મુંબઈઃ આજકાલ સોશિયલ મીડિયા પર ઉર્વશી રૌતેલાની કંઈક વધારે પડતી જ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ઘૂમતા-ફરતા એક્ટ્રેસ વિશે કંઈકને કંઈક વાંચવા કે જોવા મળી જ જાય છે. પાછલા થોડા દિવસથી તેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. તે વીડિયોમાં વારંવાર I Love You કહી રહી છે. હવે ઉર્વશીએ આ વાયરલ વીડિયોના સત્ય વિશે જણાવ્યુ છે. ચાલો જાણીએ ઉર્વશીએ આઈ લવ યૂ પોસ્ટ પર ઉર્વશીનું શું કહી રહી છે.
જાણો શું છે વાઈરલ વીડિયોનું સત્ય?
ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર પહેલાથી વધારે એક્ટિવ જોવા મળી રહી છે. વાસ્તવમાં તે તેના ઈન્સ્ટાગ્રામ પર કંઈકને કંઈક પોસ્ટ કર્યા રાખે છે. હાલમાં જ તેણે એક પ્રેમભર્યો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે વારંવાર કોઈકને 'એક વાર આઈ લવ યૂ કહી દો. એકવારન આઈ લવ યૂ કહી દો પ્લીઝ' કહેતી જોવા મળી રહી છે. ઉર્વશીએ જેવો વીડિયો પોસ્ટ કર્યો તુરંત જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.
હવે વીડિયો વિશે સ્પષ્ટતા કરતાં ઉર્વશીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યુ, 'હાલ મારો આઈ લવ યૂ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે આ વીડિયો ફક્ત એક્ટિંગના હેતુસર બનાવવામાં આવ્યો હતો. આ એત ડાયલોગ સીન માટે ડિરેક્ટ કરવામાં આવ્યો હતો, ના તો આ કોઈ સ્પેશ્યલ વ્યક્તિ માટે હતો અને ના કોઈ વીડિયો કોલનો ભાગ છે.'
ઋષભ પંત સાથે કરાયું કનેક્ટ
ઘણાં સમયથી ઋષભ પંત અને ઉર્વશી રૌતેલાના રિલેશનશીપની ચર્ચા થઈ રહી છે. તેથી ઉર્વશી ઈન્સ્ટાગ્રા પર જે પણ પોસ્ટ કરે છે, તેને ઋષભ પંત સાથે જોડીને જોવામાં આવે છે. આઈ લવ યૂ વીડિયોની સાથે પણ આવું જ કંઈક થયું. પણ હવે ઉર્વશીએ સ્પષ્ટ કરી દીધું છે કે આ વીડિયો ફક્ત એક ડાયલોગ છે. એક્ટ્રેસના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હાલ ઓસ્ટ્રેલિયામાં છે.
રિપોર્ટ્સ અનુસાર ઉર્વશી, ઓસ્ટ્રેલિયા ટીમ ઈન્ડિયાને ચિયર કરવા ગઈ છે. ત્યારે ઘણા રિપોર્ટ્સમાં કહેવામાં આનીા રહ્યુ છે કે ઉર્વશી કોઈ પ્રોજેક્ટ માટે ઓસ્ટ્રેલિયા ગઈ છે. હવે ઉર્વશી ત્યાં કેમ અને કયા કામ માટે ગઈ છે તે જલ્દી જ જાણ થઈ જશે.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર