Home /News /entertainment /ઉર્ફી પર ચડ્યો દીપિકા પાદુકોણનો બેશરમ રંગ, ભગવા કલરનો હદથી વધારે બોલ્ડ ડ્રેસ પહેરીને કરી આવી હરકત
ઉર્ફી પર ચડ્યો દીપિકા પાદુકોણનો બેશરમ રંગ, ભગવા કલરનો હદથી વધારે બોલ્ડ ડ્રેસ પહેરીને કરી આવી હરકત
વીડિયોને જોઇને નેટિઝન્સ ઉર્ફીને ખરીખોટી સંભળાવી રહ્યાં છે
Urfi Javed In Bhagwa Rang Outfit:ઉર્ફી જાવેદે (Urfi Javed) પઠાણ (Pathan) ફિલ્મના 'બેશરમ રંગ' (Besharam Rang) સોન્ગ પર પોતાનો એક વીડિયો બનાવ્યો છે. વીડિયોમાં ઉર્ફી દીપિકા પાદુકોણની (Deepika Padukone) જેમ ભગવા રંગનો રિવિલિંગ આઉટફિટ પહેરીને કાતિલ અદાઓ બતાવતી જોવા મળી રહી છે. આ વીડિયોને જોઇને નેટિઝન્સ ઉર્ફીને ખરીખોટી સંભળાવી રહ્યાં છે.
દીપિકા પાદુકોણ (Deepika Padukone)અને શાહરૂખ ખાન (Shah Rukh Khan)સ્ટારર ફિલ્મ 'પઠાણ'(Pathan)નું પહેલું સોન્ગ 'બેશરમ રંગ' તેની રિલીઝના પહેલા દિવસથી જ ચર્ચામાં છે. સોન્ગમાં દીપિકાએ ભગવા બિકીની પહેરીને હંગામો મચાવ્યો છે.
ધાર્મિક સંગઠનો ઉપરાંત, કેટલીક રાજકીય અને બોલિવૂડ હસ્તીઓએ પણ આ સોન્ગને લઈને ભારે હોબાળો મચાવ્યો હતો. સંગઠનોએ મેકર્સ અને દીપિકા પર ભગવા રંગનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે સેન્સર બોર્ડે સોન્ગમાં ફેરફાર કરવાની સૂચના આપી છે.
નવા વીડિયોમાં, ઉર્ફી કેસરી રંગનું મિની સ્કર્ટ અને રિવિલિંગ ક્રોપ ટોપ પહેરીને મુંબઈના રસ્તાઓ પર ફરતી જોવા મળે છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં 'બેશરમ રંગ' સોન્ગ વાગતું સાંભળી શકાય છે. ઉર્ફીએ ભગવા રંગની હીલ પહેરીને તેનો લુક કમ્પ્લીટ કર્યો.
ઉર્ફીનો આ વીડિયો સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. નેટીઝન્સ તેના આઉટફિટ અને તેના લુકને લઈને ગુસ્સે ભરાયા છે. લોકોનું કહેવું છે કે ઉર્ફી આ બધું માત્ર વિવાદ ઉભો કરવા અને અટેંશન મેળવવા માટે કરી રહી છે.
ઉર્ફીના વીડિયો પોસ્ટ પર, એક યુઝરે તેને ટ્રોલ કરીને લખ્યું- 'અરે, બીજો કોઈ રંગ ન હતો.. કમ સે કમ તમે ભગવા રંગનું તો માન રાખ્યું હોત.' બીજાએ લખ્યું- 'બસ વિવાદ માટે ભગવા રંગના કપડાં પહેર્યા'.. અટેંશન જોઇએ છે બસ. ત્રીજાએ લખ્યું- 'પોલીસકર્મીઓએ તને માર માર્યો..તેણે જાણી જોઈને ભગવો રંગ પહેર્યો છે'.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર