મુંબઈઃ ઉર્ફી જાવેદ પોતાના અતરંગી ડ્રેસના કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તેણી ફેન્સ વચ્ચે ચર્ચામાં રહેવા અવારનવાર દિલચસ્પ પોસ્ટ શેર કરતી રહે છે.
હાલમાં ઉર્ફી પોતાની એક એવી જ પોસ્ટના કારણે ફરીથી ચર્ચામાં આવી છે. ઉર્ફીએ પોતાની લેટેસ્ટ ટ્વિટમાં બોયફ્રેન્ડને લઈને હિન્ટ આપી છે. તેણીએ એક આવી પોસ્ટ પહેલીવાર શેર કરી છે. તેની આ પોસ્ટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
ઉર્ફી જાવેદે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણીએ એક તસવીર શેર કરી છે, જેમાં લખ્યુ છે 'તેણે હા કહી દીધી'. આ ફોટોમાં એક ફ્લાવર વાસ પણ જોવા મળી રહ્યો છે. આ ફોટો પર ઉર્ફીએ હાર્ટ ઈમોજી પણ શેર કર્યુ છે. ફોટો શેર કરતાં ઉર્ફીએ કેપ્શનને ખાલી છોડી દીધું છે. જેના કારણે ફેન્સ ખૂબ જ કન્ફ્યુઝ થઈ રહ્યા છે.
ઉર્ફીની આ પોસ્ટ પર ફેન્સ સતત કોમેન્ટ્સ કરી રહ્યા છે. ઘણા લોકો પુછી રહ્યા છે કે શું તેણીએ રિલેશનશિપને લઈને હિન્ટ આપી છે અને તેને બોયફ્રેન્ડ મળી ગયો છે? જોકે, દર વખતની જેમ આ વખતે પણ ટ્રોલર્સ ઉર્ફી પર નિશાન તાકીને બેઠા છે. ઉર્ફી જાવેદ આ પહેલા કિવીથી બનાવેલા બિકીની ટોપને લઈને ચર્ચામાં રહી હતી. ઉર્ફી સોશિયલ મીડિયા પર પોતાના અતરંગી આઉટફીટને કારણે છવાયેલી રહે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર