Home /News /entertainment /હિન્દુસ્તાની ભાઉની ધમકી બાદ ઉર્ફી જાવેદ ભડકી, કહ્યુ- 'હું મારી સુરક્ષાને લઈને ચિંતિત છું'

હિન્દુસ્તાની ભાઉની ધમકી બાદ ઉર્ફી જાવેદ ભડકી, કહ્યુ- 'હું મારી સુરક્ષાને લઈને ચિંતિત છું'

ફોટોઃ @hindustanibhaukingsarkar , @urf7i

હિન્દુસ્તાની ભાઉએ ઉર્ફી જાવેદને તેના આઉટફીટને લઈને ધમકી આપી છે. તેના પર ઉર્ફીએ નારાજગી વ્યક્ત કરી છે અને લાંબી નોટ દ્વારા પોતાની ભડાસ નીકાળી છે. તેની સાથે જ તેણીએ પોતાની સિક્યોરિટીને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે. તેીએ કહ્યુ કે હું માનસિક રીતે પરેશાન થઈ ગઈ છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ ઉર્ફી જાવેદ ઘણીવાર તેના ફેશન સેન્સ અને આઉટફિટ્સને લઈને વિવાદોમાં ફસાઈ જાય છે. તેના આઉટફિટ્સ બધાનું ધ્યાન ખેંચે છે. આ વખતે તેના આઉટફિટે બિગ બોસ ફેમ હિન્દુસ્તાની ભાઉનું ધ્યાન ખેંચ્યું છે. હિન્દુસ્તાની ભાઉએ ઉર્ફીને આવા કપડાં પહેરવાની મનાઈ કરી છે અને કહ્યું છે કે આ ભારતની સંસ્કૃતિ નથી. આ સાથે તેણે કહ્યું કે ઉર્ફીએ આવા કપડા ન પહેરવા જોઈએ. જેના કારણે બહેન-દીકરીઓમાં ખોટો સંદેશો જઈ રહ્યો છે. તેણે ધમકીભર્યા અંદાજમાં કહ્યું કે તે (ઉર્ફી) સુધરી જાય નહીંતર તે તેણીને સુધારી દેશે. ઉર્ફીએ હિન્દુસ્તાની ભાઉના આ નિવેદનનો વીડિયો પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે.

  ઉર્ફી જાવેદે આ વીડિયો શેર કરતી વખતે હિન્દુસ્તાની ભાઉ પર નિશાન સાધ્યું અને એક લાંબી નોટ લખી. તેણે કેટલાક સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે જેના દ્વારા તેણે દાવો કર્યો છે કે હિન્દુસ્તાની ભાઉ તેની સાથે કામ કરવા માંગે છે. ઉર્ફીએ તેની નોંધમાં લખ્યું હતું કે, “ઓહ! તમે ગાળો આપો છો તે ભારતની સંસ્કૃતિ છે, તમારી ગાળોએ કેટલા લોકોને સુધાર્યા છે.. હવે તમે મને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છો."  આ પણ વાંચોઃ The Terminal: 18 વર્ષ એરપોર્ટ પર વિતાવનાર મેહરાન કરીમી નાસેરીનું થયું નિધન, તેમના જીવનથી પ્રેરિત હતી ફિલ્મ 'ધ ટર્મિનલ'

  ઉર્ફી જાવેદે આગળ લખ્યું, "તમે જાણો છો કે હું તમને જેલ મોકલી શકું છું, પરંતુ એટલા માટે નહીં કરી શકું કારણ કે તમે તો લાખો વખત જેલમાં જઈને આવ્યા છો? આ તો કેટલો સારો સંદેશ છે યુવાનો માટે જેલ જવાનો, તમારાથી અડધી ઉંમરની છોકરીને ખુલ્લેઆમ ધમકી આપવી. એ પણ યાદ રાખો કે તમે મારા ફોટોગ્રાફર અને મોહસિનને કહ્યુ હતું કે તમે થોડા મહિના પહેલા મારી સાથે વાત કરવા માંગતા હતા..."


  સાથે કામ કરવા માંગતા હતા હિન્દુસ્તાની ભાઉ: ઉર્ફી


  ઉર્ફીએ આગળ લખ્યું કે હિન્દુસ્તાની ભાઉ તેમનું પ્રમોશન કરાવવા માંગતા હતા, જેની તેણે ના પાડી. ઉર્ફીએ કહ્યું કે તે દરમિયાન પણ કપડાં આ રીતે જ પહેરવામાં આવતા હતા. ઉર્ફીએ અન્ય એક સ્ટોરીમાં લખ્યું છે કે સોશિયલ મીડિયા ટ્રોલિંગની તેના માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડી છે. તેણીએ કહ્યું કે તે ડરતી નથી પરંતુ તેની સુરક્ષા અંગે ચિંતિત છે.

  આ પણ વાંચોઃ 'ઉર્ફી જાવેદનો ભાઈ લાગી રહ્યો છે' - પ્રતીક બબ્બરને અજીબોગરીબ શૂટના કારણે સોશિયલ મીડિયા પર થવું પડ્યુ ટ્રોલિંગનો શિકાર


  માનસિક સ્વાસ્થ્ય પર અસર


  ઉર્ફી જાવેદે લખ્યું, "મારા પર વિશ્વાસ કરો મિત્રો, હું શું પહેરું છું તેની તેમને કોઈ પરવા નથી, તેઓ માત્ર પ્રસિદ્ધિ ઈચ્છે છે. સાચું કહું તો, ઇન્ટરનેટ પર દરેક વ્યક્તિ મને મારી નાખવાની ધમકી આપી રહી છે, મને માનસિક રીતે પરેશાન કરી રહી છે. કલ્પના કરો કે દરરોજ કોઈ તમારી વિરુદ્ધ વીડિયો પોસ્ટ કરી રહ્યું છે અને તમને મારવાની ધમકી આપી રહ્યું છે,

  તે પણ એટલે કે મેં શું પહેર્યુ છે."
  Published by:Hemal Vegda
  First published:

  Tags: Entertainment news, ઉર્ફી જાવેદ, મનોરંજન

  विज्ञापन
  विज्ञापन