Home /News /entertainment /ઉર્વશી રૌતેલાને સ્ટેડિયમમાં શોધતા રહ્યાં ફેન્સ અને એક્ટ્રેસ આવી ગઇ ભારત, રિષભ પંત માટે કરી સ્પેશિયલ પોસ્ટ
ઉર્વશી રૌતેલાને સ્ટેડિયમમાં શોધતા રહ્યાં ફેન્સ અને એક્ટ્રેસ આવી ગઇ ભારત, રિષભ પંત માટે કરી સ્પેશિયલ પોસ્ટ
ઉર્વશી રૌતેલા ઓસ્ટ્રેલિયાથી ભારત આવી ગઇ (ફોટો: urvashirautela/Instagram)
ઉર્વશી રૌતેલા ક્રિકેટર ઋષભ પંતને લઈને ઘણી ચર્ચામાં છે. એક્ટ્રેસ T20 વર્લ્ડ કપની મેચ જોવા ઓસ્ટ્રેલિયા પહોંચી હતી અને ત્યાંથી પરત ફરવા માંગતી ન હતી પરંતુ હવે તે ભારત પરત ફરી છે.
બોલીવુડની હોટ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા આજકાલ ક્રિકેટર ઋષભ પંતના કારણે ઘણી ચર્ચામાં છે. એક્ટ્રેસનો ક્રિકેટ પ્રેમ પણ રિષભ સાથે જોડીને જોવામાં આવે છે. જોકે, ઋષભ કે ઉર્વશીએ ક્યારેય એકબીજા વિશે કશું કહ્યું નથી. ઓસ્ટ્રેલિયાથી પરત ફરતી વખતે જ્યારે ઉર્વશીએ પોતાના દિલની વાત કરી ત્યારે નેટીઝન્સ તેને ફરી એકવાર ક્રિકેટર સાથે જોડીને જોઈ રહ્યા છે.
મેલબોર્નમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી. દેશવાસીઓએ આ ઐતિહાસિક જીતની જોરશોરથી ઉજવણી કરી હતી.
સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયાની ચર્ચા હતી, પરંતુ એક વ્યક્તિ એવી હતી જે ક્રિકેટ ફેન ન હોવા છતાં સમાચારમાં હતી, તે હતી એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા. ઉર્વશી મેચ દરમિયાન ચર્ચામાં હતી પરંતુ હવે તે ફરી એકવાર ચર્ચામાં છે.
હકીકતમાં ઉર્વશી રૌતેલા ભારત-પાકિસ્તાન મેચ ખતમ થયા બાદ ઓસ્ટ્રેલિયાથી પરત ફરી છે. ફ્લાઇટમાંથી પરત ફરતી વખતે, એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર તેની બે સુંદર તસવીરો શેર કરી અને કેપ્શનમાં લખ્યું કે 'જવાની વાતથી મારુ દિલ તૂટી રહ્યું છે....' પરંતુ મૂન ઓન કરવાનો સમય છે'. ઉર્વશી રૌતેલાની આ પોસ્ટ પર લખેલા કેપ્શને નેટીઝન્સને ફરીથી તેને રિષભ સાથે જોડીને જોવાની તક આપી છે.
આરપી ભાઈ રમતા નથી એટલે પાછી ફરી
ઉર્વશીની પોસ્ટ પર, સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે 'ભારત પાછી આવી ગઇ કારણ કે આરપી ભાઈ મેચ નથી રમી રહ્યા'. એકે લખ્યું હતું કે 'આખો દેશ તમને સ્ટેડિયમમાં શોધી રહ્યો હતો અને તમે અહીં છો'.
તે જ સમયે, એકે લખ્યું, 'હવે કોની યાદ આવી રહી છે?' જણાવી દઈએ કે રવિવારે પાકિસ્તાન સામેની મેચમાં ઋષભ પંત રમ્યો ન હતો, તેથી જ નેટીઝન્સ ઓસ્ટ્રેલિયાથી ઉર્વશીની વાપસી પર સવાલ ઉઠાવી રહ્યા છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર