Home /News /entertainment /VIDEO: ઉર્ફી જાવેદે ટૉપલેસ થઇને લટકાવ્યા માત્ર બે મોબાઇલ, ન દેખાવાનું બધુ દેખાઇ ગયું

VIDEO: ઉર્ફી જાવેદે ટૉપલેસ થઇને લટકાવ્યા માત્ર બે મોબાઇલ, ન દેખાવાનું બધુ દેખાઇ ગયું

Photo credit : Instagram : @urf7i

ઉર્ફી જાવેદે હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાનો નવો લૂક શેર કર્યો છે. ઉર્ફી તેના નવા લૂકમાં મોબાઈલ-ચાર્જર પહેરેલી જોવા મળે છે. તેના આ લેટેસ્ટ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

    ઉર્ફી જાવેદ મોટાભાગે તેના લુક્સના કારણે ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દરરોજ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ક્રિએટિવ લુક્સના ફોટોઝ અને વીડિયોઝ શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએંસર ઉર્ફી જાવેદ એક સ્ટાઇલ આઇકોન છે. બોલીવુડ સ્ટાર રણવીર સિંહ પણ ઉર્ફી જાવેદની ફેશન સેંસના વખાણ કરી ચુક્યો છે.

    હાલમાં જ ઉર્ફી જાવેદે પોતાનો નવો લુક શેર કરીને સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. ઉર્ફીએ પોતાના નવા લુકમાં ક્રિએટિવ બનવાની તમામ હદો પાર કરી નાંખી છે.

    આ પણ વાંચો : PHOTOS: તારક મહેતા...ની 'સોનૂ ભીડે'એ ફરી ટેમ્પરેચર કર્યુ હાઇ, બિકીની પહેરીને આપ્યા કાતિલ પોઝ

    હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં ફેશન આઇકોન ઉર્ફી જાવેદનો બિલકુલ અલગ જ લુક જોવા મળ્યો છે. આ નવા લુકમાં ઉર્ફીએ કંઇક એવુ કરી બતાવ્યું છે, જેની કદાચ કોઇને કલ્પના પણ નહીં હોય. ઉર્ફી જાવેદે પોતાના લેટેસ્ટ લુકમાં મોબાઇલ ફોનને જ પોતાનું ટૉપ બનાવી દીધું છે. તેનો આ લુક જોઇને ફેન્સ દંગ રહી ગયા છે.








    View this post on Instagram






    A post shared by Uorfi (@urf7i)






    ઉર્ફીએ બે મોબાઇલ ફોનને યૂએસબી વાયર સાથે જોડીને તેનું ટૉપ બનાવ્યું છે. તેણે આ ટૉપને બ્લૂ કલરના કોટ અને પેન્ટ સાથે પહેર્યુ છે. આ વીડિયો શેર કરતા ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું, સંપૂર્ણ રીતે ચાર્જ્ડ. ગણતરીની મિનિટોમાં આ વીડિયો પર 25 હજારથી વધુ લાઇક્સ આવી ચુકી છે. ઉર્ફીના લેટેસ્ટ લુક પર તેના ફેન્સ દિલ ખોલીને પ્રેમ લૂંટાવી રહ્યાં છે.

    આ પણ વાંચો :  Drishyam 2 Review : 'પૈસા વસૂલ' છે અજય દેવગણની ફિલ્મ! જોતા પહેલા વાંચી લો રિવ્યૂ

    જણાવી દઇએ કે હાલમાં જ આ સોશિયલ મીડિયા ઇન્પ્લુએંનસરનો એથનિક લુક જોવા મળ્યો હતો. ઉર્ફી બેબી પિંક કલરમાં સૂટમાં જોવા મળી હતી. આ મોડેલ અને એક્ટ્રેસ પોતાના લુક્સ સાથે નવા નવા એક્સપિરિમેન્ટ કરવા માટે ફેમસ છે. ઉર્ફીના લુક્સના મોટા મોટા ફેશન ડિઝાઇનર્સ પર વખાણ કરી ચુક્યા છે.


    બિગ બૉસ ઓટીટીથી ફેમસ થઇ ઉર્ફી જાવેદ


    ઉર્ફી જાવેદ ટીવીની ઘણી સીરીયલોમાં સપોર્ટિંગ રોલમાં જોવા મળી હતી. તેણે 'બિગ બોસ ઓટીટી'ની પહેલી સીઝનમાં ભાગ લઇને ઘણી લાઇમલાઇટ લૂંટી હતી. આ ઉપરાંત તે મેરી દુર્ગા, ચંદ્ર્ નંનદી જેવી સીરીયલ્સમાં પણ જોવા મળી હતી.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Urfi javed bold, Urfi javed bold photos, Urfi Javed controversy, Urfi Javed Instagram

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन