ઉર્ફી જાવેદ (Urfi Javed) પર્પલ કલરનાં પેન્ટની સાથે પર્પલ કલરનાં મોજાથી બનેલું ક્રોપ ટોપ અને ફાટેલી ટી શર્ટ પહેરીને બહાર નીકળી હતી. ઉર્ફીને આ રીતે જોઇ પેપરાઝી તેની ફોટો ક્લિક કરવાં લાગ્યાં, પણ ઉર્ફી તેનાં ડ્રેસિંગ સેન્સ અંગે ખુબજ સહજ હતી
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટ્રેસ ઉર્ફી જાવેદ (Urfi Javed) ફરી એક વખત તેનાં ડ્રેસઅપને કારણે ટ્રોલ થઇ છે. તે તેનાં કપડાંને કારણે ચર્ચામાં રહે છે. ઉર્ફીનું ક્રોપ ટોપ સોશિયલ મીડિયા યૂઝર્સ ટ્રોલ કરે છે. ઉર્ફી પર્પલ કલરનું પેન્ટની સાથે પર્પલ કલરનાં મોજાથી બનેલું ક્રોપ ટોપ (Crop Top Made of Socks) અને ફાટેલી ટી શર્ટ પહેરીને નીકળી. ઉર્ફી બહાર નીકળી. ઉર્ફીને જોઇ પેપરાઝી તેની તસવીરો ક્લિક કરવાં લાગ્યા. પણ ઉર્ફી તેનાં ડ્રેસિંગ સેન્સ અંગે ખુબજ સહજ હતી.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જુઓ ઉર્ફી જાવેદ પેપરાઝીને જોઇ ન ફક્ત હાથ હલાવી અભિવાદન કરે છે પણ કેમેરા તરફ જોઇ પોઝ પણ આપે છે. ઉર્ફીનું ફાટેલું ટી શર્ટ હવાને કારણે ઉડતુ હતું જેને સંભાળતા ઉર્ફી જરાં પણ પરેશાન ન હતી.
ઉર્ફી જાવેદનાં આ કપડાં જોઇ સોશિયલ મીડિયા યૂઝર્સ તેને ટ્રોલ કરી રહ્યાં છે. અને કહે છે કે, 'કૃપ્યા કોઇ તેને કપડાં દાન કરવામાં મદદ કરો.' ઉર્ફી જાવેદવનાં આ કપડાંનું ફોટોશૂટ તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે, 'ક્રોપ ટોપ્સ સોક્સથી બનેલું છે. અને તેની ટીશર્ટ અડધી કટ કરેલી છે. આ રીતે તૈયાર થઇ ગયા કપડાં.' તેનાં પર સોશિયલ મીડિયા યૂઝર્સે ટ્રોલ કરતાં લખ્યું કે, 'મારા ઘરે ઘણાં કપડાં પડ્યાં છે'
બિગ બોસ ઓટીટીનો ભાગ રહેલી ઉર્ફી જાવેદ ઘણી વખત તેનાં ડ્રેસિંગને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ અને ગ્લેમરસ ફોટો શેર કરી ચર્ચામાં રહે છે.