Home /News /entertainment /ઉર્ફી જાવેદે દુબઈમાં અટકાયત બાદ શેર કરી આ પહેલી પોસ્ટ, ફોટો જોઈને લોકો ચોંક્યા

ઉર્ફી જાવેદે દુબઈમાં અટકાયત બાદ શેર કરી આ પહેલી પોસ્ટ, ફોટો જોઈને લોકો ચોંક્યા

ફોટો : @ urf7i

ઉર્ફી જાવેદની દુબઈમાં અટકાયત કરવામાં આવી હોવાના રિપોર્ટ મળી રહ્યાં છે, તેણે તેના થોડા સમય પહેલા જ પહેલી પોસ્ટ શેર કરી છે.

    તાજેતરમાં એવા અહેવાલ સામે આવ્યા હતા કે ઉર્ફી જાવેદને (Urfi Javed) દુબઈમાં કસ્ટડીમાં લેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉર્ફીએ (Urfi Javed) દુબઈમાં ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું, જેના કારણે તે મુશ્કેલીમાં આવી ગઈ છે. ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉર્ફીના ફોટોશૂટ માટે નહીં પરંતુ સાર્વજનિક સ્થળે આ બધું કરવા પર વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે.

    પોલીસ દ્વારા ઉર્ફીની લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. જો કે, આ સિવાય હજુ સુધી આ મામલે કોઈ અપડેટ સામે આવ્યું નથી. એવામાં, હાલમાં જ ઉર્ફીએ આ વિવાદ વચ્ચે એક સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરી છે, જે સોશ્યલ મીડિયા પર ઘણી ચર્ચાનું કારણ બની છે.

    આ પણ વાંચો :  કન્નડ સુપરસ્ટાર દર્શન પર જૂતુ ફેંકાવાની ઘટના પર વિફર્યો કિચ્ચા સુદીપ, એક્ટરના સમર્થનમાં કહી દીધી મોટી વાત

    ઉર્ફીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં ઉર્ફીએ એક તસવીર શેર કરી છે, જેમાં તે પૂલની બાજુમાં આડી બેઠેલી જોવા મળી રહી છે. તેણે એનિમલ પ્રિન્ટનો સ્વિમ સૂટ પહેર્યો છે. લોકો આ ફોટો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે, કારણ કે ઉર્ફીની પાછળ 'બોલિવૂડ વાઈવ્સ' ની મહિપ કપૂર, નીલમ કોઠારી, ભાવના પાંડે અને સીમા ખાન જોવા મળે છે. અહીં જુઓ વાયરલ થઈ રહેલી ઉર્ફી જાવેદની આ તસવીર-








    View this post on Instagram






    A post shared by Uorfi (@urf7i)






    આ ફોટો શેર કરતા ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું- એવો શો કેવી રીતે શાનદાર હોઈ શકે જેમાં હું ન હોઉં'. ઉર્ફીને આ પોસ્ટ પર ઘણી કોમેન્ટ્સ મળી રહી છે. ઘણા લોકો તેને દુબઈમાં અટકાયતમાં લેવા અંગે પ્રશ્નો પૂછી રહ્યા છે.

    આ પણ વાંચો :  Kantara: ફિલ્મ કાંતારા પણ ઓસ્કારની રેસમાં, છેલ્લી ઘડીએ નોમિનેશન માટે મોકલાઇ

    જો કે ઉર્ફીએ આ અંગે કોઈ માહિતી આપી નથી. તે જ સમયે, હવે જોવાનું એ રહેશે કે ઉર્ફી કસ્ટડીમાં લેવાના સમાચાર પર કેવી પ્રતિક્રિયા આપે છે અને સમગ્ર મામલાની સત્યતા ક્યારે સામે આવે છે.



    તમને જણાવી દઈએ કે પોતાની બોલ્ડ ડ્રેસિંગ સ્ટાઈલને લઈને ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદ આ હાલ દુબઈમાં છે. બોલિવૂડના ચાહકો ઉર્ફીની બેબાક ફેશન સ્ટાઇલથી ઘણા પ્રભાવિત રહે છે. જોકે, જ્યારથી ઉર્ફી દુબઈ ગઈ છે, ત્યારથી તે એક પછી એક મુશ્કેલીનો સામનો કરી રહી છે. જ્યારથી ઉર્ફી જાવેદને કસ્ટડીમાં લેવાના સમાચાર સામે આવ્યા છે ત્યારથી તેના ચાહકો ખૂબ નારાજ છે.
    First published:

    Tags: Urfi javed bold, Urfi javed bold photos, Urfi Javed controversy, Urfi Javed Instagram

    विज्ञापन