Home /News /entertainment /મેરી પ્યારી ઉર્ફી... Pathaanને લઈને 'ક્વીન' અને 'DIY ક્વીન' વચ્ચે જંગ સોશિયલ જંગ

મેરી પ્યારી ઉર્ફી... Pathaanને લઈને 'ક્વીન' અને 'DIY ક્વીન' વચ્ચે જંગ સોશિયલ જંગ

'ક્વીન' અને 'DIY ક્વીન' આસને-સામને

શાહરૂખ ખાનની 'પઠાણ' ફિલ્મ રિલીઝ પહેલા જ ચર્ચામાં આવી ગઈ હતી. કેટલાક લોકો દ્વારા તેનો બહિષ્કાર કરવાની માંગ પણ કરવામાં આવી હતી. પરંતુ, બોયકોટ ગેંગની ફિલ્મ પર કોઈ અસર જોવા મળી નહીં. જણાવી દઈએ કે, ફિલ્મ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. આ દરમિયાન ફિલ્મને લઈને ટ્વિટર પર અભિનેત્રી કંગના રનૌત અને ઉર્ફી જાવેદ વચ્ચે ટ્વિટર યુદ્ધ ફાટી નીકળ્યું છે.

વધુ જુઓ ...
મુંબઈઃ કિંગ ખાન શાહરૂખ ખાને (Shah Rukh Khan) ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, તેને બોલિવૂડનો બાદશાહ કેમ કહેવામાં આવે છે. છેલ્લા 4 વર્ષથી શાહરૂખની કોઈ ફિલ્મ આવી ન હતી અને જ્યારે તેણે પઠાણ (Pathaan) સાથે કમબેક કર્યું ત્યારે ફિલ્મે કમાણીના ઘણા રેકોર્ડ તોડ્યા હતા. પઠાણે દેશમાં અત્યાર સુધીમાં 364 કરોડનું કલેક્શન કર્યું છે અને જો આપણે વાઈડ લેવલ પર વાત કરીએ તો ફિલ્મે લગભગ 700 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મે KGF2 અને બાહુબલી જેવી ફિલ્મોને તેની રિલીઝના માત્ર પાંચ દિવસમાં કમાણીના મામલામાં પાછળ છોડી દીધી છે.

પઠાણ ફિલ્મ રિલીઝ પહેલા જ ચર્ચામાં હતી. કેટલાક લોકોએ તેનો બહિષ્કાર કરવાની માંગ પણ કરી હતી, પરંતુ ફિલ્મ સફળતાના નવા આયામો સર્જી રહી છે. જો કે ફિલ્મના બહિષ્કારની માંગ ઓછી થઈ ગઈ છે, પરંતુ અભિનેત્રી કંગના રનૌત અને ઉર્ફી જાવેદ વચ્ચે ટ્વિટર પર યુદ્ધ છેડાઈ ગયું છે.

આ પણ વાંચો: શ્વેતા તિવારીએ ફરી એકવાર બોલ્ડ ડ્રેસ પહેરીને ઇન્ટરનેટ પર લગાવી આગ, જોતા રહી જશો એક્ટ્રેસનો કિલર અંદાજ

બોલિવૂડ પ્રોડ્યુસર પ્રિયા ગુપ્તાએ પઠાણની સફળતાને લઈને એક ટ્વિટ કર્યું છે. આ ટ્વીટમાં તેણે થિયેટરની અંદરનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, થિયેટરમાં પઠાણ ફિલ્મ ચાલી રહી છે અને તેમાં 'ઝૂમે જો પઠાણ' ગીત ચાલી રહ્યું છે. આ ગીત પર દર્શકો પોતાના ફોનની લાઈટ ચાલુ કરીને ડાન્સ કરી રહ્યા છે. પ્રિયાએ પોતાના ટ્વિટમાં શાહરૂખ અને દીપિકાને ફિલ્મની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. આ સાથે તેણે લખ્યું કે, એ સાબિત થઈ ગયું છે કે હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો શાહરૂખને ખૂબ પ્રેમ કરે છે. પ્રિયાએ એ પણ લખ્યું કે, બોયકોટ ગેંગ પઠાણ ફિલ્મને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવામાં સફળ રહી નથી.

પ્રિયાના ટ્વીટને રીટ્વીટ કરતા કંગના રનૌતે લખ્યું કે, તે ખૂબ જ સારું વિશ્લેષણ હતું. આ દેશમાં માત્ર અને માત્ર ખાનને જ પ્રેમ કરવામાં આવે છે. એટલા માટે ભારત પર નફરત અને ફાસીવાદનો આરોપ લગાવવો ખૂબ જ ખોટું છે. કંગનાએ કહ્યું કે, ભારત જેવો બીજો કોઈ દેશ નથી.



કંગનાના આ ટ્વિટ પર ઉર્ફી જાવેદે વળતો પ્રહાર કર્યો અને લખ્યું કે, "હે ભગવાન, શું ભાગલા છે. હિન્દુ કલાકારો, મુસ્લિમ કલાકારો, કળાને ક્યારેય ધર્મના નામે વિભાજિત કરવામાં આવતી નથી… અહીં ફક્ત કલાકારો છે."



ઉર્ફીની કમેન્ટ પર કંગનાનો જવાબ



ઉર્ફીના ટ્વીટનો જવાબ આપતાં કંગનાએ લખ્યું કે, "હા મારી ઉર્ફી, જો આવું થશે તો તે એક આદર્શ વિશ્વ હશે પરંતુ જ્યાં સુધી આપણી પાસે સમાન નાગરિક સંહિતા ન હોય ત્યાં સુધી તે શક્ય નથી." કંગનાએ પોતાનો મુદ્દો અહીં પૂરો ન કર્યો, પરંતુ તેણે કહ્યું કે ચાલો આપણે બધા 2024ની ચૂંટણી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી ઘોષણાપત્રમાં સમાન નાગરિક સંહિતાની માંગ કરીએ. શું આપણે તે કરી શકીએ? જોકે તેના ટ્વીટ બાદ ઉર્ફી તરફથી કોઈ જવાબ આવ્યો નથી.
First published:

Tags: Kangana ranaut, Pathaan, Urfi Javed controversy, બોલીવુડ ન્યૂઝ

विज्ञापन