Home /News /entertainment /Urfi Javed: ઉર્ફી જાવેદે પ્લાસ્ટિકમાંથી બનેલું ઓફ સોલ્ડર ટ્રાન્સપરન્ટ ક્રોપ ટોપ પહેર્યું, ફેન્સને પસંદ આવી ક્રિએટિવિટી

Urfi Javed: ઉર્ફી જાવેદે પ્લાસ્ટિકમાંથી બનેલું ઓફ સોલ્ડર ટ્રાન્સપરન્ટ ક્રોપ ટોપ પહેર્યું, ફેન્સને પસંદ આવી ક્રિએટિવિટી

ઉર્ફી જાવેદે પ્લાસ્ટિકમાંથી બનેલું ટોપ પહેર્યું

Urfi Javed: ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા સ્ટાર છે. તે પોતાના અતરંગી આઉટફિટ્સ દ્વારા હંમેશાં ચર્ચામાં રહે છે. અત્યાર સુધી ઉર્ફીએ ઘણી વિવિધ વસ્તુઓથી પોતાના આઉટફિટ બનાવ્યા છે, જેમ કે રેજર, વીજળીના તાર, બોરી, કેન્ડી, ફોટોઝ, સેફ્ટી પિન, સિલ્વર વર્ક પછી હવે ટેપથી પોતાનું ટોપ બનાવ્યું છે. ઉર્ફીએ આગળ બોડી પાર્ટ પર ફૂલ ચોંટાડ્યા છે અને તેના પછી ટેપને આગળ પાછળ ચોંટાડી છે,

વધુ જુઓ ...
    ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા સ્ટાર છે. તે પોતાના અતરંગી આઉટફિટ્સ દ્વારા હંમેશાં ચર્ચામાં રહે છે. અત્યાર સુધી ઉર્ફીએ ઘણી વિવિધ વસ્તુઓથી પોતાના આઉટફિટ બનાવ્યા છે, જેમ કે રેજર, વીજળીના તાર, બોરી, કેન્ડી, ફોટોઝ, સેફ્ટી પિન, સિલ્વર વર્ક પછી હવે ટેપથી પોતાનું ટોપ બનાવ્યું છે. ઉર્ફીએ આગળ બોડી પાર્ટ પર ફૂલ ચોંટાડ્યા છે અને તેના પછી ટેપને આગળ પાછળ ચોંટાડી છે, જેનાથી તે ટોપ જેવું બની ગયું છે. તે સાથે ઉર્ફીએ ડેનિમ જીન્સ પહેર્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટોપને ફ્લોન્ટ કરતા ઉર્ફીનું બેલેન્સ બગડી જાય છે અને તે પડતા પડતા બચી જાય છે. જો કે તેને નજરઅંદાજ કરી તે પોતાની મસ્તીમાં વ્યસ્ત થઈ જાય છે.

    ઉર્ફીએ ઓફ શોલ્ડર ટોપ પહેર્યું છે. આ ક્રોપ ટોપને ઉર્ફીએ જાવેદે બ્લુ ડેનિમની સાથે ટીમઅપ કરીને પહેર્યું છે. આ ક્રોપ ટોપને વાઈબ્રન્ટ લુક આપવા માટે ઉર્ફીએ કલરફૂલ ફ્લાવર પણ ચોંટાડ્યા છે. એક્ટ્રેસે હાઈ હિલ્સ, પિંક લિપસ્ટિક, ગ્લિટરી આઈમેકઅપ, અને ફ્લોલેસ બેસની સાથે પોતાના લુકને કમ્પ્લિટ કર્યો છે.








    View this post on Instagram






    A post shared by Uorfi (@urf7i)





    ફેન્સને પસંદ આવી ક્રિએટિવિટી


    રીલ વીડિયો શૂટ કરી ઉર્ફીએ પોતાના ગ્લેમ લુકને ફ્લોન્ટ કર્યો છે. ઉર્ફી વીડિયોમાં ટશનમાં વોક કરતી જોવા મળી રહી છે, પરંતુ ત્યારે હાઈ હિલ્સના કારણે તે લડખડાય છે. તેના પછી ઉર્ફી હસવા લાગે છે. દર વખતની જેમ ઉર્ફીના આ લુકને હેટ અને લવ કરનાર લોકોની કમી નથી. એક તરફ ફેન્સ ઉર્ફીના ક્રિએટિવ લુકની પ્રશંસા કરી રહ્યા છે. કોન્સેપ્ટના વખાન કરી રહ્યા છે. તેમજ હેટર્સ પણ ઓછા નથી. તેમને એક્ટ્રેસનો આ લુક જરાય પસંદ નથી આવ્યો. તેઓ પૂછી રહ્યા છે કે આ કેવો ડ્રેસ છે. ફેન્સ ઉર્ફીની પોસ્ટ પર ફાયર, ગ્લેમરસ, સ્ટનિંગ જેવી કોમેન્ટ કરી રહ્યા છે.

    ઉર્ફી હંમેશાં પોતાના લુકના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તેના દરેક લુકને ફોટોગ્રાફર્સ કેમેરામાં કેદ કરે છે. ઉર્ફી પણ ફોટોગ્રાફર્સની ફેવરેટ છે. ઉર્ફીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આજે તે જે કંઈપણ છે તે ફોટોગ્રાફર્સના કરાણે છે. જો ફોટોગ્રાફર્સ તેના ફોટો ક્લિક ન કરત તો તે આટલી ફેમસ ન હોત. ઉર્ફી પોતાની બિંદાસ વાતો અને જેસ્ચરના કારણે બધાની ફેવરેટ બની ગઈ છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Social media, Urfi javed bold, Video, ઉર્ફી જાવેદ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन