિટ રિષભ પંતની હોસ્પિટલની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતી હતી અને કેટલીકવાર તે તેની સલામતી માટે પ્રાર્થના કરતી પણ જોવા મળતી હતી.
First published:

Tags: Bollywood Gossip, Rishabh pant, Urvashi Rautela, Urvashi Rautela Instagram

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો