Home /News /entertainment /

20 વર્ષ બાદ નવા અંદાજમાં આવશે 'છમ્મા છમ્મા', આ ચહેરાને મળ્યું સ્થાન

20 વર્ષ બાદ નવા અંદાજમાં આવશે 'છમ્મા છમ્મા', આ ચહેરાને મળ્યું સ્થાન

આ એક્ટ્રેસ લેશે ઉર્મિલા માતોડકરની જગ્યા

'ફ્રોડ સઇયાં' માટે આ સોંગનું નિર્માણ, તનિષ્ક બાગચી કરી રહ્યાં છે.

    જૂના સોંગને  નવા અંદાજમાં રજૂ કરવાના ટ્રેન્ડે સતત જોર પકડ્યું છે . લગભગ ચારમાંથી કોઇ એક ફિલ્મ એવી હોય છે કે જેમા જૂના સોંગને નવા અંદાજમાં રજૂ કરવામાં આવે છે. આ જ કડીમાં હવે ઉર્મિલા માતોડકરના એક સોંગ સાથે એક્સપરિમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ઉર્મિલાનું હિટ સોંગ 'છમ્મા છમ્મા'ને રીક્રેએટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

    1998માં આવી ફિલ્મ "ચાઇના ગેટ" ના આ ગીતનું નિર્દેશન અરશદ વારસીની ફિલ્મ 'ફ્રોડ સઇયાં' માટે તૈયાર કરવામાં આવશે. આ વખતે, આ ગીતમાં, ઉર્મિલા માતોડકરની જગ્યાએ એલી અવરામ નજર આવશે. એલી માટે આ ટાસ્ક ખૂબ જ મુશ્કેલ હશે. કારણકે આ ગીતમાં ઉર્મિલાએ કમાલનું કામ કર્યુ હતુ, ખાસ કરીને 90ના દશકાના મોટા દર્શકો અને ઉર્મિલા ફેન્સ માટે આ ગીત સાથે ખૂબ જ યાદો જોડાયેલી છે.



    'ફ્રોડ સઇયાં' માટે, આ ગીતનું કંપોઝ તનિષ્ક બાગચીને આપવામાં આવ્યું છે. ત્યા, રોમી, અરુણ અને નેહા કક્કડ આ ગીતને ગાઇ રહ્યાં છે. સાથે જ રૈપનો તડકો પણ લગાવવામાં આવશે. તેની જવાબદારી રૈપર ઇક્કા પર છે. ગીતની કોરિયોગ્રાફી આદિલ શેખ કરશે, ગીતનું શૂટિંગ પણ જલ્દી જ શરુ થઇ રહ્યું છે.

    આ ગીતને લઇને એક્સાઇટેડ એલીએ કહ્યું, કે "મને આ ગીત ખૂબ જ પસંદ છે અને ખાસ તોર પર ઉર્મિલા માતોડકર. જ્યારે મે આ ગીત માટે અપ્રોચ કર્યું ત્યારે હું સાતમાં આસમાન પર હતી. આ એક એપિક નંબર છે અને મને આશા છે કે હું ન્યાય મેળવી શકીશ.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Ali avram, Arun, Chamma chamma, ENT, Neha Kakkad, Recreated song, Romi, Urmila matondkars, અભિનેત્રી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन