ઉર્ફી જાવેદ (Urfi Javed) માત્ર ચેન પહેરીને ટોપલેસ જોવા મળી હતી, જે બાદ તે સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થઈ હતી. પરંતુ શું તમે જાણો છો કે ઉર્ફીની આ ચેન પહેર્યા પછી શું થયું? ઉર્ફીએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે ચેન પહેર્યા પછી આવી હાલત થશે.
બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT) ફેમ ઉર્ફી જાવેદ (Urfi Javed) તેની વિચિત્ર ફેશનને કારણે સોશિયલ મીડિયા (Social Media) પર હેડલાઇન્સમાં રહે છે. બિગ બોસ ઓટીટીમાં તે માત્ર એક અઠવાડિયા માટે જ તેની સફર ચલાવી શકી હતી, પરંતુ જ્યારથી તે બહાર આવી છે ત્યારથી તેણે પોતાની અલગ-અલગ સ્ટાઈલ બતાવીને સોશિયલ મીડિયાનો પારો ઊંચો રાખ્યો છે. ક્યારેક તે પોતાના અંતરંગ અંદાજથી લોકોના દિલ જીતી લે છે તો ક્યારેક તે ટ્રોલ પણ થાય છે. હાલમાં જ ઉર્ફી માત્ર ચેઇન (Urfi Javed wearing heavy chains) પહેરેલી ટોપલેસ જોવા મળી હતી, જે બાદ તે સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થઈ હતી. પરંતુ શું તમે જાણો છો કે ઉર્ફીની આ ચેઇન પહેર્યા પછી શું થયું? ઉર્ફીએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે ચેઇન પહેર્યા પછી આવી હાલત થશે.
ખરેખર, તાજેતરમાં જ ઉર્ફી જાવેદે પોતાનો લુક ચેઈન સાથે ક્રિએટ કર્યો હતો, જેમાં તે ટોપલેસ હતી અને તેની સાથે તેણે બ્લેક કલરનું નેટેડ સ્કર્ટ પહેર્યું હતું. ઉર્ફીની આ અસામાન્ય ફેશન સેન્સે લોકોને દંગ કરી દીધા હતા. ઉર્ફીએ ફેશન માટે ચેઇન તો પહેરી લીધી, પરંતુ તે પછી જે બન્યું તે ખૂબ જ ખતરનાક હતું.
ઉર્ફી જાવેદે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની એક તસવીર શેર કરી છે, જેમાં તેની ગરદન પર નિશાન દેખાઈ રહ્યું છે. તેની ગરદન પર ઘણા લાલ નિશાન છે. આ તસવીર પરથી સ્પષ્ટ થાય છે કે ઉર્ફીને ચેઈન ફૅશન ખૂબ જ ભારે પડી છે અને હવે તેને ઘણી પીડાનો સામનો કરવો પડી રહ્યો છે. ઉર્ફીએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં આફ્ટર લખ્યું છે, અહીં તેનો અર્થ છે કે ડ્રેસ પહેર્યા પછીની અસર.
ઉર્ફી જાવેદ અંધેરીની રેસ્ટોરન્ટની બહાર આ ચેઇન્સ સાથે જોવા મળી હતી. અહીં તેણે પાપારાઝીને ઘણા પોઝ પણ આપ્યા, આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોએ તેને ખૂબ ટ્રોલ પણ કરી.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર