ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇકની ટીમે શહીદો માટે 1 કરોડ રુપિયા આપ્યા

News18 Gujarati
Updated: February 16, 2019, 10:59 PM IST
ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇકની ટીમે શહીદો માટે 1 કરોડ રુપિયા આપ્યા
ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇકની ટીમે શહીદો માટે 1 કરોડ રુપિયા આપ્યા

પ્રોડ્યુસર રૌની સ્ક્રુવાલાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ જાણકારી આપી

  • Share this:
જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં થયેલા આત્મઘાતી હુમલાથી દેશમાં દુખનો માહોલ છે અને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. શહીદોના પરિવાર માટે ઘણા લોકો આગળ આવી રહ્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સે પણ શહીદ પરિવારોની મદદ માટે હાથ આગળ કર્યો છે. આ ક્રમમાં હવે ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇકની આખી ટીમ આવી છે.

ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇકની ટીમે આર્મી વેલફેયર ફંડમાં 1 કરોડ રુપિયા દાન કર્યા છે. આ ટીમમાં પ્રોડક્શન હાઉસ પણ સામેલ છે. પ્રોડ્યુસર રૌની સ્ક્રુવાલાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ જાણકારી આપી હતી. તેમણે બીજા લોકોને પણ સહયોગ કરવા અપીલ કરી છે.

આ પણ વાંચો - અમિતાભની જાહેરાત, દરેક શહીદ જવાનના પરિવારને આપશે પાંચ લાખ

આ પહેલા બોલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને શહીદોના પરિજનો માટે 5-5 લાખ રુપિયા આપવાની જાહેરાત કરી છે.
First published: February 16, 2019, 10:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading