Urfi Javed : ફિલ્મોમાં ન્યૂડ સીન આપવા અંગે ઉર્ફી જાવેદે કરી વાત, જો તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ હોય તો...
Urfi Javed : ફિલ્મોમાં ન્યૂડ સીન આપવા અંગે ઉર્ફી જાવેદે કરી વાત, જો તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ હોય તો...
ઉર્ફી જાવેદે ફિલ્મમાં કામ કરવાને લઈ વિચાર રજુ કર્યો
ઉર્ફી જાવેદ (Urfi Javed) અવારનવાર તેના વિચિત્ર અને અવનવા આઉટફીટને કારણે હેડલાઈન્સમાં રહેતી હોય છે. હાલમાં જ રીલિઝ થયેલા પંજાબી મ્યુઝિક વિડિયો બેફિકરા (Befikra)માં ઉર્ફી જોવા મળી હતી. સોન્ગના પ્રમોશન દરમિયાન તેણે પોતાના અનુભવ અને અન્ય કેટલીક વાતો પણ શેર કરી
બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT) કન્ટેસ્ટેન્ટ ઉર્ફી જાવેદ (Urfi Javed) પોતાની વિચિત્ર સ્ટાઈલ અને બિંદાસ્ત રીતે પોતાના મનની વાત કહેવા માટે ખૂબ જાણીતી છે. હાલમાં જ કોઈમોઈ (Koimoi) સાથેના એક ઈન્ટરવ્યૂમાં ન્યૂડ સીન કરવાના પ્રશ્ન વિશે તેણે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ સાથે જ જો તે આવું કરે છે તો તેમ કરવા પાછળ કયા ડિસાઈડિંગ ફેક્ટર્સ હશે તે અંગે પણ તેણે ખુલીને વાત કરી હતી.
હાલમાં જ રીલિઝ થયેલા પંજાબી મ્યુઝિક વિડિયો બેફિકરા (Befikra)માં ઉર્ફી જોવા મળી હતી. સોન્ગના પ્રમોશન દરમિયાન તેણે પોતાના અનુભવ અને અન્ય કેટલીક વાતો પણ શેર કરી હતી.
ઉર્ફીએ વાત કરતા કહ્યું કે, હું શા માટે ન્યૂડ થાઉં? હું માત્ર એટલા માટે ન્યૂડ નહી થઉં કે લોકો મને ન્યૂડ જોવા માંગે છે. હું જો આવું કંઈક કરું છું તો ફક્ત એટલા માટે કે તે ખરેખર જરૂરી છે, કોઈ એવી ફિલ્મ માટે કે જ્યાં લોકો મારી એક્ટિંગ જોઈ શકે. હું મારા કપડા કરતા વધારે પ્રતિભાશાળી છું અને મને લાગે છે કે હું ખૂબ ટેલેન્ટેડ પણ છું. જો મને એક સારો ચાન્સ મળે તો હું ચોક્કસતેના માટે કંઈક કરવાનુ વિચારીશ. બની શકે છે કે હું શરૂઆતમાં આની માટે તૈયાર ન હોઉં અને ના પણ કહી દઉં.
વધુમાં તે જણાવે છે કે, જો આ એક ખૂબ, ખૂબ જ સારો પ્રોજેક્ટ હોય, સંજય લીલા ભણસાલી જેવો કોઈ શાનદાર પ્રોજેક્ટ હોય તો હું તેમની પર આવું કરવા માટે પૂરો વિશ્વાસ કરી શકું છું. તે જણાવે છે કે આવું કરવા માટે તમને તમારા ડાયરેક્ટર પર પૂરતો વિશ્વાસ હોવો જોઈએ કે તે માત્ર દર્શકોને આકર્ષવા માટે આવું કરવાનું નહીં કહે અને ક્યારેક તમારો ઉપયોગ કરીને ફિલ્મ ચલાવવા નહી માંગે.
તે કહે છે કે, એક સારા ફિલ્મ મેકર માત્ર ફિલ્મને હીટ બનાવવા માટે મારી પાસેથી ન્યૂડ સીન શૂટ નહીં કરાવે, તે આવું ત્યારે જ કરશે જ્યારે આની જરૂરીયાત હશે અને આ બાબતે મને તેમનો વિશ્વાસ છે.
ઉર્ફી જાવેદ અવારનવાર તેના વિચિત્ર અને અવનવા આઉટફીટને કારણે હેડલાઈન્સમાં રહેતી હોય છે. હાલમાં જ ગત સોમવારે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેણે પોતાનો એક વિડીયો શેર કર્યો જેમાં તે પોતાના નવા મ્યૂઝિક વિડીયો બેફિકરા પર ગ્રુવ કરતી જોવા મળે છે. આ વિડીયોમાં એક્ટ્રેસે બ્લુ ફ્રન્ટ કટ-આઉટ ટોપને ગુલાબી ફ્લેર્ડ પેન્ટ સાથે ફ્લોન્ટ કર્યું હતું.
નેટીઝન્સ ઉર્ફી જાવેદના વિચિત્ર આઉટફીટથી ખાસ ઈમ્પ્રેસ થયા નથી. ઈન્ટાગ્રામ પર પોતાનો વિડીયો શેર કર્યા બાદ નેટિઝન્સ દ્વારા અભિનેત્રીને પૂછવામાં પણ આવ્યું કે તે આવા વિચિત્ર આઉટફીટ કેમ પહેરે છે. નેટીઝન્સે ઉર્ફીના ફેશન ડિઝાઈનર વિશે પણ જાણવાની કોશિશ કરી અને કહ્યું કે તેના ડ્રેસ ખૂબ જ રિવિલિંગ હોય છે. એક સોશિયલ મીડિયા યુઝરે કોમેન્ટ કરતા કહ્યું કે, ‘આ પણ કેમ પહેર્યું છે (Why have you worn even this). બીજી કોમેન્ટમાં લખ્યું હતું કે, "દીદી એક કામ કરો મારી પાસેથી એક સાડી લઈ જાઓ કઅને કપડા સિવડાવી લો. (Sister, take a saree from me and get clothes stiched from it).
ઉર્ફીના વર્ક ફ્રન્ટ પર નજર કરીએ તો ઉર્ફી જાવેદે ગયા વર્ષે બિગ બોસ ઓટીટીમાં ભાગ લીધો હતો, પરંતુ તે શોમાંથી એલિમિનેટ થનારી પ્રથમ કન્ટેસ્ટેન્ટ હતી. આ બાદ તેણે બડે ભૈયા કી દુલ્હનિયા, મેરી દુર્ગા, બેપનાહ અને પંચ બીટ સીઝન 2 સહિતના ઘણા ટેલિવિઝન શોમાં પણ કામ કર્યું છે. થોડા સમય માટે ઉર્ફીએ જાણીતા ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં પણ કામ કર્યું હતુ અને બાદમાં કસૌટી જીંદગી કી 2માં તનિષા ચક્રવર્તીની ભૂમિકા ભજવી તે નજરે પડી હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર