ચૂંટણી મેદાનમાં ઉતરતા જ ઉર્મિલા માતોડકરનું બદલાયું રૂપ, ઓટો ડ્રાઇવર બનીને માંગ્યા વોટ

News18 Gujarati
Updated: April 1, 2019, 10:31 AM IST
ચૂંટણી મેદાનમાં ઉતરતા જ ઉર્મિલા માતોડકરનું બદલાયું રૂપ, ઓટો ડ્રાઇવર બનીને માંગ્યા વોટ
ઉર્મિલા પહેલાં વર્ષ 2001માં કોંગ્રેસની ટિકિટ પર આ સીટથી ગોવિંદા ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતાં તેમણે ભાજપનાં નેતા રામ નાઇકને હરાવ્યા હતાં

ઉર્મિલા પહેલાં વર્ષ 2001માં કોંગ્રેસની ટિકિટ પર આ સીટથી ગોવિંદા ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતાં તેમણે ભાજપનાં નેતા રામ નાઇકને હરાવ્યા હતાં

  • Share this:
મુંબઇ: કોંગ્રેસમાં શામેલ થયા બાદ હવે ઉર્મિલા માતોંડકર સંપૂર્ણ રીતે ચૂંટણી મેદાનમાં ઉતરી ચુકી છે. મુંબઇ ઉત્તરની લોકસભા સીટનાં ઉમેદવાર ઉર્મિલા રવિવારે 31 માર્ચનાં ગોરઇ ક્ષેત્રનાં ઓટો ડ્રાઇવર્સની સાથે નજર આવી હતી. ઉર્મિલાએ ગોરઇમાં કોંગ્રેસ ઓફિસ જતા પહેલા ઓટોડ્રાઇવર્સની મુલાકાત લીધી હતી અને તેમને વોટ આપવા અપીલ પણ કરી હતી.

ઉર્મિલાએ આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીરમાં વતાચીત કરવા ઉપરાંત તેણે ઓટો ડ્રાઇવર સીટ પર બેસીને તસવીર પણ લીધી હતી. ઉરેમિલા મુંબઇ ઉત્તર સીટ પર ચૂંટણી લડવાની છે જ્યાં સંસદ ગોપાલ શેટ્ટીને ટક્કર આપવાની છે. ગોપાલ શેટ્ટીએ વર્ષ 2014માં કોંગ્રેસ નેતા સંજય નિરુપમને હરાવ્યા હતાં. આ વખતે કોંગ્રેસ પાર્ટી આ સીટ પર ચર્ચિત ચહેરાને ઉમેદવાર બનાવવા ઇચ્છતી હતી. જેને કારણે આ સિટની ટિકિટ ઉર્મિલા માતોડકરને આપવામાં આવી છે.
 View this post on Instagram
 

Charkop party members and people..let’s march ahead. Jai Hind 🇮🇳 #AapliMumbaichiMulgi


A post shared by Urmila Matondkar (@urmilamatondkarofficial) on
 
View this post on Instagram
 

Overwhelmed by all the love n support shown to me at the rally today. Jai Hind 🇮🇳#aaplimarathimulgi 🙏🏼


A post shared by Urmila Matondkar (@urmilamatondkarofficial) on


ઉર્મિલા પહેલાં વર્ષ 2001માં કોંગ્રેસની ટિકિટ પર આ સીટથી ગોવિંદા ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતાં તેમણે ભાજપનાં નેતા રામ નાઇકને હરાવ્યા હતાં. જે બાદ વર્ષ 2009માં ગોવિંદા ચૂંટણી મેદાનમાં ન ઉતર્યા. ત્યારથી આ સી સંજય નિરુપમને મળી. હવે આ શીટની જવાબદારી ઉર્મિલા માતોંડકરને મળી છે. જોવાનું એ છે કે 'રંગીલા ગર્લ'નો ચર્ચિત ચહેરો કોંગ્રેસને સીટ અપાવવામાં મદદરૂપ થાય છે કે નહીં.
First published: April 1, 2019, 10:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading