Home /News /entertainment /કેટરીનાની થનારી દેરાણી એવો ડ્રેસ પહેરીને આવી કે ફજેતી થઈ, લોકોએ કહ્યું- ઉર્ફી પાર્ટ 2

કેટરીનાની થનારી દેરાણી એવો ડ્રેસ પહેરીને આવી કે ફજેતી થઈ, લોકોએ કહ્યું- ઉર્ફી પાર્ટ 2

urfi javed and sharvari vagh

ઉર્ફી જાવેદની ઓળખાણ આજે તેના અત્યંત બોલ્ડ કપડા અને અતરંગી ફેશન સેન્સથી થાય છે. જો કોઈ અન્ય અભિનેત્રી કે મોડલ આવા કપડામાં દેખાય તો, તુરંત તેની તુલના ઉર્ફી જાવેદ સાથે થવા લાગે છે.

    મુંબઈ: ઉર્ફી જાવેદની ઓળખાણ આજે તેના અત્યંત બોલ્ડ કપડા અને અતરંગી ફેશન સેન્સથી થાય છે. જો કોઈ અન્ય અભિનેત્રી કે મોડલ આવા કપડામાં દેખાય તો, તુરંત તેની તુલના ઉર્ફી જાવેદ સાથે થવા લાગે છે. હાલમાં જ આ તુલના કેટરીના કૈફની થનારી દેરાણી, એક્ટ્રેસ શરવરી વાઘ સાથે થઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો વિક્કી કૌશલના ભાઈ, સની કૌશલને ડેટ કરી રહેલી એક્ટ્રેસ શરવરી વાઘ હાલમાં જ એક ઈવેન્ટમાં ખૂબ જ બોલ્ડ કપડામાં પહોંચી હતી. જેને જોઈને લોકોને ઉર્ફીની યાદ આવી ગઈ હતી. કેટલાય લોકોએ તો તેન ઉર્ફી પાર્ટ 2નું ટેગ પણ આપી દીધું છે.

    કેટરીનાની થનારી દેરાણીના ડ્રેસ પર ટ્રોલર્સ વરસી પડ્યા


    આપની જાણકારી માટે જણાવી દઈએ કે, મુંબઈમાં થોડા સમય પહેલા GQ Awards હોસ્ટ થયો હતો, જેમાં રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, શહનાઝ ગિલ અને ભૂમિ પેડનેકર સહિત કેટલાય સ્ટાર હાજર રહ્યા હતા. આ ફંક્શનમાં કેટરીના કૈફની થનારી દેરાણી શરવરી વાઘ પણ પહોંચી હતી. તેનો ડ્રેસ અને લુક પર તે ખૂબ જ ટ્રોલ થઈ હતી. શરવરીના લુકથી લોકોને ઉર્ફીની યાદ આવી ગઈ હતી.




    જો આપ વિચારી રહ્યા છો કે, શરવરીએ આવું શા માટે પહેર્યું કે લોકોને ઉર્ફીની યાદ આવી ગઈ, તો જણાવી દઈએ કે, એક્ટ્રેસ એક બ્લેક ડ્રેસમાં એવોર્ડ ફંકશનમાં પહોંચી હતી. શરવરી વાઘનો બ્લેક ડ્રેસમાં કેટલીય જગ્યાએ મોટા મોટા કટ મારેલા હતા. તેની ફેશન સેન્સથી નેટિજેન્સને ઉર્ફીની યાદ આવી ગઈ હતી. સાથે જ શરવરીનો ડ્રેસ ઘણા બધાં અંશે ઉર્ફીના ડ્રેસ સાથે મળતો આવતો હતો.

    આપને જણાવી દઈએ કે શરવરી વાઘ છેલ્લે બંટી ઔર બબલી 2 ફિલ્મમાં દેખાઈ હતી અને હવે તે પોતાના આગામી પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन
    विज्ञापन