Home /News /entertainment /Urfi Javed Photographer: ઉર્ફી જાવેદના બોલ્ડ ફોટો પાછળ આ શખ્સનો છે હાથ, નામ જાણીને ચોંકી ઉઠશો
Urfi Javed Photographer: ઉર્ફી જાવેદના બોલ્ડ ફોટો પાછળ આ શખ્સનો છે હાથ, નામ જાણીને ચોંકી ઉઠશો
ફોટો : urf7i Instagram
ઉર્ફી જાવેદનો કોઈ પણ ફોટો જોઇ લો, એમાં તમને ચોક્કસ કોમેન્ટ મળશે કે ભાઈ, આ ફોટોગ્રાફર કોણ છે? હવે મોડું થઈ ગયું છે પણ આ સવાલનો જવાબ પણ મળી ગયો છે. ખરેખર, તાજેતરમાં જ ઉર્ફી જાવેદે તેનો એક નવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ હંમેશાની જેમ ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી હતી.
ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ તેના હટકે ડ્રેસિંગ સેન્સના કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક કંઈ પહેર્યા વિના અરીસા પાછળ છુપાઈને તો ક્યારેક માત્ર એક હાથથી પોતાનું બદન ઢાંકીને ઉર્ફી કેમેરાની સામે આવતાં ખચકાતી નથી. અહીં ટીવી એક્ટ્રેસના આવા બોલ્ડ લુકને જોઈને જ્યાં લોકો તેની હિંમતના વખાણ કરે છે, તો બીજી તરફ ઘણા લોકો આ માટે ઉર્ફીને નિશાન બનાવે છે.
આ બધાની વચ્ચે ઉર્ફીની તસવીરો જોયા બાદ લોકોના મનમાં બીજો પ્રશ્ન ઉભો થાય છે કે, તેની આવી તસવીરો કોણ ક્લિક કરી રહ્યું છે?
ઉર્ફી જાવેદનો કોઈ પણ ફોટો જોઇ લો, એમાં તમને ચોક્કસ કોમેન્ટ મળશે કે ભાઈ, આ ફોટોગ્રાફર કોણ છે? હવે મોડું થઈ ગયું છે પણ આ સવાલનો જવાબ પણ મળી ગયો છે. ખરેખર, તાજેતરમાં જ ઉર્ફી જાવેદે તેનો એક નવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ હંમેશાની જેમ ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. વીડિયોમાં ઉર્ફી કંઈપણ પહેર્યા વિના બે ગ્લાસની મદદથી પોતાની જાતને છુપાવતી જોવા મળી હતી.
ટીવી એક્ટ્રેસનો આ વીડિયો જોયા બાદ લોકો ફરી એકવાર માથું પકડવા મજબૂર થઈ ગયા. જો કે, આ વખતે, ઉર્ફીથી વિપરીત, તેના કેપ્શને લોકોનું વધુ ધ્યાન આકર્ષિત કર્યું. વીડિયોના કેપ્શનમાં ઉર્ફીએ તેના ફોટોગ્રાફરનો ખુલાસો આપ્યો છે.
એક્ટ્રેસે તેના વીડિયોમાં આમિર શેખ નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે. તમને જણાવી દઈએ કે આમિરે ઉર્ફીના આવા ઘણા બોલ્ડ વીડિયો શૂટ કર્યા છે. તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ આ વાતનો પૂરાવો આપે છે. એટલું જ નહીં, ઉર્ફી સિવાય આમિરે ટીના દત્તા, રશ્મિ દેસાઈ, દેબીના બોનર્જી જેવી ઘણી એક્ટ્રેસીસના બોલ્ડ ફોટોશૂટ પણ કરાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ દિવસોમાં ઉર્ફી જાવેદ એમટીવીના પોપ્યુલર ડેટિંગ રિયાલિટી શો સ્પ્લિટ્સવિલાની સીઝન X4માં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળે છે. ઉર્ફીએ શોમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આ સાથે તે દરરોજ નવા ધમાકા કરતી જોવા મળે છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર