Home /News /entertainment /Video: ઉર્ફી જાવેદ ફરી એકવાર થઇ ટૉપલેસ, એકલું પેન્ટ પહેરીને પાર કરી બોલ્ડનેસની તમામ હદો
Video: ઉર્ફી જાવેદ ફરી એકવાર થઇ ટૉપલેસ, એકલું પેન્ટ પહેરીને પાર કરી બોલ્ડનેસની તમામ હદો
Photo Credit : @urf7i Instagram
Urfi Javed Topless Video : ઉર્ફી જાવેદે પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ઉર્ફી જાવેદ તેના લેટેસ્ટ વીડિયોમાં ટોપલેસ જોવા મળી રહી છે, જેના કારણે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.
બિગ બોસ ઓટીટી ફેમ અને મોડલ ઉર્ફી જાવેદ હંમેશા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદની તાજેતરમાં જ લેખક ચેતન ભગત સાથે સોશિયલ મીડિયા વોર શરૂ થઇ હતી. તે હાલમાં 'સ્પ્લિટ્સવિલા' શોમાં જોવા મળી રહી છે અને ઘણી ચર્ચામાં છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી ઉર્ફી જાવેદ અવારનવાર પોતાના બોલ્ડ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. ઉર્ફી જાવેદે ફરીથી તેનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ટોપલેસ છે અને કેમેરા તરફ તેની પીઠ કરીને પોઝ આપતી જોવા મળી રહી છે. ઉર્ફી જાવેદના આ લેટેસ્ટ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. તમે પણ જુઓ ઉર્ફી જાવેદનો વીડિયો...
ઉર્ફી જાવેદે બુધવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે ટોપલેસ થઇને બોર્ડ પર અમેરિકન રેપર કેન્યે વેસ્ટના રૅપના લિરિક્સ લખતી જોવા મળી રહી છે.
ઉર્ફી જાવેદે પેન્ટ પહેર્યુ છે અને કેમેરા તરફ તેની પીઠ કરીને ટોપલેસ જોવા મળે છે અને તે એકવાર પાછળ જુએ છે. તેની આ અદા જોયા બાદ ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે. તે જ સમયે, તમામ સોશિયલ મીડિયા યુઝર્સ ઉર્ફી જાવેદના આ લેટેસ્ટ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે અને તેને ટ્રોલ કરી રહ્યા છે.
ઉર્ફી જાવેદને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ટ્રોલ કરવામાં આવી
ઉર્ફી જાવેદના વીડિયો પર એક યુઝરે લખ્યું છે કે, 'તે ફેમસ થવા માટે કંઈ પણ કરે છે. થોડી ઇજ્જત કમાઓ 'એક યુઝરે લખ્યું છે કે, 'દીદી ટોપ પહેરવાનું ભૂલી ગયા હશે.' એક યુઝરે લખ્યું છે કે, 'તારુ જરૂર કરતાં કંઇક વધારે જ થઇ રહ્યું છે.' એક યુઝરે લખ્યું છે કે, 'તારી ફેશન પર શરમ કર, જઇને ભીખ માંગ.' આવી કોમેન્સ્ટ કરીને તમામ સોશિયલ મીડિયા યુઝર્સે ઉર્ફી જાવેદને ટ્રોલ કરી છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર