Home /News /entertainment /ઉર્ફી જાવેદે કાસ્ટિંગ કાઉચને લઈને કર્યો મોટો ખુલાસો, બોલી - ઈન્ડસ્ટ્રીના મોટા નામ છે સામેલ!
ઉર્ફી જાવેદે કાસ્ટિંગ કાઉચને લઈને કર્યો મોટો ખુલાસો, બોલી - ઈન્ડસ્ટ્રીના મોટા નામ છે સામેલ!
ઉર્ફીએ કહ્યું હતું કે, 'ઘણી છોકરીઓની જેમ મેં પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો છે
ઉર્ફી જાવેદે (Urfi Javed) કહ્યું કે, હું ઘરેથી ભાગીને મુંબઈ આવી હતી અને અહીં મારે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. મારી પાસે પૈસા પણ ન હતા કે ન તો રહેવા માટે જગ્યા હતી
'બિગ બોસ ઓટીટી' (Bigg Boss OTT) ફેમ અભિનેત્રી ઉર્ફી જાવેદ (Urfi Javed) તેના ફેશન સ્ટેટમેન્ટને કારણે હેડલાઇન્સમાં રહે છે. પોતાના બોલ્ડ ફોટાને કારણે ઘણી વખત ટ્રોલ થયેલી ઉર્ફી હાલમાં જ ઈસ્લામ વિશે આપેલા નિવેદનોને કારણે ચર્ચામાં રહી હતી. હવે અભિનેત્રીએ ફરી એકવાર કાસ્ટિંગ કાઉચ (Casting Couch) અંગે સનસનાટીભર્યું નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. ઉર્ફીએ કહ્યું કે, ઈન્ડસ્ટ્રીના માણસો ખૂબ જ પાવરફુલ છે, તેમને રિજેક્ટ કરવાનો અધિકાર છે.
ઉર્ફી જાવેદને પણ કાસ્ટિંગ કાઉનો સામનો કરવો પડ્યો છે
ઉર્ફી જાવેદે મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કાસ્ટિંગ કાઉચને લઈને મોટું નિવેદન આપ્યું છે. ઈન્ટરવ્યુમાં ઉર્ફીએ કહ્યું હતું કે, 'ઘણી છોકરીઓની જેમ મેં પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો છે. મને એક વખત જબરદસ્તી આમાં ધકેલવામાં આવી હતી પરંતુ, હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે, હું આવી પરિસ્થિતિમાંથી બચવામાં સફળ રહી કોઈનું નામ લીધા વગર ઉર્ફીએ કહ્યું કે, કેટલાક મોટા લોકો દ્વારા કાસ્ટિંગ કાઉચનો શિકાર બની હતી.
ઉર્ફી પાસે જબરદસ્તી બોલ્ડ સીન કરાવ્યો
ઉર્ફી જાવેદે કહ્યું કે, હું ઘરેથી ભાગીને મુંબઈ આવી હતી અને અહીં મારે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. મારી પાસે પૈસા પણ ન હતા કે ન તો રહેવા માટે જગ્યા હતી. પછી એક નિર્માતાએ મને વેબ સિરીઝની ઓફર કરી, પરંતુ જ્યારે મને બળજબરીથી બોલ્ડ સીન કરાવવા લાગ્યા તો મારા હોશ ઉડી ગયા. બોલ્ડ સીન કરવાની ના પાડતા મને જેલમાં ધકેલવાની ધમકીઓ આપવા લાગ્યા.
ઉર્ફી જાવેદ તેના બોલ્ડ ફોટાઓને કારણે સોશિયલ મીડિયા પર વારંવાર ટ્રોલ થાય છે. આ અંગે અભિનેત્રીએ હાલમાં જ ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'હું ટ્રોલ થવાનું કારણ એ છે કે, હું મારા ધર્મ પ્રમાણે લોકો મારી પાસેથી જે રીતે અપેક્ષા રાખે છે તે રીતે હું વર્તન નથી કરતી. 'લગ્નના સવાલ પર ઉર્ફીએ કહ્યું, 'હું ક્યારેય કોઈ મુસ્લિમ છોકરા સાથે લગ્ન નહીં કરૂ. હું ઇસ્લામમાં માનતી નથી અને હું કોઈ પણ ધર્મનું પાલન નથી કરતી, તેથી હું કોને પ્રેમ કરું છું તેની મને પરવા નથી. હું ઈચ્છુ તેની સાથે લગ્ન કરી શકુ છું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર