Home /News /entertainment /ઉર્ફી જાવેદે જેલના સળિયા પાછળથી વીડિયો શેર કર્યો, 'આખું ભારત મને આવી રીતે જ જોવા માંગે છે...'

ઉર્ફી જાવેદે જેલના સળિયા પાછળથી વીડિયો શેર કર્યો, 'આખું ભારત મને આવી રીતે જ જોવા માંગે છે...'

ઉર્ફીએ જેલની અંદરથી વીડિયો શેર કર્યોો

ઉર્ફી જાવેદે સોશિયલ મીડિયા પર જેલના સળિયા પાછળની તસવીર શેર કરીને હાલમાં ચાલી રહેલા સમાચારો પર નારાજગી વ્યક્ત કરી છે. સમાજની હિપોક્રસી પર સવાલ ઉઠાવતા ઉર્ફીએ કહ્યું કે અત્યારે બે પ્રકારના સમાચાર ચાલી રહ્યા છે.

મુંબઈ : ઉર્ફી જાવેદ હાલના દિવસોમાં દુબઈમાં છે અને સોશિયલ મીડિયા પર છવાયેલી છે. ઉર્ફીની દુબઈ પોલીસે તેના બોલ્ડ આઉટફિટના કારણે અટકાયત કરી છે, આ સમાચાર પછી ઉર્ફીને ઘણી ટ્રોલ પણ કરવામાં આવી હતી, ઘણી ધમકીઓ પણ મળી હતી. આવા સમાચારો પર ઉર્ફીએ સમાજનું વલણ વ્યક્ત કરતાં પોતાનું દર્દ લોકો સમક્ષ શેર કર્યું હતુ. અને તેણે સોશિયલ મીડિયા પર અનેક તસવીરો અને વીડિયો શેર કરીને સમાજની વાસ્તવિકતા દર્શાવી છે.

ઉર્ફી જાવેદે પોતાની જેલનો એક વિડીયો (ફિલ્ટર સાથે) શેર કરીને લખ્યું છે કે 'હાલના સમયે આખું ભારત મને આ રીતે જોવા માંગે છે'. કોમેન્ટ્સનો એક ઇન્સ્ટા શોટ શેર કરવામાં આવ્યો છે જેમાં એક યુઝર કહી રહ્યો છે કે 'Thank you Dubai, please keep him forever', ઉર્ફીએ પણ તેનો જવાબ આપ્યો છે.

બળાત્કારની ધમકીઓ સાથે કોઈ સમસ્યા નથી

ઉર્ફીએ વધુ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કહી રહી છે, 'જો તમે જુઓ તો બે પ્રકારની વાર્તાઓ ચાલી રહી છે. એક તો મને દુબઈ જેલમાં મોકલવાનો અને બીજો એ કે જે મારી સાથે બળાત્કાર કરી મારી નાખવાની ધમકી આપતો હતો તેની ધરપકડ થઈ. પરંતુ લોકોને મને જેલમાં જોવામાં વધુ રસ છે. મેં ટ્વિટ્સ વાંચ્યા, લોકોએ લખ્યું કે તેને જેલમાં રાખો, તેને પાછા ન મોકલો વગેરે.. તમે હિપોક્રસી જોઈ રહ્યા છો, લોકોને બળાત્કાર કરનાર માણસથી કોઈ વાંધો નથી. , પરંતુ એક મહિલાના શરીર સાથે સમસ્યા છે જે તેની પસંદગીના કપડાં પહેરે છે.

urfi javed behind jail

આ પણ વાંચો : ઉષા ઊઠુપ પર બનશે બાયોપિક? 'કોણ તેની ભૂમિકા ભજવશે?' ફેન્સે એક અભિનેત્રીનું નામ લીધું, જાણો

પોલીસ ધરપકડ કરવા નથી આવી, તેઓ શુટીંગ રોકવા આવી હતી

દુબઈ જેલમાં હોવાની વાત કરતા ઉર્ફી જાવેદે એક ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, 'પોલીસ ચોક્કસપણે તેના શૂટિંગ સ્થળે આવી હતી પરંતુ ધરપકડ કરવા માટે નહીં પરંતુ શૂટિંગ રોકવા માટે આવી હતી.
First published:

Tags: Urfi Javed controversy, Urfi Javed Instagram, Urfi jawed

विज्ञापन