ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) નું નામ એક સમયે ભારતીય ક્રિકેટર ઋષભ પંત (Rishab Pant) સાથે જોડાયું હતું. 2018 માં, ઉર્વશી અને ઋષભ પંત ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. જે બાદ બંનેના અફેરની ચર્ચા શરૂ થઈ હતી
મુંબઈ : ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) બોલીવુડની તે અભિનેત્રીઓમાંની એક છે જે પોતાની ફિલ્મો અને કામની સાથે સાથે પોતાની ગ્લેમરસ સ્ટાઈલ અને અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. આટલું જ નહીં ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ટ્રોલ (Urvashi Rautela Troll) નો જવાબ આપવા માટે પણ જાણીતી છે. જ્યારે પણ તેણીને તેના કપડા, કામ અથવા અંગત જીવન વિશે ટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, ત્યારે ઉર્વશી તેની ચીકી શૈલીમાં જવાબ આપવાથી ક્યારેય ડરતી નથી. ફરી એકવાર તે આવું જ કરતી જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઉર્વશી રૌતેલાનું નામ એક સમયે ભારતીય ક્રિકેટર ઋષભ પંત સાથે જોડાયું હતું. 2018 માં, ઉર્વશી અને ઋષભ પંત (Rishab Pant) ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. જે બાદ બંનેના અફેરની ચર્ચા શરૂ થઈ હતી. પરંતુ, પછી એવા અહેવાલો આવ્યા હતા કે, બંનેએ એકબીજાને માત્ર સોશિયલ મીડિયા પર જ નહીં પરંતુ વોટ્સએપ પર પણ બ્લોક કરી દીધા છે. અભિનેત્રીના પ્રવક્તાએ કહ્યું હતું કે, બંનેએ એકબીજાને બ્લોક કરી દીધા છે.
હવે, તેની નવી પોસ્ટમાં, ઉર્વશી રૌતેલાએ એક ટ્રોલને યોગ્ય જવાબ આપ્યો જ્યારે તેનું નામ વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંત સાથે જોડાયું. અભિનેત્રીએ તેની પોસ્ટમાં કહ્યું કે, તે પંતનો એક જ અર્થ જાણે છે અને તે અંગ્રેજીમાં પંત છે. ઉર્વશીની આ પોસ્ટ હવે ચર્ચાનો વિષય બની ગઈ છે.
વાસ્તવમાં, એક યુઝરે ઉર્વશીને પૂછ્યું કે, શું તેણીએ ગત સપ્તાહની ત્રીજી અને અંતિમ ટેસ્ટ દરમિયાન દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટમાં ઋષભ પંતને બેટિંગ કરતા જોયો છે. યુઝરે લખ્યું- 'પંતના 100 જોયા કે નહીં.' તેના જવાબમાં ઉર્વશી કહે છે- 'ઓહ! આપકા મતલબ હૈ (પેન્ટ કા ઇમોજી) પેન્ટ, હા મેને દેખા, સભી યે પહેનતે હૈ.’ યુઝરને અભિનેત્રીનો આ જવાબ હવે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.
ઘણા યુઝર્સ તેની ટ્રોલિંગને પસંદ કરી રહ્યા છે અને ટ્રોલને યોગ્ય જવાબ આપી રહ્યા છે. અગાઉ, પિંકવિલાના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ઉર્વશી રૌતેલાના પ્રવક્તાએ માહિતી આપી છે કે, બંને (Urvashi Rautela Rishab Pant) એ એકબીજાને વ્હોટ્સએપ પર બ્લોક કરી દીધા છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, અભિનેત્રી સતત પંતનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તે તેનો જવાબ આપી રહ્યો ન હતો, ત્યારબાદ અભિનેત્રીએ તેને બ્લોક પણ કરી દીધો હતો.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર