Urfi Javed : પિંક બિકીનીમાં ઉર્ફી જાવેદ લાગી રહી છે ખૂબ જ હોટ, રાખી સાવંત પણ થઈ ઈમ્પ્રેસ
Urfi Javed : પિંક બિકીનીમાં ઉર્ફી જાવેદ લાગી રહી છે ખૂબ જ હોટ, રાખી સાવંત પણ થઈ ઈમ્પ્રેસ
ઉર્ફી જાવેદ બિકીની ફોટો
બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT) ફેમ ઉર્ફી જાવેદ (Urfi Javed) તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પર પિંક રંગની બિકીનામાં હોટ પોઝ આપતા કેટલાક ફોટોઝ પોસ્ટ કર્યા છે. પોસ્ટ કરવામાં આવેલા તમામ નવા ફોટોઝમાં ઉર્ફી ખૂબ જ હોટ અને સેક્સી લાગી રહી
ગયા વર્ષે બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT) માં ભાગ લીધો ત્યારથી ઉર્ફી જાવેદ (Urfi Javed) અત્યંત લોકપ્રિય બની છે. તેની આ લોકપ્રિયતા વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસમાં ભાગ લેવાના કારણે નહીં, પરંતુ શોમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ સોશિયલ મીડિયા (Social Media) પર જે રીતે એક્ટિવ રહે છે તેના લીધે છે. ઉર્ફી જાવેદ તેના ખૂબ જ હોટ-ટુ-હેન્ડલ પિક્ચર્સ અને વિડિયોઝથી ફેન્સને આશ્ચર્યમાં નાખવામાં ક્યારેય નિષ્ફળ જતી નથી. જ્યારે પણ તે સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ મૂકે છે, ત્યારે તેના આઉટફીટ બધાનું ધ્યાન ખેંચે છે.
આ દરમિયાન ફરી એકવાર ઉર્ફી જાવેદ પોતાની લેટેસ્ટ તસવીરોથી સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. શુક્રવારે બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT) ફેમે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પર પિંક રંગની બિકીનામાં હોટ પોઝ આપતા કેટલાક ફોટોઝ પોસ્ટ કર્યા છે. પોસ્ટ કરવામાં આવેલા તમામ નવા ફોટોઝમાં ઉર્ફી ખૂબ જ હોટ અને સેક્સી લાગી રહી છે.
આ લેટેસ્ટ ફોટોઝ જોઈને ઉર્ફીના ફેન્સ ખૂબ ઈમ્પ્રેસ થયા છે. ડ્રામા ક્વિન રાખી સાવંત પણ બિગબોસ ઓટીટી ફેમ ઉર્ફીના વખાણ કરવાથી દૂર રહી શકી નથી. રાખીએ ઉર્ફીની પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં જઈને ફાયર ઈમોજીસ કોમેન્ટ કર્યા છે. આ સાથે ચાહકોએ હોટ, સિઝલિંગ અને સેક્સી જેવી કોમેન્ટ્સ કરી છે.
વર્ષની શરૂઆતમાં ઉર્ફીએ ફેશન બાબતે પોતાના જ પર શંકા હોવાની વાત કહી હતી. ઉર્ફીએ India.comને જણાવ્યું હતું કે, પહેલા પહેલા મને લાગતું હતું કે ક્યાંક હું વધુ પડતું તો નથી કરી રહી ને? ક્યાંક કઈક ખોટું તો નથી કરતીને? શું હું સ્લટ છું? પણ પછી મને સમજાયું કે, હું નહીં આ સમાજ જ પ્રોબ્લેમ છે.
ઉલ્લેખનિય છે કે, ઉર્ફી જાવેદ તાજેતરમાં તેના રુમર્ડ સિંગર બોયફ્રેન્ડ કુંવર સાથે એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. તેણે બડે ભૈયા કી દુલ્હનિયા, મેરી દુર્ગા, બેપનાહ અને પંચ બીટ સીઝન 2 સહિતના ઘણા ટેલિવિઝન શોમાં પણ કામ કર્યું છે. તેણે થોડા સમય માટે યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં પણ અભિનય કર્યો હતો અને બાદમાં કસૌટી જીંદગી કી 2 માં તનિષા ચક્રવર્તીની ભૂમિકા ભજવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર