Home /News /entertainment /Video : ઉર્ફી જાવેદે ફરી વટાવી તમામ હદો, એવી જાળીદાર બિકીની પહેરી કે ના દેખાવાનું બધુ દેખાવા લાગ્યું
Video : ઉર્ફી જાવેદે ફરી વટાવી તમામ હદો, એવી જાળીદાર બિકીની પહેરી કે ના દેખાવાનું બધુ દેખાવા લાગ્યું
ઉર્ફીએ આપ્યા અરેબિયન વાઇબ્સ
ઉર્ફી જાવેદના લેટેસ્ટ લુકે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ઉર્ફીએ ફરી એકવાર બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે અને તેના ડ્રેસને કારણે લોકોને ટ્રોલ કરવા મજબૂર કરી દીધા છે.
ઇન્ટરનેટ પર પોતાની અતરંગી ડ્રેસિંગના કારણે અવારનવાર ચર્ચાઓમાં રહેતી ઉર્ફી જાવેદ (Urfi javed New Look) હંમેશા લાઇમલાઇટમાં રહે છે. અવનવી ડ્રેસિંગના કારણે ઉર્ફી ઘણી વખત ટ્રોલર્સના નિશાને પણ આવતી રહે છે. ત્યારે હાલમાં પાપારાઝીએ મુંબઇમાં ઉર્ફીને અલગ જ અંદાજમાં સ્પોટ કરી હતી. આ દરમિયાન ઉર્ફીનો આ લુક હંમેશાની જ કંઇક અલગ હતો. તેની આ અદા અને સ્ટાઇલ (Urfi javed Viral Photos) જોઇને તેના ફેન્સ પણ મન મોહી ગયા હતા.
ટ્રાન્સપેરેન્ટ બ્લેક ડ્રેસમાં મચાવ્યો કહેર
ઉર્ફી જાવેદની હાલમાં જ સામે આવેલી નવી તસવીરોમાં તે બ્લેક કલરની ટ્રાન્સપેરેન્ટ બ્રાલેટ અને લોઅરમાં ખૂબ જ કિલર ગર્લ (Urfi javed in Black dress) જેવા લૂકમાં જોવા મળી હતી. ઉર્ફી જાવેદે આ ડ્રેસ સાથે સેમ ફેબરિકથી બનેલ ગ્લબ્સ અને માસ્કની સાથે લૂક કમ્પ્લીટ કર્યો હતો. આ દરમિયાન પાપારાઝીઓને પોઝ આપતી ઉર્ફી જાવેદે પોતાની અદાઓથી ફેન્સને દિવાના કરી દીધા હતા.
આ કિલર બેડ ગર્લ વાઇબ્સ આપતી ડ્રેસ સાથે ઉર્ફઊ જાવેદે પોતાના વાળને એક પોનીટેલ સાથે સ્ટાઇલ કર્યા હતા અને તે સાથે જ ન્યૂડ મેક અપ કરીને લૂક કમ્પ્લીટ કર્યો હતો. આ જોઇને પાપારાઝીએ પણ ઉર્ફીની અદાઓને પોતાના કેમેરામાં કેદ કરવાનો મોકો છોડ્યો નહોતો. હાલ ઉર્ફીના આ ફોટો સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. આ ફોટોઝમાં ઉર્ફી જાવેદે પોતાની કમર પર બનેલ ટેટૂને પણ ફ્લોન્ટ કર્યું હતું. આ લૂકમાં ઉર્ફીએ અરેબિયન સ્ટાઇલ અપનાવી હોય તેવું લાગી રહ્યું છે.
સોશ્યલ મીડિયા પર હંમેશા પોતાની સ્ટાઇલ અને લૂક સાથે હેડલાઇન્સ બનાવનારી ઉર્ફી જાવેદનો આમ તો દરેક લૂક ખાસ અને હટકે હોય છે. તે જ રીતે તેનો આ લૂક પણ ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઉર્ફી સોશ્યલ મીડિયા પર પોતાની ડ્રેસિંગ સ્ટાઇલના કારણે અનેક વિવાદોને શિકાર બની ચૂકી છે. વધુ પડતું બોડી ફ્લોન્ટ કરવાના કારણે અનેક હસ્તીઓ અને ટ્રોલર્સે તેની સ્ટાઇલને વખોડી કાઢી છે. પરંતુ ઉર્ફીને જાણે કોઇ જ વાતની પરવાહ ન હોય તે રીતે સૌને ઇગ્નોર કરીને પોતાના લૂક સાથે એક્સપરીમેન્ટ કરતી રહે છે અને મીડિયા અને નેટીજન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચતી રહે છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર