Home /News /entertainment /

Urmila Matondkar Birthday: કેટલીએ હીટ ફિલ્મો આપી છતાં કેમ ઉર્મિલા માતોંડકરને ફિલ્મો મળવાનું બંધ થઈ ગયું?

Urmila Matondkar Birthday: કેટલીએ હીટ ફિલ્મો આપી છતાં કેમ ઉર્મિલા માતોંડકરને ફિલ્મો મળવાનું બંધ થઈ ગયું?

ઉર્મિલા માતોંડકર જન્મદિવસ

Urmila Matondkar Birthday: ઉર્મિલાએ માસૂમ ફિલ્મમાં કામ કર્યું હતું. 'લકડી કી કાઠી કાઠી પે ઘોડા' ગીત ઉર્મિલા પર ફિલ્માવવામાં આવ્યું હતું. જે બાદ ઉર્મિલા સ્ટાર બની ગઈ હતી.

    Urmila Matondkar Birthday : બોલીવુડ (Bollywood) એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર (Urmila Matondkar) આજે પોતાનો 48મો જન્મદિવસ (Birthday) ઉજવી રહી છે. ઉર્મિલાનો જન્મ 4 ફેબ્રુઆરી 1974ના રોજ મુંબઈ (Mumbai)માં થયો હતો. ઉર્મિલાએ પોતાની કારકિર્દી (Career)ની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. બોલીવુડમાં પોતાની શાનદાર એક્ટિંગ (Acting)થી સૌકોઈના દિલ જીતનાર ઉર્મિલાએ રાજકારણ (Politics)માં પણ હાથ અજમાવ્યો છે. રામ ગોપાલ વર્મા (Ram Gopal Verma)ની ફિલ્મ રંગીલા (Rangeela)રિલીઝ થયા પછી ઉર્મિલાએ બોલિવૂડ પર પ્રભુત્વ જમાવ્યું હતું. પરંતુ રામ ગોપાલ વર્માના પ્રેમમાં પડવું ઉર્મિલાને ઘણું મોંઘું પડ્યું હતું.

    ઉર્મિલાએ માસૂમ ફિલ્મમાં કામ કર્યું હતું. 'લકડી કી કાઠી કાઠી પે ઘોડા' ગીત ઉર્મિલા પર ફિલ્માવવામાં આવ્યું હતું. જે બાદ ઉર્મિલા સ્ટાર બની ગઈ હતી. બીજી તરફ જોઈએ તો ફિલ્મ રંગીલા પછી ઉર્મિલાએ રામ ગોપાલ વર્મા સાથે સત્ય, ભૂત અને કૌન જેવી ફિલ્મો કરી. આ ફિલ્મો દરમિયાન ઉર્મિલા અને રામ ગોપાલ વર્મા એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. સમયની સાથે બંનેનો પ્રેમ વધવા લાગ્યો. બંને વચ્ચેના સંબંધોના સમાચાર દરેક જગ્યાએ આવવા લાગ્યા. પછી શું રામ ગોપાલ વર્મા સાથેના ઉર્મિલાના સંબંધોની અસર તેની કારકિર્દી પર પડવા લાગી અને ઉર્મિલાને ધીમે ધીમે ફિલ્મો મળવાનું બંધ થઈ ગયું.

    કહેવાય છે કે, રામ ગોપાલ વર્મા સાથેના સંબંધો બાદ ઉર્મિલાની કારકિર્દી પર મુશ્કેલીના વાદળો ઘેરાવા લાગ્યા હતા. પરંતુ રામ ગોપાલ વર્મા અને ઉર્મિલા માતોંડકરે ક્યારેય તેમના સંબંધોને સ્વીકાર્યા નથી. જોકે, બંને અલગ થઈ ગયા પછી પણ ઉર્મિલાને ફિલ્મો મળવાનું ઓછું થઈ ગયું હતું. રામ ગોપાલ વર્મા અને ઘણા દિગ્દર્શકોને પરસ્પર બનતું ન હતું, જેનું પરિણામ જાણે ઉર્મિલાને સહન કરવું પડ્યું. ઘણા દિગ્દર્શકોએ ઉર્મિલાને ફિલ્મો ઓફર કરી ન હતી. જેના કારણે તેણીની કારકિર્દી ડૂબતી ગઈ.

    બૉલીવુડ અભિનેત્રી તરીકે જાણીતી ઉર્મિલાએ હિન્દી સિવાય તમિલ, તેલુગુ, મલયાલમ અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ઉર્મિલાને શ્રેષ્ઠ અભિનય માટે ફિલ્મફેર એવોર્ડ અને નંદી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

    આ પણ વાંચોસુનિલ ગ્રોવર છે કરોડોનો માલિક, પરિવારને હંમેશા રાખ્યો પ્રાઈવેટ, જાણો કોણ છે 'ડૉ. ગુલાટીની પત્ની

    ઉર્મિલાની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો ફિલ્મી દુનિયાથી અંતર બનાવ્યા બાદ ઉર્મિલા માતોંડકરે 2016માં કાશ્મીરી મોડલ અને બિઝનેસમેન મોહસીન અખ્તર મીર સાથે લગ્ન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મોહસીન ઉર્મિલા કરતા ઉંમરમાં 10 વર્ષ નેનો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday, Urmila Matondkar

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन