Home /News /entertainment /

Urfi Javed: ફરી વખત વિચિત્ર સ્ટાઈલ સાથે જોવા મળી ઉર્ફી જાવેદ, ડ્રેસિંગ સેન્સ માટે થઈ ટ્રોલ

Urfi Javed: ફરી વખત વિચિત્ર સ્ટાઈલ સાથે જોવા મળી ઉર્ફી જાવેદ, ડ્રેસિંગ સેન્સ માટે થઈ ટ્રોલ

ઉર્ફી જાવેદ

નેટીઝન્સે ઉર્ફી જાવેદ (Urfi Javed) ના વન ઓફ અ કાઈન્ડ લુક પર પ્રતિક્રિયા આપી હતી. તેના "વિચિત્ર" ફેશન સેન્સ પર સવાલ ઉઠાવતી કોમેન્ટ પણ કરવામાં આવી હતી. બીજી તરફ, કેટલાક લોકોએ ઉર્ફીના દેખાવ પર ખૂબ જ ફની રિએક્શન આપ્યા

    ઉર્ફી જાવેદ (Urfi Javed)ની વિચિત્ર સ્ટાઈલ મોટાભાગે ચર્ચાને વિષય બની રહે છે. વિચિત્ર ડ્રેસિંગ સેન્સ અને સ્ટાઈલના કારણે તેની ફેશન સેન્સ પર અવારનવાર સવાલ ઉઠતાં હોય છે. તેની કપડાની પસંદગીને કારણે તેને વારંવાર ટ્રોલિંગનો શિકાર થવું પડે છે. તાજેતરમાં જ ફરી એકવાર તેના વિયર્ડ ફેશનને કારણે ટ્રોલિંગનો શિકાર બને છે. ઉર્ફીએ તેના રિસેન્ટ આઉટિંગ વખતે થાઈ હાઈ સ્લિટ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જોવા મળી હતી. વ્હાઈટ ટ્રાન્સપરેન્ટ ડ્રેસમાં તે પાપારાઝી કેમેરામાં સ્પોટ થઈ હતી.

    ઉર્ફીએ સ્ટ્રેપી ડ્રેસ પહેર્યો હતો. જેમાં પ્લન્જીંગ નેકલાઈન અને બ્લોક્સ એકસાથે તેના અપર પોર્શનને કવર કરી રહ્યા હતા. આ સાથે જ આ ડ્રેસમાં હી સ્લિટ પણ હતી. ફાઈન બેસ, હેવી મસ્કારા અને પિંક લિપસ્ટિક સાથે તેનો લૂક ખૂબ જ સેટલ લાગી રહ્યો હતો. લુક કમ્પ્લિટ કરવા માટે તેણે નાના સ્ટડ પહેર્યા હતા અને વાળ ખુલ્લા રાખ્યા હતા. આઉટફીટ સાથે ઉર્ફીએ પિંક સ્ટ્રેપી હિલ્સ પહેરી હતી.

    લોકપ્રિય બોલિવૂડ પાપારાઝી વિરલ ભાયાની દ્વારા વિડિયો પોસ્ટ કરવામાં આવ્યા પછી તરત જ, નેટીઝન્સે ઉર્ફીના વન ઓફ અ કાઈન્ડ લુક પર પ્રતિક્રિયા આપી હતી. તેના "વિચિત્ર" ફેશન સેન્સ પર સવાલ ઉઠાવતી કોમેન્ટ પણ કરવામાં આવી હતી. બીજી તરફ, કેટલાક લોકોએ ઉર્ફીના દેખાવ પર ખૂબ જ ફની રિએક્શન આપ્યા હતા.

    એક યૂઝરે કોમેન્ટ કરતા કહ્યું કે, ઉનાળાની ગરમી માટે સારું છે, પણ શું આ ડ્રેસ ચીઝ ટ્યુબથી બનેલી છે. જ્યારે બીજા યૂઝરે રિપ્લાય કર્યો કે કદાચ તે પેપરની બનેલી છે. વધુ એક યુઝરે પૂછ્યું કે શું ફેન્સ ઉર્ફીને રણવીર સિંહ સાથે જોવા માગે છે. કોમેન્ટમાં લખ્યું હતું, રણવીર સિંહ અને ઉર્ફીને એક જ ફ્રેમમાં કોણ જોવા માંગે છે?

    આ પણ વાંચોUrfi Javed ને માત્ર શરીર પર ફૂલો લગાવેલા જોઈને લોકો ચોંકી ગયા, લોકોએ કરી જાત-જાતની કોમેન્ટ

    અહી ઉલ્લેખનિય છે કે, હાલમાં જ ઉર્ફી જાવેદને શોર્ટ અને ફ્લાવર ડ્રેસ માટે ટ્રોલ કરવામાં આવી હતી. તે સૌપ્રથમ 2016 ના ટીવી પ્રોગ્રામ બડે ભૈયા કી દુલ્હનિયામાં જોવા મળી હતી અને ત્યારથી તે મેરી દુર્ગા, બેપનાહ અને પંચ બીટ સીઝન 2માં જોવા મળી છે, આ તમામ ALTBalaji પર ઉપલબ્ધ છે. ઉર્ફી જાવેદ ટીવી શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને કસૌટી ઝિંદગી કીમાં પણ જોવા મળી ચૂકી છે.
    First published:

    Tags: Urfi Javed as contestant in Bigg Boss OTT, Urfi javed besharam, Urfi javed bold, Urfi javed bold photos, Urfi Javed Instagram, Urfi javed look, Urfi Javed Photos, ઉર્ફી જાવેદ

    આગામી સમાચાર