Home /News /entertainment /ઉર્ફી જાવેદે પોતાના જ ડ્રેસની મજાક ઉડાવીને ટ્રોલર્સની બોલતી બંધ કરી દીધી, કતરણથી બદન ઢાંકીને ખુલેઆમ આપ્યા પોઝ
ઉર્ફી જાવેદે પોતાના જ ડ્રેસની મજાક ઉડાવીને ટ્રોલર્સની બોલતી બંધ કરી દીધી, કતરણથી બદન ઢાંકીને ખુલેઆમ આપ્યા પોઝ
Photo Credit : Instagram
Urfi Javed hit trolls again with bold black outfit: એક્સ બિગ બોસ ઓટીટી કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદ હાલમાં જ ફરી એકવાર પોતાના બોલ્ડ ડ્રેસથી ફેન્સની દિવાના બનાવતી જોવા મળી છે. એક્ટ્રેસે હાલમાં જ એકદમ બોલ્ડ આઉટફિટ પહેરીને સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી.
ઉર્ફી જાવેદ એક સોશિયલ મીડિયા સેન્સેશન છે જે લોકોને તેના અતરંગી કપડાથી ચોંકાવી દે છે. ઉર્ફી દરરોજ સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે, જેના કારણે તે નેટીઝન્સના નિશાના પર આવે છે. આટલું જ નહીં, ઘણી વખત ઉર્ફીએ પોતાની બોલ્ડનેસથી ઈન્ટરનેટ પર તહેલકો પણ મચાવ્યો છે. પોતાની ફેશન સેન્સ માટે ચર્ચામાં રહેતી ઉર્ફી પણ પોતાના નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે.
દરરોજ તે તેના આઉટફિટ્સ સાથે કોઈને કોઈ નવો એક્સપિરિમેન્ટ કરે છે. ઉર્ફી જાવેદ ઘણી વખત તેના બદનને ફૂલો અને પાંદડાઓથી ઢાંકતી જોવા મળી છે અને આ વખતે પણ ઉર્ફીએ કંઈક આવું જ કર્યું છે. ઉર્ફીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક્ટ્રેસે વિચિત્ર ડ્રેસ પહેર્યો છે.
ઉર્ફી જાવેદ હાલમાં જ એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી. જ્યાં એક્ટ્રેસ સુપર બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. આ દરમિયાન એક્ટ્રેસે બ્લેક શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. ફેન્સ ડ્રેસ શરૂ ક્યાંથી થાય છે અને તેનો અંત ક્યા છે તે જ વિચારમાં પડી ગયા હતા.
ઉર્ફી જાવેદના બ્લેક કલરના ડ્રેસમાં એક બાજુ કવર અને એક બાજુ ઓપન હતી. ઉર્ફી જાવેદે તેના ટેટૂને પણ વિચિત્ર ડ્રેસમાં ફ્લોન્ટ કર્યું છે. આ દરમિયાન જ્યારે પાપારાઝીએ ઉર્ફી જાવેદને પૂછ્યું કે તેણે શું પહેર્યું છે અને તે તેના લુક વિશે શું કહેવા માંગે છે, તો ઉર્ફીએ પોતાને ટ્રોલ કરીને કહ્યું- 'હંમેશની જેમ, હમણાં જ કેટલાક ચીંથરા લપેટી લેવાના હતા, લપેટી લીધા...'
ઉર્ફીના દરેક વીડિયોની જેમ આ વખતે પણ તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. રશ્મિ નામના યુઝરે લખ્યું કે 'જ્યારે તે પોતે અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે, તો આવા કપડા કેમ પહેરે છે.’
એક યુઝરે લખ્યું, ‘ઓછામાં ઓછું જોઇ તો લેવુ હતુ કે તે શું પહેર્યું છે.’ દિવ્યા નામના યુઝરે લખ્યું, ‘ક્યારેક તો કંઈક સારુ પહેર.’ શ્રુતિ નામના યુઝરે લખ્યું, ‘શું શું કરતી રહે છે.’
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર