ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ તેના આઉટફિટ, લુક, એક્સપિરિમેન્ટ અને સ્ટેટમેન્ટ માટે ચર્ચામાં રહે છે. જો કે તેની બહેનો પણ કોઈપણ બાબતમાં ઉર્ફીથી ઓછી નથી. જ્યારે ફેશનની વાત આવે છે, ત્યારે તેની બહેનો પણ તેના પગલે ચાલવા લાગી છે. તેના આઉટફિટ્સ અને બોલ્ડ ફોટોશૂટના કારણે તેની બહેનો પણ લાઇમલાઇટમાં રહે છે. સ્ટાઇલના મામલે તે ઉર્ફી જાવેદથી ઓછી નથી. ઉર્ફીની બહેન ઉરુસા જાવેદે હાલમાં જ એક રીલ અને કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે, જેને જોઈને લોકો દંગ રહી ગયા છે.
ઉર્ફી જાવેદની બહેન ઉરુસા જાવેદ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. હાલમાં જ ઉરુસાએ તેના ઈન્સ્ટા પર એક બોલ્ડ વીડિયો શેર કર્યો છે, જેમાં તે સિઝલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે. ઉરુસાના આ લુકને જોઈને લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાકને તેનો અંદાજ પસંદ આવી રહ્યો છે તો કેટલાક તેને ટ્રોલ કરી રહ્યા છે.
ખરેખર, આ વીડિયોમાં ઉરુસા sparkle સાથે રમતી જોવા મળી હતી. આ દરમિયાન તે ટ્યુબ ટોપ પહેરેલી જોવા મળે છે. આ સાથે તેણે વ્હાઇટ પેન્ટ પહેર્યું હતું અને તેના ફેસ અને બોડી પર sparkle વિખેરાયેલા હતા. વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું- 'ફુલઝડી'.
ઉરુસાએ ફોટો અને વીડિયો અપલોડ કરતાની સાથે જ લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા. એક યુઝરે કહ્યું, ' કઇ ગટરમાં પડી ગઇ હતી.' અન્ય યુઝરે કહ્યું, "પોતાની નાની બહેનના પગલે ચાલી રહી છે. આનાથી વધુ ખરાબ કંઇ ન હોઈ શકે." બીજાએ કહ્યું, 'દિવાળી છે, હોળી નહીં'.
થોડા દિવસો પહેલા ઉરુસાએ પોતે જ ડિઝાઈન કરેલો આઉટફિટ પહેર્યો હતો જે ખૂબ જ બોલ્ડ હતો. આટલું જ નહીં તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હોટ અને સેક્સી ફોટો અને વીડિયોથી ભરેલું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર