Home /News /entertainment /

ઉર્ફી જાવેદ તેના આ Videoને લઈ થઈ TROLL, નેટીઝન્સે કહ્યું, 'થોડી તો શરમ રાખો'

ઉર્ફી જાવેદ તેના આ Videoને લઈ થઈ TROLL, નેટીઝન્સે કહ્યું, 'થોડી તો શરમ રાખો'

ઉર્ફી જાવેદ તેના આ Videoને લઈ થઈ TROLL

પબ્લિક પ્લેસ હોય કે એરપોર્ટ ઉર્ફી જાવેદ (Urfi Javed), દરેક જગ્યાએ તેની ડ્રેસિંગ સેન્સથી દરેકની નજર તેના તરફ ખેંચતી હોય છે. સોશિયલ મીડિયા (Social Media) પર તેની તસવીરોનો દબદબો છે

    નવી દિલ્હી : ઉર્ફી જાવેદ (Urfi Javed) પોતાની બોલ્ડ તસવીરો (Bold Photos) અને વીડિયોને કારણે ચર્ચામાં રહે છે. ઉર્ફી ત્યારે ચર્ચામાં આવી જ્યારે તે ટીવીના સૌથી લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ OTT'નો ભાગ બની. જો કે, ઉર્ફી આ શોમાં વધુ અદ્ભુત કંઈ દેખાડી શકી ન હતી, પરંતુ તેને આ શોથી ઘણી લોકપ્રિયતા મળી હતી અને ઉર્ફી તેનો ભરપૂર લાભ લેતી જોવા મળી.

    પબ્લિક પ્લેસ હોય કે એરપોર્ટ ઉર્ફી જાવેદ, દરેક જગ્યાએ તેની ડ્રેસિંગ સેન્સથી દરેકની નજર તેના તરફ ખેંચતી હોય છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરોનો દબદબો છે, પરંતુ આ વખતે તેનો એક જૂનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેને તેણે પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં ઉર્ફીની ખૂબ જ બોલ્ડ સ્ટાઈલ જોવા મળી રહી છે.

    ઉર્ફી જાવેદ વીડિયોને એક મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા

    વિડીયોમાં ઉર્ફી પહેલા નાઈટ ડ્રેસમાં જોવા મળે છે, પરંતુ એક જ ક્ષણમાં તેનો ડ્રેસ બદલાઈ જાય છે અને તે બ્લુ વેસ્ટર્ન ડ્રેસમાં જોવા મળે છે. ઉર્ફી દ્વારા 16 નવેમ્બરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલો આ વીડિયો અત્યાર સુધીમાં એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. તો આવો,

    તમે પણ જુઓ ઉર્ફીનો આ વાયરલ વીડિયો -








    View this post on Instagram






    A post shared by Urrfii (@urf7i)






    જોકે ઉર્ફી તેના આ વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. વાસ્તવમાં, ઉર્ફીએ વીડિયોમાં જે બ્લુ કલરનો ડ્રેસ પહેર્યો છે તે લોકોને પસંદ નથી આવ્યો. આ વીડિયો પર કોમેન્ટ કરીને યૂઝર્સ તેના ડ્રેસને નકામો ગણાવી રહ્યા છે. એક યુઝરે તેને આંટી કહીને કહ્યું, 'થોડી શરમ રાખો'.

    આ પણ વાંચોરિયા કપૂરે મુંબઈમાં બનાવ્યું પોતાનું આલીશાન ઘર, જુઓ અનિલ કપૂરની દીકરીના ઘરના Inside Photos

    ઉર્ફી ફિટનેસ પર ઘણું ધ્યાન આપે છે

    તમને જણાવી દઈએ કે, ઉર્ફી જાવેદ પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સભાન છે. તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર ફિટનેસ સંબંધિત વીડિયો પોસ્ટ કરતી રહે છે. બહુ ઓછા લોકો જાણે છે કે ઉર્ફી એક મહાન ગાયક પણ છે. તેને રેપિંગની મજા આવે છે. મુંબઈ આવતા પહેલા ઉર્ફીએ દિલ્હીની એક કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે પણ થોડા દિવસ કામ કર્યું છે. તેણે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી શો 'દેધી-મેધી ફેમિલી'થી કરી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Urfi Javed, Urfi Javed Photos

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन